SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ४७ એક ભિખારી (કઠિયારો) સંસારથી વિરકત થઈ સર્વવિરતિ ધર્મના માલિક બન્યા. તેમની પૂર્વ અવસ્થાથી પરિચિત લોકો તેમની નિંદા મશ્કરી કરતાં બોલ્યા, “લક્ષ્મીદેવી અપ્રસન્ન થવાથી તેણે સંસારનો ત્યાગ કર્યો છે.” લોકોની અવજ્ઞા સહન ન થવાથી મુનિ નગર છોડી વિહાર કરવા તૈયાર થયા. ત્યારે અભયકુમારે વિહાર ન કરવા જણાવ્યું. (સુધર્માસ્વામીને એક દિવસ રોકાઈ જવા કહ્યું.) .... ૭૬૦ અભયકુમારે શ્રમણોની નિંદા રોકવા એક યુક્તિ કરી. તેમણે રાજ્યભંડારમાંથી પાંચ ઉત્તમ રત્નો લીધાં. તેમણે પડહવગડાવી લોકોને કહ્યું, “જે પાંચ વસ્તુઓ છોડશે તે પાંચ રત્ન મેળવી શકશે. ...૭૬૧ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય એ પાંચનો જે વ્યક્તિ ત્યાગ કરશે તે પાંચ અમૂલ્ય રત્નો મેળવશે. જે વ્યક્તિ એક વસ્તુનો ત્યાગ કરશે તે એક રત્ન પ્રાપ્ત કરી શકશે.'... ૭૬૨ કોનું જીવન આ પાંચ વસ્તુ વિના ચાલી શકે એમ છે?” લોકો વિચારવા લાગ્યા કે આ પાંચ વસ્તુઓ વિના પ્રાણીઓનું જીવન અશક્ય છે. તેનો ત્યાગ કરવો દુર્લભ છે. એક પણ વ્યક્તિ જ્યારે ત્યાગ કરવા તૈયાર ન થઈ ત્યારે અભયકુમારે કહ્યું, “નગરજનો! (તમે એક પણ વસ્તુ એક દિવસ માટે પણ છોડી શકતા નથી તો આ શ્રમણોએ આ પાંચ વસ્તુઓનો જાવજીવ સુધી ત્યાગ કર્યો છે.) કહો, આવા મહાન ત્યાગી સાધકની તમે શામાટે નિંદા કરો છો?' .. ૭૬૩ અપરિગ્રહી શ્રમણોએ પાંચ રનોને હાથમાં ગ્રહણ કર્યા વિના જ પાંચે વસ્તુઓ (પૃથ્વીકાયાદિ) નો ત્યાગ કર્યો છે. તેઓ ત્રસકાયને પણ દુઃખ પહોંચાડી મારતા નથી. તેઓ (નિઃસ્પૃહી હોવાથી) સુવર્ણ અને પત્થરને સમાન ગણી તેમાં હર્ષ કે શોક પણ કરતા નથી. .. ૭૬૪ તેમણે પાંચે ઈન્દ્રિયોના વિષયોનો તેમજ કામભોગનો ત્યાગ કર્યો છે. તેમણે સઘળાં પ્રકારનાં વ્યાપારોનો પરિહાર કર્યો છે. તેવા મહાન તપસ્વી શ્રમણોનો ઉપહાસ શામાટે કરો છો?” લોકોએ અભયકુમારની વાત મનમાં સ્વીકારી લીધી. ... ૭૬૫ નગરજનોએ સાધુના અવર્ણવાદ બોલવાનો ત્યાગ કર્યો. એટલું જ નહીં તેઓ હવે મહાન શ્રમણોના ત્યાગની સ્તુતિ કરવા લાગ્યા. લોકોમાં આવેલા પરિવર્તનનું મુખ્ય કારણ અભયકુમારનું ચાતુર્ય હતું. અપાર બુદ્ધિશાળી અભયકુમારનો મહિમા અપરંપાર હતો. તેમની ઓયાતિકી બુદ્ધિનો કોઈ અંત ન હતો... ૭૬૬ દુહા ઃ ૩૭ ધારિણી રાણીની મનોરથપૂર્તિ નૃપશ્રેણીક તણિ તીહાં, રાંણી ધારણી જેહ; સુખ વિલર્સે સંસારનામહવી ગર્ભણી તેહ. શ્રેણીક કહે સુત સાંભલો, ચિંતા ઉપની મુઝ; (૧) અભયકુમારે શ્રમણોની અવહેલનાનું નિવારણ કરવા રત્નો ભરેલી ત્રણ પેટીઓ મંગાવી. “જે વ્યક્તિ સ્ત્રી, અગ્નિ અને જળનો ત્યાગ કરશે તેને રત્ન મંજૂષા આપવામાં આવશે.” એવું જાહેર કર્યું. જ્યારે કોઈ તૈયાર ન થયું ત્યારે તેમણે લોકોને કહ્યું,” આ રત્નના સાચા હકદાર આ મુનિઓ છે. જેમણે સ્ત્રી, અગ્નિ અને જળ ઉપરાંત રત્નો પણ ત્યજી દીધાં છે. ઉત્તમ મુનિઓ સુવર્ણ પાત્ર છે. (અભયકુમાર મંત્રીશ્વરનું જીવન, પૃ-૪,૫.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy