SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૭ ઉજ્જયિની નગરીની રાજસભામાં જેનું નામ ઉદાયનકુમાર હતું તેને બોલાવવામાં આવ્યા. રાજાએ પ્રશ્ન પૂછતાં કહ્યું, “હે રાજકુમાર!તમે (કૌશાંબીનું રાજ્ય છોડી) વનમાં કેમ આવ્યા? ... ૪૮૩ તમારી માતા આ વાત સાંભળી દુઃખી થશે. તમે શેરડી જેવા નાજુક અને મીઠા છો. જેમ શેરડી સંચામાં પીલવા છતાં મીઠો રસ આપે છે, તેમ તમે પણ પરોપકારી છો. .. ૪૮૪ હે કુમાર! તમને તમારી માતાએ મારી ગોદમાં બેસાડયા છે. તમે કૌશાંબી નગરીના રવામી છો. તમે મારું વચન માન્ય કરો.” ...૪૮૫ રાજાએ આજ્ઞા કરતાં કહ્યું, “કુમાર! તમે સાંભળો. મારી પુત્રીને તમે દિવ્ય વીણા વાદનની કળા શીખવો, જે વિદ્યા તમારી પાસે રહેલી છે. ..૪૮૬ કર્મયોગે મારી પુત્રી એક આંખો કાંણી છે તેથી કોઈ પુરુષ તેને પરણવા તૈયાર થતા નથી. જો તમે દિવ્ય વીણા વાદનની વિદ્યા શીખવશો તો વિદ્યાના બળે કોઈ પુરુષ તેની સાથે વિવાહ કરશે.” ...૪૮૭ ઉદાયનકુમારે વિચાર કર્યો કે, “જો હું જીદ કરી વિદ્યા નહીં શીખવું તો રાજા મને મૃત્યુદંડ આપશે. તેની અપેક્ષાએ હું (શાણપણ વાપરી) આ કાળ સારી રીતે જ નિર્ગમન કરું.” ...૪૮૮ જે પ્રસંગ આવે ત્યારે પરિષદને ઓળખી તે પ્રમાણે વર્તન કરતો નથી, જે તક મળે ત્યારે સારાં વચનો બોલી જાણતો નથી, જે ટાણું (સ્થાન) ઓળખ્યા વિના તરવા માટે પડે છે, તે કુશળ તરવૈયો હોવા છતાં બચી શકતો નથી. ... ૪૮૯ ઉદાયનકુમારે અવસરને ઓળખી તે પ્રમાણે વર્તન કરવાનું વિચાર્યું. તેમણે કહ્યું, “હે રાજનું! હું સ્ત્રીઓની ચોસઠ કળાઓ જાણું છું. હું આપની પુત્રીની યોગ્યતા જાણી તેને વિદ્યા શીખવીશ' ...૪૯૦ ચંડપ્રદ્યોતનરાજાએ (અસત્ય બોલતાં) ઉદાયનકુમારને કહ્યું, “કુમાર! નસીબ યોગે મારી પુત્રી એક આંખે કરી છે. તે તમને જોઈને શરમાઈ જશે તેમજ મનમાં ઉણપ અનુભવશે.” ...૪૯૧ કોઈ નારીના રૂપ, કળા, ધન અને કુળ શ્રેષ્ઠ હોય, તેણે શણગાર સજ્યા હોય છતાં શરીરમાં કોઈ ક્ષતિ કે ખોડખાંપણ હોય તો તે નારી ખૂબ લજજા અનુભવે છે. તે કહે છે કે, “મને ધિક્કાર છે!” .... ૪૯૨ ઉદાયનકુમારે ઉપાય બતાવતાં કહ્યું, “રાજનું! સાંભળો. અમારા બન્નેની વચ્ચે એક પડદો બાંધશું. (તમારી પુત્રીને હું મળીશ નહીં.) આપની પુત્રી લજ્જિત ન થાય તે રીતે હું તેને વિદ્યા શીખવીશ'... ૪૯૩ ચંડપ્રદ્યોતનરાજા આ યુક્તિથી અત્યંત પ્રસન્ન થયા. તેમણે અંતઃપુરમાં જઈ પુત્રીને સમજાવતાં કહ્યું કે, “પુત્રી! તું ઉદાયનકુમારે પાસે જઈ સંગીતની વિદ્યા મેળવે. તેઓ સદ્ગણોના ભંડાર છે. ... ૪૯૪ પુત્રી ! કર્મયોગે તેમનામાં એક ક્ષતિ છે. તેમના શરીરે કોઢનો રોગ પ્રસરી ગયો છે. તું પડદાની પાછળ રહી ઓઢણી ઓઢીને ગુપ્ત રીતે વિદ્યા ભણજે (વિદ્યાગુરુને પ્રત્યક્ષ જોવા નહીં). ... ૪૯૫ પુત્રી! તું ભૂલે ચૂકે પણ કદી પડદો ઊંચો કરીને તેમના સ્વરૂપને જોવાની ચેષ્ઠા ન કરીશ. અન્યથા (૧) ચંડપ્રદ્યોતનરાજા ઉદાયનકુમારનું નામ ન આપતાં ગાંધર્વ વિદ્યા શીખવનારા ગુરુ આવ્યા છે, એવું કહે છે. (ત્રિ.શ.પુ.ચ., પર્વ-૧૦, સર્ગ-૧૧, પૃ.૧૯૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy