SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ સુરવર નરવર આવીઆ, વાઘ ચીતર હો ગયંવર ગાય; બાર પરિષદા તિહાં મલી, બેઠો શ્રેણિક હો નરવર રાય. ••• ૯૯૪ છે. કુષ્ટિ એક તિહાં આવીઉં, જઈ બેઠો હો સુરવરમાં હિં; રસી ચોપડઈ જિન પગે, દેખઈ શ્રેણિક હો દૃષ્ટિ ત્યાંહિ. •.. ૯૯૫ શ્રે. જિન ભગતો શ્રેણિક સહી, અતિ હઈડઈ હો કોપ ધરંત; એણઈ અવસરિ જિન વીરજી, પ્રતિગાઢિ હો તિહાં છી કંત. .. ૯૯૬ શ્રે. ચીરંજીવિ સહુ કો કહઈ, કહઈ કોષ્ટી મારી જિન આજ; શ્રેણિક નરપતિ સાંભલી, અતિ કોપ્યો તિહાં મહારાજ. ... ૯૯૭ શ્રે. ઐણઈ અવસરિ નૃપ છીકીઉં, ચીરંજીવિ તો કહે સુરરાય; શ્રેણિક આપ વિચારતો, નર બીપીતો હો એણઈ ઠાય. . ૯૯૮ અભયકુમાર છીકયો સહી, મરિ ભાવઈ હો સુપુરુષ જીવિ; તું સુખીલ વિનવિ સહી, પર ઉપગારી હો અછય સચિવ. ૯૯૯ છે. કાલકસુરીલ છીકીઉં, મમ મરજે હો, સુર કહઈ તામ; મમ જીવે જગમાં વલી, નર છે અભવિ હો નહી તુઝ ઠામ. . ૧૦૦૦ છે. સુણી રાય કહઈ સુભટનિ, ઝાલયો હો કુષ્ટી હાથ; સભા વિસરજી તવ વલી, ઝાલેવા હો ધાયો નરપતિ સાથ. ... ૧૦૦૧ શ્રે. સુર આકાસિં ઉતપત્યો, નર ઝાંખો હો તિહાં કણી થાય; આવી કહઈ નરપતિ તણઈ, એ દસઈ હો કોઈ સર રાય. . ૧૦૦ર શ્રે. શ્રેણિક તવ સંસય પડયો, તવ પૂછઈ હો જિન કિં જાય; કુણ કુષ્ટી એ અહીં હતો, પરુ ચોપડઈ હો તુમારઈ પાય. .. ૧૦૦૩ છે. વીર કહઈ દેવતા, ચંદન ચરચઈ હો મહારઈ પાય; ઋષભ કહઈ શ્રેણિક સુણો, જિન ભાખઈ હો સુર કથાય. ... ૧૦૦૪ શ્રે. અર્થ - પૃથ્વીલોકમાં મહારાજા શ્રેણિક કલ્પદ્રુમ અને કામદેવ સમાન આનંદથી રહે છે. મહારાજા શ્રેણિક સમકિત ધારી થયા. દેવોની સભામાં ઈન્દ્ર મહારાજા સહિત અન્ય દેવો પણ મહારાજા શ્રેણિકની પ્રશંસા કરવા લાગ્યા. જેમના નામથી અનેક કાર્યો સરળતાથી સંપન્ન થતા હતા. ...૯૯૨ એકવાર ભગવાન મહાવીર સ્વામી મગધ દેશની રાજગૃહી નગરીમાં પધાર્યા. દેવોએ તે સમયે સમવસરણની રચના કરી. તેઓ ફટીક રત્નના સિંહાસન પર બેસી દેશના આપતા હતા. ...૯૯૩ ભગવાનની વાણી સાંભળવા સમવસરણમાં દેવો, માનવો તથા વાઘ, ચિત્તા, કદાવર હાથી, ગાય જેવા તિર્યંચો પણ આવ્યા. સમવસરણમાં બાર પ્રકારની પર્ષદા જિનવાણીનું શ્રવણ કરવા આવી હતી. ત્યાં નરપતિ મહારાજા શ્રેણિક પણ પ્રભુની દેશના સાંભળવા બેઠા. ... ૯૯૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy