________________
४८८
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ’
કરો.”
થોડા સમય પછી પુનઃ દેવે આવીને મેતાર્યકુમારને કહ્યું, “હવે તમે સંયમ સ્વીકારો મેતાર્યકુમારે કહ્યું, “સુરરાય ! થોડો વખત થોભી જાવ. પછી હું દીક્ષા લઈશ.” દેવે બાર વરસની અવધિ આપી. અવધિ પૂર્ણ થતાં પુનઃ દેવ પ્રતિબોધ પમાડવા આવ્યા. દેવે કહ્યું, “મિત્ર! હવે જાગૃત થાય અને સંયમનો સ્વીકાર
...૮૪૦ મેતાર્યકુમાર સયંમ લેવા તૈયાર થયા ત્યારે તેમની પત્નીઓએ રોકતાં કહ્યું, “સ્વામીનાથ! હજુ સંયમ લેવાની વાર છે. અમને હજુ બાર વરસની અવધિ આપો” (યુવાની ઢળશે ત્યારે દીક્ષા લેજો.) દેવને સ્ત્રીઓ પ્રત્યે દયા આવી. બાર વર્ષનો સમય પૂર્ણ થતાં દેવ પુનઃ જગાડવા પ્રગટ થયો. ...૮૪૧
દેવે કહ્યું, “મેતાર્ય! હું તારો મિત્ર દેવ છું. તને પ્રતિબોધ પમાડવા આવ્યો છું. તારો સંસારકાળ પૂર્ણ થયો છે. તું સર્વવિરતિના માર્ગે પ્રયાણ કર.” ત્યારે મેતાર્યકુમાર બોધ પામ્યા. તેઓ નારીઓનો સંગ છોડી ઊભા થયા. તેમણે મહાવીર સ્વામીના મુખેથી “કરેમિ ભંતે' નો પાઠ ભણી સંયમ સ્વીકાર્યો. સંયમ લઈને મેતાર્યમુનિએ ઉગ્ર તપશ્ચર્યા કરી.
..૮૪૨ મેતાર્યમુનિ માસક્ષમણની ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા હતા. પારણાના દિવસે તેઓ રાજગૃહી નગરીના સોનીના ઘરે ભીક્ષા વહોરવા પહોંચ્યા. સોની શ્રેણિક રાજાના જિનપૂજાના સાથિયા માટે એકસો આઠ સોનાના જવ ઘડી રહ્યો હતો.
...૮૪૩ સોનાના જવ ઘડી સોનીએ તડકે મૂક્યા. (ત્યાં મેતાર્યમુનિ ગોચરી માટે ઘરે પધાર્યા. મુનિને વહોરાવવા સોની ઊભો થઈ ઘરમાં ગયો.) તેટલી વારમાં કૌંચ પક્ષી અનાજના દાણા સમજી સોનના જવ ચણી ગયો. (મુનિને વહોરાવી સોની પુનઃ જવ બનાવવા બેઠો ત્યાં જવા ન દેખાયા. સોનીને શંકા થઈ) સોનીએ વિચાર્યું, “નક્કી આ સોનાના જવ મુનિએ જ લીધા છે” તેણે મુનિને પકડીને સોનાના જવ વિશે પૂછયું. ત્યારે જીવદયા પ્રેમી મેતાર્યમુનિ મૌન રહ્યા. (કૌચ પક્ષીએ જવ ખાધાં છે, તેવું કહેવાથી સોની તેની હત્યા કરે.)
...૮૪૪ સોનીએ અત્યંત ગુસ્સામાં ચામડાની વાઘર લાવી ભીની કરી મુનિના મસ્તકે કસકસાવીને બાંધી. (મુનિને તડકામાં ઊભા રાખ્યા. વાધર સંકોચાતી ગઈ મુનિની આંખો બહાર આવી ગઈ. તેમણે સોની ઉપર અંશમાત્ર દ્વેષ ન રાખ્યો. તેમની પાસે નવ પૂર્વનું જ્ઞાનરૂપી ધન હતું. તેઓ અંતગડ કેવળી બની સિદ્ધ પદ પામ્યા.)
...૮૪૫ એ સમયે કઠિયારો મસ્તકે લાકડાનો ભારો ઉપાડી આવ્યો. તેણે બળતણનો ભારો મસ્તક ઉપરથી જોરથી નીચે ફેંક્યો. પાસે રહેલું કૌંચ પક્ષી લાકડાના ભારાના અવાજથી ડરી ગયું. તેની ચરકમાં સોનાના જવલાનું વમન થયું.
..૮૪૬ સોનીએ આ જોયું. તેના મનમાં ધ્રાસકો પડયો. તેણે વિચાર્યું, ‘મારાથી ખૂબ મોટો અનર્થ થઈ ગયો
(૧) મેતાર્યમુનિ મૃત્યુ પામી મોક્ષમાં પહોચ્યા.તેમનું શરીર ધબ દઈને નીચે પડવાથી તેના ફફડાટને લીધે, કૌચ પક્ષીના પેટમાં જવલા વાઈ ગયા. (ભરડેસરની કથાઓઃ પૃ.૨૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org