________________
૪૨૩
વનહસ્તિના શરીર પર અનેક શણગાર છે.”
..૪૬૧ વનચર પુરુષના શબ્દો સાંભળી ઉદાયનરાજા તે વનહસ્તિ મેળવવા અરણ્ય તરફ દોડયા. તેમણે તેને વશ કરવા ઘોષવતી વીણા વગાડી.(ઘોષવતી વીણાનો નાદ સાંભળી વનહસ્તિ નજીક આવ્યો) ઉદાયનરાજાએ મહાકાય હસ્તીને જોયો. આવો અપૂર્વહસ્તી જોઈ ઉદાયનરાજાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. ... ૪૬ર
રાજાએ વિચાર્યું, “મેં પૂર્વે પણ ઘણા પશુઓને અરણ્યમાં શિકાર કરી પકડયા છે પરંતુ આ હસ્તી જેવો (અદ્વિતીય) પ્રાણી આજ દિવસ સુધી જોયો નથી. આ વનહસ્તિ કોઈ રાજાનો પટ્ટહસ્તી હોવો જોઈએ. (તેને મેળવીને જ હું રહીશ) તેનાથી કૌશાંબી નગરીની શોભામાં અભિવૃદ્ધિ થશે.”
.. ૪૬૩ ઉદાયનરાજા વીણા વગાડતા વનહસ્તિની પાછળ એકલા અરણ્યમાં ઘણે દૂર સુધી ચાલ્યા ગયા. ઉદાયનરાજા જેમ જેમ પોતાની સાધ્વી માતાના સુંદર સ્તવનો સ્તવી ઘોષવતી વીણા વગાડતા રહ્યાં, તેમ તેમ વનહસ્તિ આ ઘોષવતી વીણા સાંભળવા નજીક આવતો ગયો.
... ૪૬૪ જેમ મોરલીનો નાદ સાંભળી મણિધર સર્પ ડોલવા લાગે છે, તેમ વનહસ્તિ ધોષવતી વીણાનો મધુર સ્વર એકચિતે સાંભળી ડોલવા લાગ્યો. જેમ યોગી મસ્તકના મધ્યભાગે એકાગ્રતા કેળવી ધ્યાનમાં લીન બને છે, તેમ વનહસ્તિ સંગીત સાંભળવામાં તલ્લીન બન્યો.
... ૪૬૫ વનહસ્તિ ક્યારેક પાસે આવી (ડોલતો ડોલતો) શીશ નમાવતો તો ક્યારેક તે ગાઢ અરણ્યમાં દૂર ચાલ્યો જતો. તે ઘોષવતી વીણાના સ્વરોથી મોહિત થવાનો ઢોંગ કરતો હતો. તે ઉદાયનરાજાને છોડવા કોઈ રીતે તૈયાર નહતો.
... ૪૬૬ ઉદાયનરાજાના હૈયે અપાર હર્ષ હતો. તેમણે ખૂબ ભાવપૂર્વક વિપુલ પ્રમાણમાં જિનેશ્વરનાં ગુણકીર્તનનું સ્તવન કર્યું. ત્યાં તેમણે દેવોની સ્તવના પણ કરી. વનહસ્તિ વનમાં ઊભો રહી સ્તવન સાંભળવા લાગ્યો.
.. ૪૬૭ ઉદાયન રાજાએ જાણ્યું કે, વનહસ્તિ મારી વીણાના મધુર નાદથી માહિત થયો છે. આ સૃષ્ટિ ઉપર મારા વીણાવાદનથી કોણ મોહિત નથી થયું? જગતમાં ચાર પ્રકારના વેદ સુવિખ્યાત છે. સંગીત એ પાંચમો વેદ છે. તે શ્રેષ્ઠ છે.
... ૪૬૮ દુહા : ૨૪ સંગીતની કરામત રાગ સુસંતો જે મરઈ, તેહની કાંરોઈ માય; વશીવર વેઢિ આક્રમે, મૃગહ મરેવા જાય
•.. ૪૬૯ સરોવર પાંણી હું ગઈ, સરસ્યો આવ્યો બાલ; ઘડા વરસે પાસીઉં સુણીઉ રાગ ભૂપાલ
४७० રાગ દેશાખ લહ્યો નહી, ખાઈ ન જાણ્યા પાન; તાસ જન અહાઁ ગયો, પાત્રે દીધું દાન
•.. ૪૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org