SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” •. ૪૭૨ ... ૪૭૩ ४७४ •.. ૪૭૫ ••• ૪૭૬ ભઈરવ રાગ ગર્ભે નહી, નદી નરગાંઠિ દામ; વિદ્યા વિબુધ્ધ પાસુ નહી, ઢું જીવ્યાનું કામ વૈરાડી જેહને મુખિ વસે, તેહને ન ભાવું અન; માન સરોવર હંસસો, ફરી ફરી ચરઈ રતન રાગિં મીઠી આસાવરી, કરસણિ મીઠી જુવાર; ભોજન મીઠોં સાલિંદાલ, પ્રીસઈ ઘરની નારી રાગ મલ્હાર જો મનિ વસ્યો, તેહને ન ગમેં અન્ય રાગ; જિમ શંકર સુર ફરી ફરી, ગર્લે ધરતો નાગ નીદ્રા ભોઅણ અલપ કસા, વચન સારા ધ્યન ભાગ; રીષભ કહે પૂજા દયા, ઉત્તમ વહઈ લો રાગ ટોડી તાન તુઝમેં નહી, ન લહે શાસ્ત્ર વિચાર; સુણતાં હરખ ન ઉપનો, આલેં ગયો અવતાર ૪૭૭ સ્ત્રી રામેં રીઝયો નહીં, ત્રિપતી નહી ખીર ખંડિ; જિન વચને સમઝયો નહી, દઈવિં મુંક્યો દંડિ ... ૪૭૮ ગાહા ગાથા નવિ રીઝીઉં, રીષભ કહે રાગેણ; રંભા રુપ ન ભેદીઉં, જોગી મેં દરિદ્ર એ હેઈ હેઈ નાદ અપરંપરા, સુણતા રીઝઈ બાલ; સરોવરિ મોહ્યા હંસલા, મૃગહ ચરતા માલ . ૪૮૦ ગજ મોહ્યો વીણા રમેં, ઉદયન સાથે જાય; દોડી ગજ ખંધિ ચઢયો, જિમ તરુઅર કંપી રહ્યો ... ૪૮૧ અર્થ :- જે સુંદર એવો રાગ સાંભળતાં મૃત્યુ પામે છે તેની માતા શામાટે રડે છે? (તેમને રડવું ન જોઈએ) કેમકે મૃગલાંને પકડવા સુંદર રાગ ગાવામાં આવે છે. તે તન્મય બને ત્યારે તેને આજુબાજુ દોરડાથી વીંટી શિકાર કરવામાં આવે છે, છતાં તેઓ રાગ સાંભળવામાં તલ્લીન બને છે. ... ૪૬૯ હું એકવાર સરોવર કાંઠે પાણી ભરવા ગઈ હતી. ત્યાં એક બાળક ખૂબ તરસ્યો થઈ પાણી પીવા આવ્યો. એટલામાં એક રાજા સુંદર ગીત ગાતો હતો. તે ગીત સાંભળવામાં ખ્યાલ ન રહેવાથી ઘડામાં જે ગાળીયો નાંખીને પાણી કાઢવાનું હતું તે ગાળીયો બાળકના ગળામાં ભૂલથી નંખાઈ ગયો. મારાથી અજાણતાં તે બાળક મરી ગયો. ... ૪૭૦. જેણે નાગરવેલના પાનનો રવાદ ચાખ્યો નથી તથા જેણે સુપાત્રદાન આપ્યું નથી, તેમ જેણે દેશાઓ નામનો રાગ ઓળખ્યો (સાંભળ્યો નથી તેવા લોકોએ મનુષ્ય અવતાર મેળવીને વ્યર્થ ગુમાવ્યો છે... ૪૭૧ જે મનુષ્યની પાસે પૈસા હોવા છતાં નિર્ધનને કંઈ આપતો નથી, જેની પાસે ચતુરાઈ હોવા છતાં વિદ્યા ૪૭૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy