SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ નામના વધી તેથી રાજા સેચનક હસ્તિને ખૂબ માન આપતા હતા. ગજરાજ વાજિંત્રોના નાદ સાથે ઠાઠમાઠપૂર્વક ચાલતો. નગરજનો ગુણિયલ ગજરાજના ગુણગાન ગાતા હતા. ... ૯૦૩ જેવો સંગ તેવો રંગ ગજ એક દિન પરવશ થયો જી, ગજનવિ માનઈ રે કોણિ; ગજ કરણિ રાય તેડીઉં જી, અભયકુમારનિ એણિ. •. ૯૦૪ ગ૦ ગજનિ કુમારિ બાંધીજી, જિહાં મુનિ પૌષધ શાલ; ગજ દેખઈ મુનિ પુંજતા જી, ગજ હુલે સુકુમાલ. ... ૯૦૫ ગ૦ ગજનૂ કામ પડિઉં યદા જી, ગજ ન કરઈ સંગ્રામ; ગજ અનુકંપા આણતો જી, ગજ નવિ લઈ કુણ નામ. .. ૯૦૬ ગ. ગજ જયણાંઈ સંચરઈ જી, ગજનિ સબલ દયાય; ગજ ધરમિં વાસિત હુઉ જી, ગજ ન કરઈ કથાય ... ૯૦૭ ગ. ગજ કારણિ સુત તેડીક જી, કહી ગજ કેરી રે વાત; ગજ ગઢનિ ભૂલઈ નહી જી, ગજ એ પરમી થાત ••• ૯૦૮ ગ. ગજ પાપી ઘરિ બાંધીઉં જી, ગજ દેખત પશુ ઘાત; ગજ લોહી બહુ દેખતો જી, ગજ દૂરદાંત જ થાત ... ૯૦૯ ગ. ગજ કારિજ વિષમાં કરઈજી, ગજ આગલિ સહુ રંક; ગજ વરણવ આગલિ થઈ જી, ગજ ચડસઈ નિશંક •.. ૯૧૦ ગ. નંદિષેણ ગજની કથાજી, ઋષભિં ભાખી રે જોય; કાલાદિક સુત વલી ઘણાજી, શ્રેણિકનિ પણિ હોય ... ૯૧૧ ગ. અર્થ:- એક દિવસ સેચનક હસ્તિ પરાવલંબી-પરાધીન થયો. તે તોફાને ચડયો. સેવકોએ ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ સેચનક હસ્તિ અન્ય કોઈ રીતે શાંત થયો નહિ. મહારાજાએ ચિંતિત થઈ મહામંત્રી અભયકુમારને બોલાવ્યા. ...૯૦૪ બુદ્ધિનિધાન અભયકુમારે સેચનક હસ્તિને જોયો. સેચનક હસ્તિમાં રહેલા ઝનૂનને શાંત કરવા તેમણે તેને પૌષધ શાળાની નજીક બાંધ્યો. પંચ મહાવ્રતધારી સંતોની પડિલેહણાની સંવર કરણી જોઈને તેના હૃદયમાં જીવદયાના ભાવ ઉત્પન્ન થયા. તે અહિંસક અને કોમળ બન્યો. •.. ૯૦૫ એકવાર સંગ્રામમાં જવાનો અવસર આવ્યો ત્યારે સેચનક હસ્તિનું કામ પડયું. મહારાજા તેને રણ સંગ્રામમાં લઈ આવ્યા. સેચનક હસ્તિમાં અનુકંપાનો ગુણ પ્રગટયો હતો તેથી તેણે નતો કોઈની સાથે યુદ્ધ કર્યું કેનકોઈને હાનિ પહોંચાડી. ...૯૦૬ સેચનક હસ્તિમાં દયા-અનુકંપા ગુણનો સંચાર થયો હતો. તેના હૃદયમાં કરુણા આદ્રતાના ઉત્કૃષ્ટ ભાવો ઉત્પન થયા હતા. ગજરાજ પંચમહાવ્રતધારી સંતોના સંગથી ધર્મી બન્યો હતો. ગજરાજ હવે શાંત અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy