________________
૪૬૯
કર્યા. તેમને ફરીથી રાજમુગટ પહેરાવી (સુંદર વસ્ત્ર અને શસ્ત્ર ભેટ આપી) સન્માનપૂર્વક વિદાય કરવામાં આવ્યા. અભયકુમારની ઈચ્છા પૂર્ણ થઈ. તે પોતાના મહેલે આવ્યા. અભયકુમાર રાજગૃહી નગરીમાં પાછા આવ્યા તેની ખુશીમાં રાજાએ ધામધૂમપૂર્વક ઉત્સવ ઉજવ્યો.
.. ૭૪૩ અભયકુમારની બુદ્ધિ કુશાગ્ર અને પ્રમાણ હતી. જ્ઞાની અને સામાન્ય સર્વ લોકો તેમની બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યા. મહામંત્રી અભયકુમાર પાસે ચાર પ્રકારની ઉત્તમ બુદ્ધિ હતી. કવિ ઋષભદાસ કહે છે કે, બુદ્ધિનિધાન અભયકુમારને ધન્ય છે!
... ૭૪૪ દુહા : ૩૫ બુધિવખાણી કુંમરની, એ સમ અવરનકોય; વલી બુધિ પરધાનની, નર સુણયો સહૂકોય.
••• ૭૪૫ અર્થ - અભયકુમાર જેવી પ્રશંસનીય બુદ્ધિ જગતમાં અન્ય કોઈ વ્યક્તિ પાસે નથી. હે માનવો! પ્રધાનમંત્રી અભયકુમારની બુદ્ધિ વિશે વિશેષ માહિતી હવે પછી સહુ કોઈ માનવ જાણજો.
... ૭૪૫ ઢાળઃ ૨૫ ચેલુણારાણીનું અપહરણ અને પાણિગ્રહણ
કાંન વજાડઈ વાંસલી એ દેશી. રાગ ઃ અશાવરી સીંઘુઉં. સુણો પુરષ નર આગલે, શ્રેણીક સુત વાતો, માહારાય ચેડાતણે, છઈ પૂત્રી સાતો; પ્રભાવતી પોમાવઈ, એ સીતા જેહવી, જીઠ સુજીઠ ગીગાવઈ, (મૃગાવતી) સતી ચીલણાદેવી. શિવાદેવી તે સાતમી, રૂપસુંદરી નારી, પરણી પાંચઈ ભૂપતિ, વલી હોય કુંઅરી; નારી સુજેષ્ટાચલણા, જે કન્યાદોય, એકવાર એક તાપસી, સિંહા આવી જાય
... ૭૪૭ કુમારી સુધિ શ્રાવિકા, તસ નવિ બોલાયે, વારતા કીધી ધરમની, તવતે દૂખ પાવે; કુમરી રૂપ પટિ, ગઈ શ્રેણિક પાસે, અવસર લહી, અવસર લહી દેખાડતી, પટ સિંહા ઉલ્હાસે
••• ૭૪૮ કહે શ્રેણિક સુત સાંભલો, બુધિ હઈડે લાવો, ચેડા રાયની દીકરી, તે મુઝ પરણાવો; અભયકુમાર કાગળ લખે, સૂણિ ચેડા ભૂપ,
દઈ પુત્રી શ્રેણિકનેં, જેહનું સુંદર રુપ (૧) ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ- ૬, પૃ- ૧૦૮, ૧૦૯.
•.. ૭૪૬
•. ૭૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org