________________
૧૮૯
. ૧૦૧૦
અર્થ - જિનેશ્વર ભગવાન મહાવીર સ્વામી કુષ્ઠી (દેવ)ની કથા કહે છે. મહારાજા શ્રેણિક સાંભળે છે. જિનેશ્વર દેવતે સુરરાયનું પૂર્વ ચરિત્ર કહે છે. તે સૌ જીવો સાંભળો.
... ૧૦૦૫ ઢાળ : ૪૧ દુર્દરાંક દેવનો પૂર્વભવ - એક બ્રાહ્મણ
ઉલાલાની એ દેશી. રાગ ઃ ઘન્યાસી. ભાખઈ વીર વિચારો, નગરી કોસંબીય સારો; ભૂપ શતાનિક જયહિં, વિપ્ર સેતુક વસઈ ત્યાંહિં.
. ૧૦૦૬ દારીદ્રી નર તેહો, મુરિખમાં મુખિ જેહો; રૂ૫ રહિત વિકરાલો, નવિ માનઈ વૃધ બાલો.
... ૧૦૦૭ વિદ્યા રૂપ નિધાન, ત્રિહો કરી નરનિ માન; નહીતર કાષ્ટ કહેવો, સેડૂક બાંભણ એહવો.
... ૧૦૦૮ એક દિન તેહની નારી, હુઈ ગર્ભધર નારી; પ્રસવ સમઈ જવ થાતો, બોલાવ્યો સુત તાતો.
... ૧૦૦૯ જોઈ ઈ કોપરાં સુઠિઉં, ગુલ ધૃત કારણિ ઉઠિ6; સેડૂક કહઈ સુણિ નારી, કિહાંથી લાવું બેય્યારી. હુઉં નર બાલ અનાથો, ન ઝાલ્યો એક સ્ત્રીનો હાથો; સદા લગિં પર દાસો, નિત્ય પર ભોજન આસો. યોવન વઈ ધન હીણો, સખરૂં પામઈ ન મરણો; સેતુક કહઈ ધિગ આજો, ન કરૂં નારીનું કાજો.
૧૦૧ર સ્ત્રી કહઈ જઈ જાચો રાય, સેડૂક ઊભોઅ ઠાય; ફલનિ ફૂલ તે લેઈ, મૂંકિ રાય મલેઈ.
•.. ૧૦૧૩ ઉદધી સેવ્યો દઈ રયણો, તે દુખ દારિદ્ર હરણો; નૃપ સોવ્યો દઈ મહીઉં, ત્રષભ કહઈ સુખ સહીઉં.
... ૧૦૧૪ અર્થ - તીર્થંકર પરમાત્મા કુષ્ટીની કથા કહે છે. કૌશાંબી નામની વિખ્યાત નગરીમાં શતાનીક નામના ધર્મપ્રિય રાજા રહેતા હતા. આ નગરમાં એડુક નામનો નિર્ધન વિપ્ર (બ્રાહ્મણ) રહેતો હતો. ... ૧૦૦૬
સેતુક બ્રાહ્મણ દરિદ્રી અને મૂર્ખ શિરોમણી હતો. તે દેખાવમાં અત્યંત કદરૂપો, ભયંકર તેમજ વિકરાળ હતો. તે સૌંદર્યહીન અને મૂર્ખ હોવાના કારણે લોકોમાં અપ્રિય બન્યો. (અનાદેય નામના કર્મના ઉદયથી) તેનું વચન બાળક કે વૃદ્ધ કોઈ માનતું નહતું.
... ૧૦૦૭. ખરેખર! વિદ્યા, રૂપ અને સંપત્તિ આ ત્રણ વસ્તુના કારણે વ્યક્તિનું જગતમાં માન-સન્માન વધે છે. અન્યથા આ ત્રણ વસ્તુ વિનાનો વ્યક્તિ કાષ્ટ સમાન નિરર્થક ગણાય છે. સેતુક બ્રાહ્મણ પણ નિર્ધન, કદરૂપો અને મૂર્ખ હોવાથી તેનું ક્યાંય સન્માન થતું નહતું.
... ૧૦૦૮
૧૦૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org