SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ કવિ ઋષભદાસ કૃત શ્રી શ્રેણિક રાસ' દયાળુ બન્યો હતો. તે હવે કોઈનું નામ લેતો ન હતો. (કોઈને હેરાન કરતો ન હતો.). ... ૯૦૭ સેચનક હસ્તિમાં આવેલા એકાએક પરિવર્તનથી મહારાજા પરેશાન થઈ ગયા. મહારાજા શ્રેણિકે મહામંત્રી અભયકુમારને ગજરાજની દશા વિશે વાત કરી. મહારાજા શ્રેણિકે કહ્યું, “પુત્ર! (આ ગજરાજને શું થયું છે?) ગજરાજ કોઈ કોટ-કિલ્લાને તોડતો નથી કે શત્રુઓ સાથે યુદ્ધ કરતો નથી. આ ગજરાજ ધર્મિષ્ઠ થયો છે.” ...૯૦૮ (અભયકુમારે વિચાર્યું, “કાંટાથી કાંટો ટળે' એ યુક્તિ અનુસાર તેને અધર્મીના ઘરે બાંધવાથી તેનામાં અધર્મના સંસ્કારો પડશે.) મહામંત્રી અભયકુમારે તેને ખાટકીના ઘરે બાંધ્યો. સેચનક હસ્તિએ પશુઘાત, રક્તની ઘારા, (પશુઓની ચિચિયારી અને ખાટકી દ્વારા પશુઓનો વધ) જેવા દૂર દશ્યો સતત જોયા તેથી તે દુષ્પરિણામી બન્યો. ... ૯૦૯ ગજરાજ હવે શૂરવીરતા બતાવી, તોફાન મચાવી સંગ્રામમાં દુશ્મનો સાથે લડવા લાગ્યો. ગજરાજની શક્તિનું વર્ણન આગળ કરવામાં આવશે. ખરેખર! સર્વ હાથીઓમાં સેચનક હસ્તિ શ્રેષ્ઠ અને ઉત્તમ હતો. ... ૯૧૦ નંદિષેણ કુમાર અને ગજરાજ સેચનકની કથા કવિ ઋષભદાસ દ્વારા અહીં કહેલી છે. મહારાજા શ્રેણિકના નંદિષેણ કુમારની જેમ કાલાદિક ઘણા પુત્રો હતા. •.. ૯૧૧ દુહા : ૪૬ શ્રેણિક સુત સુખ ભોગવઈ, જાતો ન જાણઈ કાલ; એણઈ અવસરિ જિન આવીઆ, જીવદયા પ્રતિપાલ ... ૯૧૨ અર્થ :- મહારાજા શ્રેણિક સુખેથી દિવસો પસાર કરે છે. સુખના દિવસો ક્યાં પસાર થઈ જાય છે, તેની ખબર પડતી નથી. રાજગૃહી નગરીમાં તે સમયે (છ કાય જીવોના રક્ષક, અહિંસા પ્રેમી) ભગવાન મહાવીર સ્વામીનું પદાર્પણ થયું. .. ૯૧ર ઢાળ - ૩૭ મેઘકુમારની પ્રવજ્યા અને કસોટી' ઈમ બોલઈ કમલાવતી એ દેશી. રાગ : ગોડી જીવ સકલનિં રાખતા, સ્વામી વીર નિણંદ; સુણી શ્રેણિક જાય વાંદવા, મનિ ધરતો હો અતિ આણંદ ... ૯૧૩ બો. બોલઈ રે જિન જગ ગુરુ.. એ આંચલી સ્તવતો હરખ ધરઈ ઘણો, ભલિ આવ્યા શ્રી જિન વીર; તુમ દરીસણ લોચન ઠરયાં, વલી વચનિ તો થયું શીતલ શરીર ... ૯૧૪ બો. જિન દીઈ મધુરી દેશના, ઝંડો ભોગ કષાય; હિંશા અશતિ ન આદરઈ, લેઈ સંયમ હો જીવ મુગતિ જાય .. ૯૧૫ બો. સુણતાં શ્રેણિક પામીઇ, ગાયક સમકિત સાર; (૧) મેઘકુમાર ચરિત્ર : શ્રી જ્ઞાતાસૂત્ર, અ. ૧, પૃ. ૪૯ થી ૯૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy