SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ४७० કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' અર્થ :- હે ભવ્ય જીવો!તમે મહારાજા શ્રેણિકના પુત્ર અભયકુમારની વાતો આગળ સાંભળો. વૈશાલી નરેશ ચેડારાજાની સાત કન્યાઓ હતી. તેમાં પ્રભાવતી અને પદ્માવતી એ સતી સીતા જેવી શીયળવાન સ્ત્રીઓ હતી. જયેષ્ઠા, સુયેષ્ઠ, મૃગાવતી અને ચેલણાદેવી સદાચારી સતી સ્ત્રીઓ હતી. .. ૭૪૬ શિવાદેવી સાતમા નંબરની પુત્રી હતી, જે અત્યંત સ્વરૂપવાન હતી. તેમની સાત કન્યાઓમાંથી પાંચ પુત્રીઓ ક્ષત્રિય રાજાઓ સાથે પરણી હતી, જ્યારે બે દીકરીઓ કુંવારી હતી. સુજ્યેષ્ઠા અને ચલ્લણાદેવી આ બન્ને કન્યાઓ રાજસભામાં બેઠી હતી. ત્યારે એકવાર ત્યાં એક સંન્યાસિની આવી. ... ૭૪૭ | સુયેષ્ઠા અને ચલ્લણા બન્ને બહેનો જૈન ધર્મની સાચી શ્રાવિકાઓ હતી. તેમણે અન્યધર્મી એવી સંન્યાસિનીને બોલાવી નહીં તેથી તેણીને માઠું લાગ્યું. તેણે આ કન્યાઓ સાથે ધર્મચર્ચા નિમિત્તે વાદવિવાદ કર્યો. સુજ્યેષ્ઠા અને ચલ્લણાએ તેને ધર્મચર્ચામાં પરાજિત કરી. સંન્યાસિની માન ભંગ થવાથી વધુ ક્રોધે ભરાઈ. (તેણે નિશ્ચય કર્યો છે કે આ કન્યાઓના એવી જગ્યાએ લગ્ન કરાવું કે જે રાજાને ઘણી રાણીઓ હોય જેથી તેમને માન ન મળે.) તેણે કુંવરી સુજ્યેષ્ઠાનું સુંદર ચિત્ર દોર્યું. આ ચિત્રપટ લઈ તે શ્રેણિકરાજા પાસે આવી. અવસર જોઈને તેણે આ ચિત્રપટ રાજાને બતાવ્યું. આ ચિત્ર જોઈ રાજા મુગ્ધ થયા. ... ૭૪૮ શ્રેણિક મહારાજાએ પોતાના બુદ્ધિશાળી પુત્ર અભયકુમારને કહ્યું, “વત્સ! આ વૈશાલીના (હૈહયવંશના) ચેડારાજાની પુત્રી છે. તે અત્યંત સ્વરૂપવાન અને ગુણવાન છે. મને આ કન્યા સાથે વિવાહ કરવા છે તે માટે તું કોઈ યુક્તિ વિચાર.” અભયકુમારે પ્રથમ ચેડારાજાને એક વિનંતીભર્યો પત્ર લખ્યો. તેમણે પત્રમાં લખ્યું કે, “હે ચેડારાજા તમારી કન્યા સુયેષ્ઠાનો હાથ મગધનરેશના હાથમાં આપો.' ... ૭૪૯ દુહા ઃ ૩૬ પુત્રી નદીઈ રાયને, તેડયો અભયકુમાર; નગર વિશાલામાં ગયો, જિહાં ચેડા નૃપસાર. ... ૭૫૦ વણીગ થઈ ધૃત વેચતો, હાઈ શ્રેણિક રુપ; ચીલણાદેખી હરખતી, શ્રેણિકનું સરુપ. •.. ૭૫૧ અભયકુમાર સું તે મલી, રાખ્યો સંચ તસ કાય; તુઝ પરણેવા આવસે, સણગિં શ્રેણીકરાય. ••• ૭૫ર કરી નિશ્ચદે પાછો વલ્યો, શ્રેણીક ચલાવ્યો તામ; લેઈ ચીલણાનેં આવીઉં, સુત વાધ્યા ગુણ ગ્રામ. ... ૭૫૩ અર્થ:- ચેડારાજાએ પોતાની વહાલસોયી પુત્રી શ્રેણિકરાજાને આપવાનો ઇન્કાર કર્યો. શ્રેણિકરાજા વાહી કુળમાં જન્મ્યા હતા, જ્યારે ચેલ્લણા હૈહયવંશની કન્યા હતી. સમાન કુળના વરકન્યા વિવાહ યોગ્ય છે, બીજા નહીં; એવું ચેડા રાજા વિચારતા હતા. શ્રેણિકરાજાએ ત્યારે નિરાશ થઈ પુનઃ અભયકુમારને સેવક દ્વારા નિમંત્રણ આપી બોલાવ્યા. અભયકુમારે પિતાની ઈચ્છા પૂર્ણ કરવા વિશાલા નગરી તરફ પ્રયાણ કર્યું. વિશાલા નગરીમાં મહાપ્રતાપી ચેડા રાજા રાજ્ય કરતા હતા. ત્યાં અભયકુમાર આવ્યા. ... ૭૫૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy