SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ આપનું કાર્ય સરે તેમ નથી. (આ કન્યાઓ સરળતાથી વશ થાય તેમ નથી, છતાં ચંડપ્રદ્યોતનરાજાએ કન્યાઓને મેળવવાની આશા છોડી નહીં. તેમણે બીજે દિવસે દાસીને પુનઃ ત્યાં મોકલી. ... ૭૧૭ દાસીએ કિંમતી વસ્તુઓ કન્યાઓને ભેટ આપી. તેણે વિનંતી કરતાં કહ્યું, “બહેન! તમે બન્નેએ અમારા રાજાનું દિલ જીતી લીધું છે તેથી તમે અમારા રાજા પાસે ચાલો.' કન્યાઓએ હળવો રોષ કરી કહ્યું, “દૂતી ! એક સતી સ્ત્રી પાસેથી કામભોગની ઈચ્છા કરવી શું શોભનીય છે? તેવા સંયોગો પ્રાપ્ત થવા અત્યંત દુર્લભ છે.” (અભયકુમારની ડ્યૂહરચના અનુસાર પુનઃ પરિચારિકાને કન્યાઓએ ભગાડી મૂકી)... ૭૧૮ દાસી આ સાંભળીને ત્યાંથી નિરાશ વદને પાછી ફરી. તેણે આવીને રાજાને કહ્યું, “મહારાજ! આ કન્યાઓથી આપની મહારાણી બનાવવાની ઈચ્છા પૂર્ણ નહીં થશે. તેઓ પોતાને સતી સ્ત્રીઓ તરીકે ઓળખાવે છે. તેમની સાથે સ્નેહના સંબંધો શી રીતે બંધાશે? ... ૭૧૯ લોક સમુદાયમાં આપણી લાજ જશે. હે મહારાજ! આ કાર્ય અશક્ય છે તે જાણો.” રાજાએ (નિરાશ ન થતાં) પુનઃ ત્રીજીવાર દાસીને ત્યાં મોકલી. દાસીએ જઈ કન્યાઓને ઉત્તમ વસ્તુઓની ભેટ આપી રાજાની ખૂબ પ્રશંસા કરી. ... ૭૨૦ ત્યારે કન્યાઓએ કહ્યું, “રાજા વારંવાર શું એકની એક વાત કહે છે? તમારા રાજા અમારા ઉપર મોહિત છે, તેમ અમે પણ તેમના રૂપમાં મોહિત છીએ. જ્યાં સુધી અમારા સદાચારી ભાઈ રક્ષા કરે છે, ત્યાં સુધી રાજા સાથે મિલાપ નહીંથાય. ... ૭૨૧ અમારા ભાઈ જ્યારે બહારગામ જાય (પાગલભાઈ પ્રદ્યોતનને બાંધી વૈદ્ય પાસે લઈ જાય ત્યારે બપોરના સમયે તમારા રાજા ગુપ્તપણે અહીં આવેતો) ત્યારે તેમને મળવાનો અવસર પ્રાપ્ત થશે. આ વાત જઈને તમે તમારા રાજાને જણાવો. (તેઓ એકલા, સાદા વસ્ત્રોમાં અહીં આવે)'' ...૭૨૨ દાસીએ ખુશ થઈને સર્વ વાત રાજાને જણાવી. ચંડપ્રદ્યોતનરાજા આ સાંભળીને પ્રસન્ન થયા. જેમ પાળેલો બિલાડો ખીર જોઈ ખાવા લલચાય છે પરંતુ બુદ્ધિપૂર્વક (લાકડી) તીરના નિશાનને જોતો નથી. (તેમ ચંડપ્રદ્યોતનરાજા છેલછબીલી કન્યાઓની ખૂબસૂરતી પ્રત્યે લલચાયા, તેનું પરિણામ શું આવશે તેનો તેમણે વિચાર કર્યો) ... ૭૨૩ કન્યાઓની વાત સાંભળી રાજા મનમાં ખૂબ હરખાયા. ત્યારે કન્યાઓએ અભયકુમારને જણાવતાં કહ્યું, “મંત્રીશ્વર! ચંડપ્રદ્યોતનરાજા અમારાથી આકર્ષાઈને અહીં જરૂર આવશે. ત્યારે તમે તેમને જરૂરથી પકડી લેજો.” ... ૭૨૪ અભયકુમારે એક યુક્તિ હૃદયમાં વિચારી. તેમણે દેખાવમાં ચંડપ્રદ્યોતનરાજા જેવો જ એક માણસ સેવક શોધી કાઢયો તે પાગલ બનવાનો સુંદર અભિનય કરવા લાગ્યો. તેનું નામ પ્રદ્યોતકુમાર રાખ્યું. તે ઉજ્જયિની નગરીની સડકના ચોટા ઉપર ગાંડાની જેમ બૂમો મારતો ફરવા લાગ્યો. અભયકુમાર તે પુરુષને (૧) કન્યાઓએ કહ્યું, “અમારો ભાઈ સાત દિવસ પછી પરદેશ જવાનો છે. ત્યારે રાજા અહીં ગુપ્તપણે આવે, જેથી અમારો સંગ થશે.' (ત્રિ.શ.પુ.ચ. પર્વ – ૧૦, પૃ-૨૦૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy