________________
૪૨૫
કે પંડિતની સોબત કરતો નથી તથા જેના ગળામાં ભૈરવ રાગ નથી (ભૈરવ રાગ ગાતાં આવડતું નથી, તેવા જીવોના જીવતરનો શો ઉપયોગ?
... ૪૭૨ વૈરાડી રાગ જેના મુખમાં વસે છે તેમને ભાત-પાણી (અન) ભાવતાં નથી. (એ રાગમાં એવી મીઠાશ હોય છે કે અન ફીકું લાગે છે) માન સરોવરમાં વસવાટ કરનારો હંસલો પુનઃપુન સાચા મોતીનો જ ચારો ચરે છે.
... ૪૭૩ સર્વ રાગોમાં અશાવરી રાગ અત્યંત મીઠો અને મધુર છે. ખેતીમાં જુવારનો પાક અને ભોજનમાં ડાંગર અને દાળ મીઠાં છે અને પીરસનાર ઘરની ગૃહિણી હોય (પ્રેમથી પીરસે તેથી મીઠું લાગે.) ...૪૭૪
જેમ શંકર ભગવાન ફરી ફરી સર્પને પોતાના ગળામાં ધારણ કરે છે તેમ જેના મનમાં મલ્હાર રાગ વસી ગયો છે તે તેને ગળે વળગાડી રાખે છે. (મલ્હાર રાગ જગળામાં શોભે છે.) .. ૪૭૫
- ઉત્તમ પુરુષથી વહન કરાયેલ દરેક વસ્તુઓ સારભૂત છે. અલ્પનિદ્રા, અલ્પભોજન, અાકષાય, સુવચન, અધ્યયનનો કોઈ ભાગ, પૂજા,દયાકે રાગ બધું જ સારભૂત છે.
... ૪૭૬ જો તોડી રાગિણીથી તું અજાણ છે અને તને શાસ્ત્રનો વિચાર ન હોય તથા તે શાસ્ત્ર શ્રવણ કર્યાથી આનંદ ઉત્પન્ન થતો ન હોય તો આ મનુષ્ય જન્મ નિષ્ફળ ગયો સમજવો.
... ૪૭૭ જે વ્યક્તિ સ્ત્રીના મધુર સ્વરોથી રીઝતો નથી, ખીર-ખાંડના ભોજનથી જેને તૃપ્તિ મળતી નથી, જે જિનવચનને હૃદયમાં ઉતારતો નથી તેને દેવે (ભાગ્યયોગ) દંડ દઈને મોકલ્યો છે. ...૪૭૮
કવિ ઋષભદાસ કહે છે કે ગાથા કે શ્લોકના હાર્દથી (રાગ) થી જે રીઝતો નથી તે કાં તો જોગી હોય અથવા દરિદ્રી હોય. જેમ સ્વર્ગલોકની અપ્સરા રંભાનાં સૌંદર્યથી દરેકનાં ચિત્ત ભેદાઈ જાય, માત્ર યોગીપુરુષ કે દરિદ્રી પુરુષનું ચિત્ત જન ભેદાય.
બ્રહ્મનો નાદ (થે થે કે હૈ હૈ એવો નાદ) હદયમાં ઉત્પન્ન થાય છે. તે સાંભળીને બાળક પણ ખીલખીલાટ કરે છે. સરોવરનાં પાણીમાં મોહિત બનેલા રાજહંસ મોતીનો ચારો ચરો છે, જ્યારે મૃગલાઓ મૃણાલ (કમળનાં તંતુ) ચરવામાં મશગૂલ બને છે. આ રીતે જે જેનાથી રીઝે તે તેનાં માટે યોગ્ય છે... ૪૮૦
વનહસ્તિ મધુર રસમાં બેધ્યાન બન્યો. તે ઉદાયનરાજા સાથે જવા લાગ્યો ત્યારે રાજા દોડીને હાથીની પીઠ ઉપર ચઢીને બેસી ગયા. જેમ વૃક્ષ પવનથી થર થર ધ્રુજે છે તેમ વનહસ્તિ થરથરવા લાગ્યો. ...૪૮૧ ઢાળ : ૧૮ સંગીતની વિદ્યા મેળવતી રાજકુમારી વાસવદત્તા
કાંન વજાડઈ વાંસલી એ દેશી. રાજા ગજ ખંધિ ચઢયો, તવ સુભટૅ ઝાલ્યો; ચંડપ્રદ્યોતનના પાસમાં તે આંણી આલ્યો રાજસભામાં બોલાવીઉં, ઉદયન જસ નામ;
વનરાજ કેમ આવ્યો, કુંઅર અભિરામ (૧) ત્રિ.શ.પુ.ચ., પવ–૧૦ સર્ગ-૧૧, પૃ.૧૯૯
••. ૪૮૨
•.. ૪૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org