________________
૪૭૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ'
••• ૭૫૫
પ્રધાનમંત્રીને સર્વ વિગત વિસ્તારથી જણાવી.
અભયકુમારે પોતાની નાની માતા ચેલ્લેણાદેવીની અભિલાષા પૂર્ણ કરવા સસલાનું માંસ શ્રેણિકરાજાની છાતી ઉપર બાંધી તેને ચામડાથી ઢાંકી દીધું. ત્યાર પછી શ્રેણિક રાજાને અંધારા ખોરડામાં સીધા સૂવડાવ્યા.
... ૭૫૬ ચલ્લણારાણીને મહારાજાની સમીપમાં બેસાડયા. એક સેવક છરીથી રાજાની છાતી પર મૂકેલા માંસના ટુકડા કાપીને રાણીને આપવા લાગ્યો. ચેલ્લણારાણી ખુશ થઈને તે માંસ ખાવા લાગ્યા. ... ૭૫૭
સેવક જ્યારે માંસ કાપતો હતો ત્યારે શ્રેણિકરાજા પૂર્વોક્ત સંકેત અનુસાર સહન ન થઈ શકે એવી ખૂબ વેદનાનો અનુભવ કરી મૂચ્છિત પામવા લાગ્યા. રાણી પતિનું દુઃખ જોઈ ખુશ થવા લાગ્યા. આ રીતે અભયકુમારે બુદ્ધિના પ્રયોગથી મહારાણી ચેલ્લણારાણીનો વિચિત્રદોહદ પૂર્ણ કર્યો. ... ૭૫૮.
ચોપાઈઃ ૧૫ મુનિ પુંગવોની નિંદાનું નિવારણ અભયકુમારના માન વાધેહ, એક દીન મુનિને નર નંદેહ; અભયકુમારિ વારયા સહુ, તેહનેં પુણ્યહવ તિહા બહુ.
•.. ૭૫૯ ભીખારી હુઉ સંયમ ઘણી, તેહને લોક વખાણી; અતુઠ કોડિ એણે મુંકી સહી, સૂરી ધરિ વાત ન જાઈ કહી.
... ૭૬૦ બુધિ વિચારઈ અભયકુમાર, પાંચ રન લીધાં તિણઈ સાર; નગર લોકનિ તેડી કહે, પાચ તજે તો પાચીઈ ગ્રહે. પૃથ્વી પાણી તેઉવાય, વનસપતી મુંકે જે તાય; પાંચ રત્ન નર પામેં તેહ, એક તજંઈ તો એક જલેહ. કોહોની જીવન ચાલઈ ત્યાંહિં, એ મૂકયાં નવિ જાંઈ કયાંહિ; અભયકુમાર કહઈ કહો તુમ અમે, નંદ્યા સાધ કરૌ કિમતમો. પાંચઈ રન નવી હાર્થિ ધરાયાં, વિણ લીધઈ પાંચઈ પરહરયાં; ત્રસકાઈ તણઈ નવિહણઈ, કંચન પથર સરખાં ગણઈ.
••• ૭૬૪ કામ ભોગ જેણે પરહરયા, વણજ સકલ જેણે દૂરઈ કરયાં; તથા સાધનિ નંદો કાય, લોક સકલલીયા મનમાંહિ. નકરઈ નંદ્યા કો સાધની, સ્તુતિ કરતા સાતમું તેહની; મહીમા અભયકુમારનો એહ, જેહની બુધિતણો નહીછેહ.
...૭૬૬ અર્થ:- અભયકુમાર અત્યંત બુદ્ધિશાળી હોવાથી તેઓ સર્વત્ર સન્માનીય બન્યા. એક દિવસ તેમણે પુરુષોને જોયા જે સાધુના અવર્ણવાદ બોલતા હતા. અભયકુમારે તે લોકોને સાધુની નિંદા કરતાં અટકાવ્યાં. આ પ્રમાણે કરતાં તેમણે પુષ્કળ પુણ્ય કર્મ સંચિત કર્યું.
... ૭૫૯ (૧) ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ-૧૧, પૃ-૨૦૩.
••• ૭૬૧
••• ૭૬૨
••• ૭૬૩
•.. ૭૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org