________________
૪૬૭
(સોનામહોરો આપી) પોતાના મહેલમાં લાવ્યા.
... ૭૨૫ તેને નિત્ય મુખ્ય બજારમાં લઈ જઈ એક સેવક (પૂર્વોકત સંકેત અનુસાર) જ્યારે જોવાની માર મારતો, ત્યારે તે પાગલ (અભયકુમારના કહ્યા પ્રમાણે અભિનય કરતો) મોટેથી (“દોડો, દોડો મને અભય કુમાર મારી રહ્યો છે. હું ચંડપ્રદ્યોતનરાજા છું એ મને પકડીને રાજગૃહી નગરીમાં લઈ જાય છે. મને કોઈ બચાવો. હું તમારો ઉપકાર નહીં ભૂલું ઈત્યાદિ) બૂમો પાડીને કહેવા લાગ્યો, “અરે! નગરજનો શું જોઈ રહ્યા છો? મને કોઈ બચાવો.” લોકો જ્યારે બચાવવા જતા ત્યારે નકલી ચંડપ્રદ્યોતન ખડખડાટ હસવા લાગતો. લોકોએ જાણ્યું કે, “આ ચંડપ્રદ્યોતનરાજા નથી પણ કોઈ પાગલ માણસ છે'
... ૭ર૬ આ સેવક પ્રતિદિન ખૂબ ગાંડપણ કરવા લાગ્યો. જેમ મધપૂડો મધમાખી વડે વીંધાય છે, તેમ સેવકો વડે આ વળગાળ પામેલા માણસ જેવા ફરતો પાગલ પગરખાની મારથી વીંધાયો. નગરના લાખો લોકો તેની પાછળ (ચીડવતા) ફરવા લાગ્યા.
શરૂઆતમાં લોકોને નિત્ય આ દશ્ય જોઈ કૂતુહલ થતું. થોડા દિવસો પસાર થતાં લોકો થાક્યા. “આ ગાંડો છે' એમ જાણી તેની સામે જોવાનું પણ છોડી દીધું. ગાંડો માણસ ઉછળકૂદ (ભાગાભાગ) કરતો કહેવા લાગ્યો, “મને બચાવો. આ લોકો મારી સાથે અન્યાય કરે છે.' (અભયકુમારે લોકોને કહ્યું, “આ મારો ભાઈ છે. તે અસ્થિર મગજનો છે'', આ નાટક કેટલાક દિવસો સુધી નિત્ય ચાલ્યું.
... ૭૨૮ સાત દિવસ વ્યતીત થયાં, ત્યારે ચંડપ્રદ્યોતનરાજા ત્યાં આવ્યા. તક જોઈને તેઓ શ્વેતમહેલમાં ચઢયા. ત્યા પ્રમાણે મૃગનયની કન્યાઓની સામે પ્રેમ ભરી નજરે જોયું.
.. ૭૨૯ વિષયાંધ પુરુષો કદી સત્યાસત્યને વિચારતા નથી તેથી વિપત્તિમાં પડે છે. જાણકાર ચતુર પુરુષો પણ અજ્ઞાનતાથી સંકટ વહોરે છે. તેઓ પારકા ઘરમાં પ્રવેશે છે તેથી જીવનશક્તિ (પ્રાણ) ગુમાવે છે... ૭૩૦
જેમ સ્પર્શેન્દ્રિયના વિષયમાં આશક્ત બનેલો મદોન્મત્ત હાથી અજાણતાં હાથિણીને સ્પર્શ કરવા જતાં ખાડા (વાવ) માં પડે છે, રસનેન્દ્રિયના વિષયમાં આસક્ત બનેલો મૂર્ખ શિરોમણિ મત્સ્ય રસનાના સ્વાદમાં (શિકારીની કાંટાળી જાળ તાળવે ચોંટતા) મૃત્યુને આવકારે છે.
.. ૭૩૧ કમળના પુષ્પોની સુંદર પરિમલને ભોગવનારો લોભી ભમરો ધ્રાણેન્દ્રિયના વિષયમાં આસક્ત બને છે. રાત્રિ થતાં કમળપુષ્પ બીડાઈ જતાં તે સ્વયં તેમાં બંધ થઈ જાય છે. આંખ હોવા છતાં ચક્ષુરિન્દ્રિયના વિષયમાં આસક્ત બનેલો પતંગ છેતરાઈને અગ્નિની જ્યોતમાં પોતાના અંગને પ્રજાળે છે. ...૭૩૨
સંગીતના નાદમાં આસક્ત બનેલા મૃગો શ્રોતેન્દ્રિયના વિષયમાં લોલુપ થતાં શિકારની જાળમાં ફસાઈ મરણને શરણ થાય છે. ઉપરોક્ત પશુઓના દ્રષ્ટાંતમાંથી ઉત્તમ લોકો સાર પ્રાપ્ત કેમ કરતા નથી? ખરેખર! વિષયાસક્ત પુરુષોને ધિક્કાર છે.
... ૭૩૩ તેઓ જાણકારી હોવા છતાં સામે ચાલીને અંધારા કૂવામાં પડે છે. જુઓ મુંજ રાજા એક સ્ત્રીમાં આશક્ત બન્યા તેથી શત્રુઓ પડે પકડાઈ જતાં નગરજનોના દ્વારે ભીખ માંગતા ટળવળવા લાગ્યા. ચંડપ્રદ્યોતન રાજા કન્યાઓના રૂપમાં સ્તબ્ધ બન્યા તેથી શ્વેત મહેલમાં આવ્યા. (તેઓ રાજાનો વેશ બદલી કન્યાઓની પાસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org