________________
૪૨૮
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
તેમનો કોઢનો રોગતને પણ લાગશે. તારું સુંદર શરીર પણ કુરૂપ બનશે.”
••• ૪૯૬ રાજકુંવરી વાસવદત્તાએ ‘તહત્તિ' કહ્યું. ચતુર અને પ્રાજ્ઞ રાજકુમારી સર્વ વિદ્યાઓ સારી રીતે શીખવા લાગી. કવિ ઋષભદાસ કહે છે કે, પરોપકારી ઉદાયન રાજા રાજકુંવરીને ગાંધર્વ વિદ્યાનું દાન આપવા લાગ્યા.
•.. ૪૯૭ દુહા : ૨૫ ઉપગારી ઉદયન સહી, સીખર્વે ચોંખેં ધ્યાન; રાગતાન સુર સાત જે, સખાવતો નર માન
... ૪૯૮ અર્થ:- ઉદાયનરાજા પરોપકારી હતા. તેમણે રાજકુમારી વાસવદત્તાને શુદ્ધ ધ્યાને (નિઃસ્વાર્થભાવે) વિદ્યાઓ શીખવી. તેમણે અભિમાન રહિતપણે રાજકુંવરીને સંગીતના સાત પ્રકારના સ્વર, આલાપ અને સૂર શીખવ્યાં.
... ૪૯૮ ઢાળ : ૧૯ સ્વરના સ્થાન અને ભેદ
વાસપૂજ્ય જિન પૂન્ય પ્રકારો એ દેશી. સુરના ભેદ કહે સ્ત્રી આમેં, ઉપજવાના ઠામો; પડ જ રાગ ષટ થાનકિં થાઈ, નામ કહે નર નામો
... ૪૯૯ કંઠ ઉદર રસનાને તાલું, મસ્તક છઠો નાકો; પડ જ રાગ એસિં થાનકિં ઉપજે, શ્રી સારદ મુખ વાંકો રીષભ સુરો તે હોઈ રીદયથી, નાક થકી ગંધારો; મધ્યમ નાભિ પંચમ ત્રિહું ઠામિં, કંઠ હૃદય સીર સારો સિંધવત સોય નિંભાડે નિરખો, સાઁથી અનીષાદો; ઉદયન પાસે વાસવદત્તા, સીખઈ ભેદસ્ નાદો નાદે મોહ્યા રહે નરનારી, પ્રશુ પંખી જેહો; જાતો કાલ ન જાણે દેવા, નાદિ વીણા તેહો
... ૫૦૩ સુખીયા હોઈ નાદ વિનોદ, દૂખીયાનું દુખ જાયો; સકલ જીવનેં તે મનોહારી કંદ્રપ દૂત કહાયો
... ૫૦૪ નવ રસ ઉપાઈ નાદે, રાજવલભ જ નામો; પંચમવેદ કહું પણિ એહો, પંથીનો વિસામો
... ૫૦૫ અર્થ - ઉદાયનકુમાર રવરના ભેદ-પ્રભેદ તેમજ છ પ્રકારનાં રાગને ઉત્પન થવાના સ્થાનોની વિગત વાસવદત્તા સમક્ષ કહે છે. તેમણે છ રાગ જે છ સ્થાનકોમાં થાય છે, તેનાં નામ પણ હવે કહે છે. ...૪૯૯
કંઠ, ઉદર, જીભ, તાળવું, મસ્તક અને છઠ્ઠું નાક આ છ સ્થાનોમાં પ્રકારના રાગ ઉત્પન્ન થાય છે.એમ શ્રી સરસ્વતી માતા પોતાના રવમુખે કહે છે.
...પ00
• ૫oo
...
05
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org