________________
૪૭૧
તેમણે એક વેપારીનો વેશ ધારણ કર્યો. તેમણે પોતાની ત્યાં હાટ (દુકાન) માંડી, જેમાં તેઓ ઘી વહેંચતા હતા. આ હાટમાં અભયકુમારે પોતાના પિતા શ્રેણિક રાજાનું સુંદર ચિત્ર દોરાવી લટકાવ્યું. દાસી દ્વારા શ્રેણિકરાજાના સૌંદર્યની પ્રશંસા સાંભળી ચેલ્લાદેવીએ તે ચિત્ર પોતાની પાસે મંગાવ્યું. ચિત્રમાં રહેલા અપાર સૌંદર્યવાન મગધ નરેશને જોઈ તે મોહિત થઈ.
... ૭૫૧ ચેલ્લેણાદેવી હવે અભયકુમારને મળ્યાં. તેમની સાથે આવાગમન કરી વ્યવહાર ચાલુ રાખ્યો. (અભયકુમારને તેમણે રાજા સાથે પરણવાની ઈચ્છા જણાવી.) અભયકુમારે કહ્યું, “તમને પરણવા માટે શ્રેણિક રાજા સુરંગ માર્ગે આવશે.”
... ઉપર આ રીતે સમય ઇત્યાદિ નિર્ધારિત કરી અભયકુમાર પુનઃ રાજગૃહી નગરીમાં આવ્યા. તેમણે શ્રેણિક રાજાને સર્વ હકીકત જણાવી સુરંગના માર્ગે રવાના કર્યા. (પૂર્વ યોજના અનુસાર સર્વ કાર્ય નિર્ધારીત પાર પડયું) શ્રેણિક રાજા રથમાં બેસાડી ચલ્લણાદેવીને લઈ નગરમાં પાછા આવ્યા. મગધનરેશના પુત્ર અભયકુમારની બુદ્ધિની ચારે તરફ પ્રશંસા થવા લાગી.
... ૭૫૩ ઢાળ : ર૬ ચેલણારાણીની દોહદપૂર્તિ
ત્રિપદીની એ દેશી. હવું ચીલણા જાઈ આધાનો, ભંડો ડોહલો ભઈલો ધ્યાનો; ગયો દેહનો વાનો હો રાજન.
•.. ૭૫૪ તવ ચિંતા નૃપ થઈ અપારો, વિર્ગે તેડયો અભયકુમારો; ભાખ્યો સહૂઅધીકારો હો રાજન.
... ૭૫૫ કુંમરઈ મંશ અણાવ્યું ત્યારે, બાંધ્યું પેટ શ્રેણીકનું જ્યાંહંઈ; સુતો ઉરડા માંહઈ હો રાજન.
•.. ૭૫૬ ચીલણાને પાસે બેસારી, સેવક એક પાલી ભેંસારી; કાપઈ મંસલેનારી હો રાજન.
... ૭૫૭ કપર્ટ શ્રેણીક કરે પુકારો, વેદનખમી ન જાઈ લગારો; પૂરયો ડોહલો અપારોહો.
... ૭૫૮ અર્થ - વર્ગના દેવો જેવા ભોગ સુખો ભોગવતાં ચેલુણારાણી ગર્ભવતી બન્યા. તેમને ગર્ભના પ્રભાવે ત્રીજા માસે એક વિચિત્રદોહદ અને અશુભ ભાવ ઉત્પન્ન થયા. આવા અઘટિત દોહદથી ચેલ્લણારાણી ચિંતાતુર થયા તેથી તેમનું રૂપ કરમાવા લાગ્યું. શરીરનો વર્ણ નિસ્તેજ થયો.
.. ૭૫૪ ચલ્લણારાણીની અવદશા જોઈ મહારાજા શ્રેણિકની ચિંતાનો કોઈ પાર ન રહ્યો. તેમણે રાણીનો વિચિત્ર દોહદ જાણ્યો. આ દોહદને પૂર્ણ કરવા તેમણે મહામંત્રી અભયકુમારને સત્વરે બોલાવ્યા. તેમણે
(૧) નોંધ :- સજયેષ્ઠાએ દાસી દ્વારા અભયકુમારની હાટેથી શ્રેણિક રાજાનું ચિત્ર મંગાવ્યું, ચેલણાએ નહીં. (૨) ત્રિ.શ.પુ.ચ. પર્વ – ૧૦, સર્ગ - , પૃ.૧૧૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org