________________
४७४
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
મેઘ તણી ડોહલો હુઉ, જે ચુલ માતા તુઝ.
•.. ૭૬૮ આઠમ ધરી પોષધ ધરઈ, બાયો સૂર મનમાંહિ; સૂધરમઈ સરગઈ થકી, આવ્યોવેગિં ત્યાંહિ.
... ૭૬૯ વેગઈ મેહવીકરુવીલ, ગાજવીજ ઘનઘોર; પંચ વરણ થઈ વરસતો, બોલઈ ચાતુક મોર.
••• ૭૭૦ ફરઈ ધારણી ગજ ચઢી, સાથિં શ્રેણીકરાય; વઈભારગિરી ગયા, પુરી મન ઈછાય.
...૭૭૧ પૂરે દીવસે સુત જણ્યો, નામ તે મેઘકુમાર; ૪૫ કલા ગુણ વાધતા, જાણઈ સુર અવતાર.
•.. ૭૭૨ શ્રેણીકરાય પ્રશંસતો, ધનઉં અભયકુમાર; વિષમો ડોહલો પૂરીઉં, ખરી બુધિ તુઝ ચ્યાર.
.. ૭૭૩ અર્થ :- શ્રેણિકરાજાની મુખ્ય રાણીઓમાં એક ધારિણી રાણી હતી. શ્રેણિક રાજા સાથે સંસારના સુખો ભોગવતાં તેઓ સગર્ભા બન્યા.
... ૭૬૭ શ્રેણિકરાજાએ એકવાર પોતાના આજ્ઞાંકિત પુત્ર અભયકુમારને કહ્યું, “વત્સ! મને એક ચિંતા ઉત્પન્ન થઈ છે. તેને દૂર કરવાનો કોઈ ઉપાય કહે. તારી નાની માતા ધારિણીદેવીને પંચવર્ણી મેઘનો અશક્ય દોહદ ઉત્પન્ન થયો છે. પુત્ર!આવો અશક્ય દોહદ શી રીતે પૂર્ણ થશે?”
.... ૭૬૮ અભયકુમારે આ મેઘનો દોહદ પૂર્ણ કરવા દેવને પ્રસન્ન કરવા વિચાર્યું. તેમણે પૌષધ સહિત અઠ્ઠમ તપની તપશ્ચર્યા કરી. પોતાના મિત્રદેવનું ધ્યાન કરી સ્મરણ કર્યું. સુધર્મ વર્ગલોકથી મિત્રદેવ તરત જ ત્યાં દોડી આવ્યા.
.. ૭૬૯ (અભયકુમારે પોતાની માતાની દોહદની વાત દેવને જણાવી.) દેવે ઝડપથી આકાશમાં કાળાં ઘનઘોર વાદળો અને ગાજવીજ રચી મધ વિદુર્યો. દેવની માયાજાળથી આકાશમાંથી પાંચવર્ણી મેઘની ઝરમર ઝરમર વર્ષા થઈ. ઘનઘોર વાદળોને જોઈ ચાતક પક્ષી અને મોર આનંદથી ટહુંકવા લાગ્યા. ... ૭૭૦
ઝરમર વરસતા વરસાદમાં ગજ પર બેસી ધારિણીરાણી સાથે શ્રેણિક મહારાજા વૈભારગિરિ પર્વત ઉપર ફરવા લાગ્યા. આ પ્રમાણે અભયકુમારે દેવને પ્રસન્ન કરી માતાની ઈચ્છા પૂર્ણ કરી. ... ૭૭૧
ધારિણીરાણીએ સવા નવ માસે (પૂરા દિવસે) એક સુંદર, સ્વરૂપવાન પુત્રને જન્મ આપ્યો. તે પુત્રનું નામ મેઘના દોહદ ઉપરથી મેઘકુમાર પાડવામાં આવ્યું. આ બાળક અનુક્રમે રૂ૫, કળા અને ગુણમાં વૃદ્ધિ પામ્યો. જાણે કોઈ સ્વર્ગલોકનાદેવનો અવતાર નહોય!
... ૭૭ર મહારાજા શ્રેણિકે કુશાગ્ર બુદ્ધિના સ્વામી પોતાના પુત્ર અભયકુમારની ખૂબ પ્રશંસા કરી. મહારાજાએ કહ્યું, “વત્સ! તેં અસાધારણ - દારૂણ દોહદ પૂર્ણ કરી મારી મોટી ચિંતા દૂર કરી છે. ખરેખર! (૧) શ્રી જ્ઞાતાધર્મકથા, અ.- ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org