________________
૪૯૯
•..૮૯૬
ચારે પુત્રો બાપાબાપા' કહીને યક્ષની પ્રતિમાને વળગીને બોલાવવા લાગ્યા.
એક પુત્ર પિતાના પગે વળગ્યો, બીજો ખભે વળગ્યો. તેઓ કહેવા લાગ્યા, “તમે રીસાઈને કેમ જતા રહ્યા?'' એક પુત્ર મસ્તક ઉપર ચડ્યો, એક પુત્ર રડતાં રડતાં પિતા પાસે સુખડી ખાવાની જીદ કરવા લાગ્યો.
...૮૯૭ વૃદ્ધાના પેટમાં ફાળ પડી. ‘અચાનક કયવન્નકુમાર અહીં ક્યાંથી આવી પડયો?' ચારે સ્ત્રીઓ એકબીજાને ઈશારો કરતાં કહેવા લાગી કે, “આપણા સ્વામીનાથ અહીં ક્યાંથી આવ્યા?” ...૮૯૮
સંક્ષેપમાં ત્યાં પૂજન કરી પુત્રને તેડીને વૃદ્ધા ફરવા લાગી. છોકરો યક્ષને વળગીને નાચવા લાગ્યા ત્યારે વૃદ્ધાએ ખેંચીને તેમને દૂર કર્યા. તે સમયે અભયકુમારે કહ્યું.
..૮૯૯ “હે બાળકો! તમે યક્ષની પ્રતિમાને શા માટે વળગો છો?” અભયકુમારે કચવન્ના કુમારને બતાવતાં કહ્યું, “આ તમારા પિતા છે. તેમને જઈને ભેટો' કયવન્નાકુમારને જોઈ ચારે પત્નીઓ લજ્જિત થઈ.
...૯૦૦ વૃદ્ધાએ કહ્યું, “હે પુત્ર! તું આટલા દિવસ ક્યાં ગયો હતો? પુત્ર!તારા આવવાથી મારો ઘરસંસાર સુખરૂપ રહેશે.” કાવત્રાકુમારે કહ્યું, “તમે તમારા કાર્યોનું સ્મરણ કરો. નગરજનો સૌ તમારા દુષ્કૃત્યોનો મહિમા જાણે છે.”
...૯૦૧ અભયકુમારે વિચાર કરીને કયવત્રાકુમારને ત્યાં બોલાવ્યો. તેમણે ઘણું ધન આપી ચારે સ્ત્રીઓને તેમજ પુત્રોને કયવત્રાકુમારને સોંપ્યા. તેમણે કહ્યું, “હે બનેવી ! તમે હવે તમારી પત્નીઓ સાથે વર્ગલોકનાં દેવો જેવાં સુખો ભોગવો.”
...૯૦૨ ચાર સ્ત્રીઓ, તેની પૂર્વની એક સ્ત્રી, ત્યારપછી મદનમંજરી સાથે પરિણય થયો. સાતમી લીલાવતી, જે મહારાજા શ્રેણિકની પુત્રી હતી આ સાતે સ્ત્રીઓ અપાર ગુણવાન હતી. ...૯૦૩
કયવત્રાકુમાર સ્વજનો સાથે સુખો ભોગવવા લાગ્યા તેનું મુખ્ય કારણ અભયકુમારની અપરંપાર બુદ્ધિનો મહિમા છે. અભયકુમારના ગુણો અવર્ણનીય છે. કવિ ઋષભદાસ તેમના ગુણો ગાય છે.... ૯૦૪
દુહા : ૪૧ ગુણ ગાઉ મંત્રી તણા, કરતો બુધિં ઉપાય;
જેણે રોહણીઆ ચોરને, લેવરાવી દીખ્યાય. અર્થ - કવિ કહે છે કે, હું મહામંત્રી અભયકુમારના ગુણગાન ગાઉં છું. જેમણે યુક્તિપૂર્વક રાજગૃહી નગરીના ચતુર રોહિણેય ચોરને પોતાની કુશાગ્ર બુદ્ધિ દ્વારા પકડી) દીક્ષા અપાવી.
ઢાળ : ૩૧ રૌહિણેય ચરિત્ર
ચંદ્રાયણિની રોહણ લોહખરાનો જાતો, કાલે માંદો પડીઉં તાતો; તેડયો રોહણીઉ દેતો સીખ્યા, સકલ કુટુંબની કરજે રીખ્યા. •.. ૯૦૬
૯૦૫
...૯૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org