SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૯ છે. આ મેતાર્યમુનિ મહાન સંત છે. તેઓ મહારાજા શ્રેણિકના જમાઈ છે. તેમની હત્યા કરવા બદલ રાજા મને જરૂરથી ભયંકર રાજદંડ આપશે.” ..૮૪૭ સોનીએ મૃત્યુ દંડમાંથી ઉગારવા માટે એક યુક્તિ વિચારી. તેણે સહકુટુંબ સાથે દીક્ષા લીધી. (મહારાજા શ્રેણિકને જયારે ખબર પડી કે મેતાર્યમુનિની હત્યા કરનાર સોની છે, ત્યારે તેઓ સોનીને આકારો દંડ દેવા તૈયાર થયા.) બુદ્ધિનિધાન અભયકુમારે તેમને અટકાવતાં કહ્યું, “મહારાજ! તેમણે મુનિવેશ ધારણ કર્યો છે. હવે કેવો દ્વેષ?'' ...૮૪૮ દુહા : ૪૦ કુમર કષાઈ ટાલતા, બુધિવંત અભયકુમાર; સીચાનક હસ્તીને કઉં, દયાવંત જગ સાર. ••• ૮૪૯ અર્થ - મહારાજા શ્રેણિકનો કષાય દૂર કરનાર બુદ્ધિવંત અભયકુમાર ધન્ય છે! તેમણે તોફાને ચડેલા સેચનક હસ્તીને શાંત કરી તેને જગતમાં દયાવંત અને ઉત્તમ બનાવ્યો. •••૮૪૯ ઢાળ : ૨૮ જેવો સંગ તેવો રંગ પ્રણમી તુમ સૂમંધરજી એ દેશી ગજ એક દીન પરવસ થયોજી, ગજ નવિ માને રે કોણિ; ગજ કારણિ રાંઈ તેડીઉંજી, અભયકુમારને એણિ. • ૮૫૦ સોભાગી ધન શ્રેણિક સુત સાર.. આંચલી. ગજનઈ કુમરેં બાંધીઉંજી, જિહાં મુની પોષધશાલ; ગજ દેખેં મુની પુંજતાજી, ગજ હુઉ સુકમાલ. ગજનું કામ પડ્યો જદાજી, ગજ ન કરે સંગ્રામ; ગજ અનુકંપા આણંતોજી, ગજ નવિ લેં કુણ નામ . ૮૫ર સો. ગજ પાપી ધરિ બાંધિઉંજી, ગજ દેખત પ્રશ્રુઘાત; મારિ શબદ શ્રવણે સુણીજી, ગજ દૂરદાંત જ થાત. ... ૮૫૩ સો. અર્થ - એક દિવસ ગંધ હસ્તી સેચનક ગાંડોતુર થયો. તે બેકાબૂ બન્યો. ગજરાજ સેચનકને હોંશિયાર મહાવતો પણ વશ ન કરી શક્યા. ગજરાજ કોઈનું નિયંત્રણ સ્વીકારવા તૈયાર ન હતો. ત્યારે તોફાને ચડેલા ગજરાજને કઈ રીતે શાંત પાડવો? એવી દુવિધા ઉત્પન્ન થતાં રાજાએ (ગજરાજને વશ કરવા) અભયકુમારને ત્યાં બોલાવ્યો. ...૮૫૦ અભયકુમારે ઉન્મત્ત બનેલા ગજરાજને શાંત કરવા જ્યાં મુનિ ભગવંતોનું રહેઠાણ હતું ત્યાં પૌષધશાળાની નજીક બાંધ્યો. ગજરાજ નિત્ય મુનિ ભગવંતોની (જીવદયાની ક્રિયા જેવી કે) રજોહરણથી પુજીને ચાલવું, પુંજીને બેસવું, મુહપત્તિ બાંધી બોલવું ઇત્યાદિ ક્રિયાઓ જોઈ અત્યંત કરુણાશીલ બન્યો. તેનું હૃદય સુકોમળ બન્યું. ...૮૫૧ • ૮૫૧ સો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy