SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ શકે એવી કળામાં નિપુણ શૂરવીરોને આશ્રમ તરફ મોકલ્યા. તેમણે સેચનક હસ્તિને ઘેરી લીધો. તેને વનમાંથી લઈ આવ્યા. સેચનક હાથીને હસ્તિશાળામાં બાંધવામાં આવ્યો. •••૮૮૬ યૂથથી છૂટો પડેલો સેચનક હસ્તિ રવજનોના વિરહથી રુદન કરવા લાગ્યો. તાપસીએ ત્યાં આવી હાથીને મહેણાં મારતાં કહ્યું, “જોયું! ઉપકારી ઉપર અપકાર કરતાં તેને કેવું દુઃખ આવી પડયું? (અમારા આશ્રમો ભાંગ્યા તેથી તેને બંધનરૂપ ફળ મળ્યું.) ...૮૮૭ હે ગજરાજ! કોઈના ઉપકારો ઓળવતાં તું રવયં સંકટમાં પડયો. હવે જીવો ત્યાં સુધી સાંકળબેડીઓના બંધનો ભોગવો. ...૮૮૮ તાપસોના ધુત્કાર, મહેણાથી સેચનક હસ્તિને મનમાં ખૂબજ ખેદ થયો. જગતમાં એવું જ દેખાય છે કે બીજાનું બૂરું કરનારનું કદી કલ્યાણ થતું નથી. ...૮૮૯ બ્રાહ્મણે વનમાં એક નાગને માર્યો. બીજા નાગે તેને ડંખ મારી વેર લીધું. બ્રાહ્મણનું મૃત્યુ થયું. માનવે સત્કાર્યો કરી પુણ્ય ઉપાર્જન કરવું જોઈએ, દુષ્કૃત્યો કરવાથી જીવ સ્વયં દુઃખ પામે છે. ...૮૯૦ હાથના કર્યા હૈયે વાગ્યા.' હાથી પોતે જ દુઃખી થયો. તે રાજદરબારે એલાનખંભમાં બંધાયો. તે લાડુ અને શેરડીનો આહાર કરતો હતો. એક દિવસ તેણે આવેશમાં આવી જોરથી ઝાટકો માર્યો.... ૮૯૧ સેચનક હસ્તિ સાંકળ તોડી મુક્ત બન્યો. તે એલાનસ્તંભ ઉખેડી દોડતો ચોકમાં આવ્યો. તે તોફાને ચડ્યો. તેણે ઘર, મંદિર, પોળો અને ગઢ તોડી પાડયાં. ... ૮૯૨ શૂરવીર સુભટો સેચનક હસ્તિને પકડવા દોડયા. તેના બળને રોકી શકે એવું કોઈ ન હતું. અચાનક નંદીષેણ કુમાર રાજમહેલમાંથી બહાર આવ્યા. તોફાને ચડેલા ગજને તેમણે જોયો. મેચનક હસ્તિએ પણ નિંદીષેણ કુમારને જોયા. ... ૮૯૩ રાજકુમારને જોઈ સેચનક હસ્તિને તેમની પ્રત્યે પ્રીતિ ઉત્પન થઈ. સેચનક હસ્તિ રાજકુમાર તરફ ધારી ધારીને જોવા લાગ્યો. તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન થયું. સેચનક હતિએ પોતાના પૂર્વભવ જોયો. (પૂર્વે પોતે મુખપ્રિય બ્રાહ્મણ હતો અને લલકારવાવાળો નંદીષેણ કુમાર તેનો ત્યારનો પાડોશી ભીમ હતો.).. ૮૯૪ સેચનક હસ્તિએ પોતાના પૂર્વભવ જોયો. તેનું અભિમાન ઓગળી ગયું. તેણે મદનો ત્યાગ કર્યો. તે અત્યંત ડાહ્યો થઇ ગયો. તે નંદીષેણ કુમાર પાસે આવ્યો. તેણે કુમારની આજ્ઞાનું પાલન કર્યું. ... ૮૯૫ સેચનક હસ્તિ રત્ન છે,” એવું જાણી તેનો સર્વેએ આદર કર્યો. તેને પટ્ટહસ્તિ તરીકે પ્રસ્થાપિત કર્યો. હવે સેચનક હાથી સારો આહાર કરી હષ્ટપુષ્ટ બન્યો. ... ૮૯૬ દુહા - ૪૫ ગજસિણગારિ શોભતો, ગજગજમાંહિ સેઠ; ગજિં કરી નૃપ ગાજતો, કર ફેરી ગજ પેટિ. ... ૮૯૭ અર્થ :- સેચનક હસ્તિ પટ્ટહસ્તિ હોવાથી તેને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. તે ગજરાજ બન્યો હતો. ગજરાજ ઉપર આરૂઢ થઈ મહારાજા શ્રેણિક શોભતા હતા. મહારાજા શ્રેણિક નિત્ય તેના પેટ પર હાથ ફેરવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy