________________
૪૬૮
કવિ ત્રઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ'
આવ્યા.) તેઓ આનંદ પ્રમોદની વાતો કરતા હતા. ત્યારે અભયકુમારે સ્ત્રીઓની આબરૂ લેવાની કોશિશ કરી છે, એમ કહી (મહેલમાં છૂપાયેલા પાંચ સૌનિકોએ) દોરડાથી બાંધી બંદીવાન બનાવ્યા. ... ૭૩૪
ચંડપ્રદ્યોતન જેવા શૂરવીર રાજપૂત અત્યંત વિપત્તિમાં ફસાયા. જેમ વિષધરને પકડવા તેને કોઈ ઘડામાં નાખવામાં આવે છે, હાથીને અજાણ્યા ખાડામાં ફેંકવામાં આવે છે, જેથી ત્યાં શૂરવીરતા હોવા છતાં કોઈ પરાક્રમ ચાલતું નથી (તેમ ચંડપ્રદ્યોતનરાજા જંજીરોમાં જકડાઈ જવાથી નિર્માલ્ય બન્યા). ... ૭૩૫
ચંડપ્રદ્યોતનરાજાને પલંગમાં, સૂવડાવ્યા. પલંગ સાથે જ તેને દોરડા વડે બાંધી કેટલાક પુરુષો લઈને રસ્તા પર ચાલવા માંડયા. ચંડપ્રદ્યોતનરાજાએ (મુખ્ય રસ્તા) ચૌટા પર આવી બચાવ માટે ઘણી બૂમો પાડી. લોકોએ ‘આ ગાંડો છે એવું સમજી તેમના વચનો તરફ લક્ષ ન આપ્યું (રાજા પાસે રાજ પોશાક, તલવાર કે મુગટ નહતા)
.. ૭૩૬ રાજાએ માર્ગમાં બૂમાબૂમ કરતાં કહ્યું, “ઓ નગરજનો! હું ચંડપ્રદ્યોતનરાજા છું. મને આ અભય કુમાર છળકપટ કરી બાંધીને અહીંથી લઈ જાય છે. તમને બચાવો. આ ધૂર્ત છે)'' રાજાના સુભટો (કેટલાય દિવસથી આ તમાશો જોતા હતા તેથી સામે જોઈને હસતા રહ્યા પરંતુ) તેમને બચાવવા ન દોડયા. લોકોએ કહ્યું, “આ તો ગાંડો છે, જે પોતાને ચંડપ્રદ્યોતનરાજા કહેવડાવે છે.”
.. ૭૩૭. લોકોએ ગુસપુસ કરતાં કહ્યું, “અરે! આ તો પેલા વેપારી અભયશેઠનો નોકર (ભાઈ) છે. તે પાગલ છે. તેને વળગાડ થયો છે તે સહુ કોઈ જાણે છે. તેને ગાંડપણ ઉપડયું હશે, તેથી વૈદ્યરાજના ઘરે લઈ જતા હશે. તેમાં વળી શું જોવા ઊભા રહેવું?'
... ૭૩૮ સર્વ લોકો ઉપેક્ષા કરી ત્યાંથી જ્યારે વાઘ આવ્યો રે વાઘ જેવી દશા થઈ) પાછા જતા રહ્યા, ત્યારે અભયકુમાર રાજાને લઈને નગરની બહાર આવ્યા. ચંડપ્રદ્યોતનરાજાને રથમાં બેસાડયા. પ્રથમથી જ એક એક કોશ પર તૈયાર રાખેલા સારા અથવાળા રથો બદલાવતા રાજાને સુરક્ષિત રીતે રાજગૃહી નગરીમાં લાવવામાં આવ્યા.
... ૭૩૯ ધોળા દિવસે ઉજ્જયિનીની બજારમાંથી રાજાનું અપહરણ કરી અભયકુમારે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. તેમણે વ્યંગમાં કહ્યું, “મહારાજ! મેં મારું વચન પાળ્યું કે નહીં?” ચંડપ્રદ્યોતનરાજાએ દયામણે ચહેરે કહ્યું, “મંત્રીશ્વર અભયકુમાર! તમારી બુદ્ધિ અપાર છે''.
... ૭૪૦ અભયકુમારની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેઓ ચંડપ્રદ્યોતનરાજાને હાથ પકડી રાજગૃહી નગરીમાં શ્રેણિક મહારાજ સમક્ષ લાવ્યા. (ધર્મના નામે અભયકુમારને પકડીને લઈ જનાર અપરાધી) ચંડપ્રદ્યોતનરાજાને મારવા માટે તરત જ શ્રેણિક રાજાએ મ્યાનમાંથી તલવાર બહાર કાઢી. ... ૭૪૧
મહામંત્રી અભયકુમારે તરત જ પિતાનો હાથ પકડી રોકતાં કહ્યું, “પિતાજી! માલવપતિ દુશ્મન નથી પરંતુ મિત્ર છે. ઘરે આવેલા અતિથિને મારવો તે ક્ષત્રિય ધર્મથી વિરુદ્ધ છે. તેમણે મારો ખૂબ આદરસત્કાર કર્યો હતો. ઉત્તમ પુરુષો શરણાર્થીને મારતા નથી.'
... ૭૪૨ અભયકુમારે મહારાજ શ્રેણિકને રાજનીતિ સમજાવી શાંત કર્યા. ચંડપ્રદ્યોતનરાજાને બંધનમુક્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org