SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' સમવસરણમાં એક કોઢિયો આવ્યો. તે સમવસરણમાં જ્યાં દેવોને બેસવાની બેઠક હતી ત્યાં જઈને બેઠો. (તેના શરીરમાંથી પરુ વહી રહ્યું હતું.) તેણે ભગવાન મહાવીર સ્વામીના પગમાં પોતાના શરીરમાંથી નીકળતું પરુ (રસી) ચોપડયું. મહારાજા શ્રેણિકે આ જોયું. તેમની દૃષ્ટિ ત્યાં જ હતી. ... ૯૯૫ મહારાજા શ્રેણિક પ્રભુ મહાવીરના પરમ ભક્ત હતા. કોઢિયાને રસી ચોપડતો જોઈ તેમને મનમાં ખૂબ ગુસ્સો આવ્યો. તે જ સમયે જિનેશ્વર ભગવાન મહાવીર સ્વામીને ખૂબ મોટેથી છીંક આવી.... ૯૯૬ | સર્વ લોકોએ “ચિરંજીવ રહો” એવું કહ્યું, જ્યારે કોઢિયો બોલ્યો, “મરો મરો વર્ધમાન આજ!” કોઢિયાના વચનો મહારાજા શ્રેણિકે સાંભળ્યા. કોઢિયાના અભદ્ર આચરણ અને અનિષ્ટ પ્રલાપ સાંભળી મહારાજા શ્રેણિક અત્યંત ક્રોધિત થયા. .. ૯૯૭ આ સમયે થોડીવારમાં મહારાજા શ્રેણિકને છીંક આવી. કોઢિયો તરત જ બોલ્યો, “ચિરાયુ હો રાજનું!” મહારાજા શ્રેણિકે વિચાર્યું, “આ કોઢિયો મારાથી ડરીને મારે માટે સારું બોલ્યો છે.'... ૯૯૮ તે જ સમયે એકાએક મહામંત્રી અભયકુમારને છીંક આવી. કોઢિયાએ કહ્યું, “ભલે મરે, ભલે જીવે સજ્જન પુરુષ! ” રાજાએ વિચાર્યું, “અભયકુમાર સુખી, વૈભવશાળી અને સદા પરોપકારી છે તેથી આ કોઢિયો તેવું બોલ્યો છે.” ... ૯૯૯ ત્યાં કાલસૂરી કસાઈ છીંક્યો. કોઢિયાએ કહ્યું, “મત મરો તો કાલસૂરી. તું આ જગતમાં જીવતો રહેશે. તું અભવી જીવ છે. તારું બીજે ક્યાંય સ્થાન નથી.” ... ૧૦૦૦ મહારાજા શ્રેણિકે કુષ્ટિના વચનો સાંભળી સુભટોને કહ્યું, “આ અવિનયી અને અવિવેકી એવા ઉદ્ધત કોઢિયાને જલ્દીથી પકડો.” સભાનું વિસર્જન થયું ત્યારે મહારાજા શ્રેણિક ઉઠીને સ્વયં સુભટોની સાથે તે કોઢિયાને પકડવા દોડયા. ... ૧૦૦૧ તે દેવ આકાશમાં અદશ્ય થઈ ગયો તેથી રાજા ઝંખવાણા પડી ગયા. સુભટોએ રાજાને આવીને કહ્યું, “મહારાજા ! આતો કોઈ દેવ હોય તેવું દેખાય છે.” .. ૧૦૦૨ મહારાજા શ્રેણિકને સંશય થયો કે, “આ કોઢિયો કોણ હતો ?” મહારાજા (પોતાની શંકાનું નિવારણ કરવા) ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. તેમણે ભગવાનને (વંદન કરી વિનયપૂર્વક) પૂછયું પ્રભુ! આપના સમવસરણમાં આવેલો (માયાવી) કોઢિયો કોણ હતો? તેણે તમારા ચરણોમાં પરુ કેમ ચોપડયું?” . ૧૦૦૩ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “દેવાનુપ્રિય! એ દેવતા છે. તે મારા ચરણોમાં ચંદનનું વિલેપન કરતો હતો.” કવિ ઋષભદાસ કહે છે કે, ભગવાન મહાવીર સ્વામી તે સુરરાયનની કથા કહે છે. મહારાજા શ્રેણિક સાંભળે છે. ... ૧૦૦૪ દુહા : ૫૦ સુણિ શ્રેણિક જિનવર કહઈ, સુરવર તણી કથાય; પૂર્વ ચરીત્ર સહુ સાંભલો, ભાખઈ જિનવર રાય. .. ૧૦૦૫ શ્રે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy