________________
મુરખ સાથિં ભવ જાય, પ્રેમ પ્રીતિ સિંહા નવિ થાય; થોડિ વાત કરી તુમ સાથિં, હુઈ શાતા બહુ નીજ જાતિ તુમ્યો સ્વામી મુઝ પરણ્યો જ્યો, મન માનઈ તિહાં લગી રહેયો; પછઈ જાયો તુમારઈ ગામ્યો, સુખ ભોગવ્યો તેણઈ ઠામ્યો જાણી નિશ્ચલ કુમરી મનો, છાનો તિહાં પરણીશ જાનો; કીધો મંદીર ચાલીઈ વાસો, ભોગવઈ તિહાં ભોગ વિલાસો ઉષ્ણ કાલિં ચંદન ચીરો, કૂલિં વાશાં નિરમલ નીરો; ગલઈ ચંપક કેરા હારો, સુંદર માલીઉં ચતુર દુયારો ચતુરાં સ્ત્રી તિહાં સુનંદા, નૃપ શ્રેણિક ક૨ઈ આનંદા; વાય ઝીણા મધુરા વાય, રાગ કેદારો કરી ગાય વરસા કાલ જ જવ આવઈ, નારિ મેઘ મલ્હાર બનાવઈ; પય સાકર ભેલી ખાવઈ, દેવની પરિ દાડા જાવઈ પેહરઈ પિતાંબર મુખિ પાનો, ઘર દેવ તણુંઅ વિમાનો; પાક નવ નવા તિહાં અરોગી, સુખ વિલસઈ શ્રેણિક ભોગી પછઈ આવઈ જવ સીત કાલો, તેલ ચોલાવઈ ભૂપાલો; સોવન ઢોલીઉ ધૂપ તલાઈ, તાપઈ તાપણિ અગર લગાઈ લાગઈ તરણીનાં તિહાં કર્તા, ચલકઈ નારી આભરણ; ચાંપઈ નારી નરના પાયો, સુખ વિલસઈ શ્રેણિક રાયો તપઈ આહારનિં તાન તંબોલો, તરણી શું કરત કલોલો; વેઢ મુદ્રકી કંઠિ હારો, જાણું દેવ તણો અવતારો
એમ સુખ ભરિ કાલ ગમાવઈ, એતલઈ એક ખંડ તે થાવઈ; સાંગણ સુત ઋષભદાસો, બીજા ખંડનો કરત પ્રકાસો
••• ૨૩૨
અર્થ :- શેઠે કહ્યું, “કુમાર ! તમે મારા પર હજી એક ઉપકાર કરો. મારું એક વચન તમે માન્ય રાખો. મારી પુત્રી સુનંદા, જે કુંવારી છે. (તે વિવાહ યોગ્ય થઈ ગઈ છે . તે તમને મનથી વરી ચૂકી છે.) તેની સાથે લગ્ન કરી તમે સુખી થાવ.’’
૨૦૬
(સુનંદા પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થઈ હોવા છતાં પોતાના મનોભાવોને છુપાવતાં) રાજકુમાર શ્રેણિકે કહ્યું, ‘“શેઠજી ! મારું મળવું એ તો વાદળોના છાયડાં સમાન ક્ષણિક અને અસ્થિર છે. નદી કિનારે વસતા લોકોનો કાયમ વસવાટ નથી હોતો. તેમના રહેઠાણનો શો ભરોસો ? તેવી જ રીતે મારા જેવા પરદેશી પર કેવો વિશ્વાસ ? ...૨૦૭
(તમે કેવા પિતા છો ?) તમે મારી જ્ઞાતિ, મારું નામ-ઠામ કંઈ પણ જાણતા નથી ? તમે પુત્રીનાં
Jain Education International
For Personal & Private Use Only
* ૨૨૨
૨૨૩
. ૨૨૪
૨૨૫
... ૨૬
૨૨૭
... ૨૨૮
૨૨૯
... ૨૩૦
૫૧
*. ૨૩૧
www.jainelibrary.org