________________
૪૨૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
••. ૪૮૪
૪૮૮
••. ૪૮૯
સૂણી તામ માય દૂખીઉં, ઈસુ સરિખો હોઈ; પીલ્યો મીઠો રસ દેઈ, ઉપગારી સોઈ તુઝ માઈ તુઝને વલી, મુઝ ગોદ ધરેઈ; તિર્ણ તું રાજ તણો ધણી, મુઝ કહણ કરેઈ
... ૪૮૫ ચંડપ્રદ્યોતન બોલીઉં, સુણિ ઉદયન કુમારો; મુઝ પુત્રીને સીખવો, તુહ વેણા અમરો
••• ૪૮૬ દઈવે કાંણી તે કરી, વર ન વરઈ કોઈ; જો તુહે વીધા સીખવે, વરઈ વિદ્યા જોઈ
••. ૪૮૭ હઠ કરી વિદ્યા નવિ લઉં, તો હોશેં મરણ; કુમર ઉદયન ચિંતવે, કરુ કાલ સુહરણ અવશરિ સભા ન ઉલખું, બોલી નવિ જાણ; ગાઠો તારો તક વિનાં, નઈ સાયર ત્રાણઈ કુમરઈ અવસર ઉલેખ્યો, બોલ્યો મુખિ વાણિ; કલા ચોસઠી હું સીખવું, રાય પુત્રી જાણી
... ૪૯૦ રાય કહે દેવઈ તે કરી, આખિં કુમરી કાણી; તુહ દેખી નઈ લાજસેં, મનિ ઉછો આણી
••• ૪૯૧ રુપ કલા ધન કુલ વડો, પુરા શિણગારો; ખોડિ વનિ લાજે ઘણો, કહે મુજ ધિકારો ઉદયન કહે નૃપ સાંભલો, પરીઅચ બાંધેલું; જિમ નવિ લાજે બાલિકા, તિમ વિદ્યા દેહું
• ૪૯૩ ચંડપ્રદ્યોતન હરખીઉં, તેડી નીજ બેટી; ઉદયન પાર્ગે જઈ ભણો, છે ગુણની પૈટી
• ૪૯૪ એક દોષ દેવઈ કરયો, ચીત્રક તન કોઢી; કરી પટંતર તું ભણે, ઉઢી પીછોડી
••• ૪૯૫ પરીઅચ ઉંચી મમ કરે, મમ જોઈ સરુપ; એનો કોઢ તુઝ લાગસેં, તન તુઝહી કરુપ
... ૪૯૬ તહતિ કરી કુમરી ભણે, વિદ્યા લેં સારી; રુષભ કહે નર સીખવું, ઉદયન ઉપગારી
... ૪૯૭ અર્થ - ઉદાયનરાજા જ્યારે વનહસ્તિની પીઠ ઉપર ચઢીને બેઠા ત્યારે હાથીની ઝુલમાં છુપાયેલી ચતુર સુભટોએ તેમને પકડી લીધા. તેમને કેદી બનાવી ચંડપ્રદ્યોતનરાજા પાસે તેઓ લાવ્યા. ... ૪૮ર
•• ૪૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org