________________
૧૭૦
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
તેને વહાલ કરતા.
•.. ૮૯૭ ઢાળઃ ૩૬ સેચનક હસ્તિનો શણગાર
પ્રણમું તુમ સીમંધરુ એ દેશી. ગજ સિણગારિ રહે ભરયો, ગજ ઈષ કંદ ખાય; ગજનિ સોવન ઘૂઘરાજી, ગજના રંગ્યા પાય.
... ૮૯૮ ગચંદો રે તું ગજમાંહિ રે સેઠિ....આંચલી. ગજ સિંધુરિ શોભતો જી, ગજના તીખા રે દંત; ગજ દંતૂસૂલ હેમ મઈજી, ગજ ઉજલો અત્યંત.
... ૮૯૯ ગ. ગજનિ સોવિન સંકલાં જી, ગજનિ સોવિન ઘાંટ; ગજિં દેસ લીધા ઘણાજી, ગજિં કરયા વશ પાટ.
... ૯૦૦ ગ0 ગજ મસ્તકિ પટ હેમનો જી, ગજનિ સોવિન ઝૂલ; ગલ માલા મોતી તણી જી, ગજનિ વધાવઈ ફૂલિ.
૯૦૧ ગઇ ગજનિ નેવર બાજતાંજી, ગજનિ નિત્યઈ અંઘોલ; ગજની કુંઠિ હાથિની જી, ગજ કરતો કલોલ.
... ૯૦૨ ગ0 ગજ ત્રણિ કાલિ આરતી જી, ગજનિ માનઈ રે રાય; ગજ હીંડઈ વાજિત્ર મ્યું જી, ગજના ગુણ સહુ ગાય.
••• ૯૦૩ ગ૦ અર્થ - પટ્ટહતિ સેચનકના અંગે અંગે શણગાર કરેલો હતો. તેનું ખૂબ જ માન હતું. તે શેરડી અને કંદનો આહાર કરતો હતો. તેના પગમાં સુવર્ણના નેપુર-ઘૂઘરા બાંધ્યા હતા. મેચનક હસ્તિના પગ રંગોથી રંગાયેલા
•••૮૯૮ સેચનક હસ્તિ સર્વ ગજોમાં ગજેન્દ્ર હતો. તેના કપાળે લાલ સિંદુરનું મોટું તિલક હતું. તેના તીક્ષ્ણ, અણીદાર, લાંબા દંતશૂળો હતાં. આ દંતશૂળો સુવર્ણથી મઢેલા હતા. તેનો ઉજળો શ્વેત વર્ણ હતો.... ૮૯૯
તેને બાંધવા માટે સુવર્ણની મોટી અને મજબૂત સાંકળ હતી. તેના ગળામાં સોનાની ઘંટડી બાંધેલી હતી. સેચનક હસ્તિ પરાક્રમી અને શૂરવીર હતો. મહારાજા શ્રેણિકે સેચનક હસ્તિના બળથી ઘણા રાજાઓને જીતી લીધાં હતાં તેમજ રાજ્યનો ઘણો વિસ્તાર કર્યો હતો.
.. ૯૦૦ સેચનક હસ્તિના મસ્તકે સોનાનો પટ હતો. તેની પીઠ ઉપર સુવર્ણની ઘૂઘરીવાળી ઝૂલો હતી. તેના ગળામાં સાચા મોતીની માળા હતી. નગરજનો તેને પુષ્પોથી વધાવી સત્કારતા હતા. ...૯૦૧
સેચનક હસ્તિના ચાલવાથી પગના નુપૂરો (ઘૂઘરાઓ) રુમઝુમ રુમઝુમ નાદ કરતા હતા. સેવકો તેને નિત્ય નદી કિનારે સ્નાન કરવા લઈ જતા. તેની પાછળ હાથિણી ચાલતી. ગજરાજ નિત્યહાથિણી સાથે કલ્લોલ કરતો.
...૯૦૨ સેચનક હસ્તિની દેવની જેમ ત્રણે કાળે આરતી થતી હતી. મહારાજા શ્રેણિકની ગજરાજના કારણે
હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org