SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” . ૮૫૪ સો. (અનુકંપાથી આદ્ર બનેલા ગજરાજનું મન ઉપશાંત થયું.) હવે જ્યારે મહારાજાને એક વખત શત્રુઓ સાથે સંગ્રામ કરવાનો અવસર આવ્યો ત્યારે ગજરાજનું કામ પડયું પરંતુ ગજરાજ કોઈ રીતે સંગ્રામ કરવા તૈયાર ન થયો. ગજરાજ સર્વ જીવો પ્રત્યે કરૂણા ભાવ ધરાવતો હતો. તે સંગ્રામમાં કોઈને હાની પહોંચાડવા ઈચ્છતો ન હોવાથી કોઈનું નામ પણ લેતો ન હતો. ....૮૫ર (રાજાએ આ સમસ્યાનો સુલેહ કરવા પુનઃ અભયકુમારને બોલાવ્યા.) અભયકુમારે ગજરાજમાં લડાયક ભાવ લાવવા તેને ખાટકીના ઘરની સામે બાંધ્યો. ખાટકી નિત્ય પાપની પ્રવૃત્તિ કરતો. તે નિત્ય પશુઓનો ઘાત કરતો. તેમના માંસ, રક્ત અને ચિચિયારીઓ તેમજ ખાટકીના “મારો' “મારો' ના શબ્દો સાંભળી ગજરાજ ખૂંખાર માનસવાળો થયો. (હવે સેચનક હાથી જુરસાપૂર્વક યુદ્ધ કરવા લાગ્યો) અભયકુમારની પ્રબુદ્ધ બુદ્ધિની લોકોએ પ્રશંસા કરી. ...૮૫૩ દિવ્યહારની શોધ એક દીનહાર ચીલણાતણોજી, ગ્રહેવાનર જેણી વાર; સાત દીવસમાં આંણસ્પંજી, બોલ્યો અભયકુમાર. હાર ન લાભે રાયનોજી, દિવસ થયા તવ સાત; અભયકુમાર પોસો કરેંજી, ગુરુને વંદન જાત. ... ૮૫૫ સો. નગરી વજાવ્યો ડાંગરોજી, જખિ જાણઈ એ વાત; વાહણે નામ કહે સહીજી, હોસે તેમની ઘાત. .. ૮૫૬ સો૦ તસકર બીહનો અતિ ઘણોંજી, ઘાલ્યો મુની ગલેં હાર; અભયકુમાર દેખી લીઈજી, બુધિ તણો ભંડાર. ... ૮૫૭ સો. દીધો હાર શ્રેણીકનેંજી, હરખ્યો શ્રેણીક રાય; ગયા રત્ન જેણે વાલીઆંજી, સુણજ્યો સોય કથાય. .. ૮૫૮ સો૦ અર્થ - એકવાર ચેલ્લાણારાણીનો દિવ્યહાર કોઈએ ચોરી લીધો. શ્રેણિકરાજાએ હારની શોધ માટે પોતાના પુત્ર અભયકુમારને ત્યાં બોલાવ્યો. અભયકુમારે કહ્યું, “હું સાત દિવસમાં હારની ચોરી કરનાર વ્યક્તિને શોધી આપીશ.' ..૮૫૪ અભયકુમારે આકાશ પાતાળ એક કરી કોશીશ કરી પરંતુ હારની ચોરી કરનાર ચોરો ન મળ્યા. મહારાજા હાર ન મેળવી શક્યા. એકવાર તિથિ હોવાથી અભયકુમારે પૌષધવતની આરાધના કરી હતી. તેઓ પૌષધ પૂર્ણ કરી ગુરુને વંદન કરવા ગયા. ...૮૫૫ તે પૂર્વે તેમણે નગરમાં પડહ વગડાવ્યો (કે જેની પાસે હાર હોય તે આપી જાય. આ દિવ્યહાર દેવનો આપેલો હોવાથી કોઈને પચશે નહીં. જેના ઘરમાંથી આહાર મળશે તેને દેહાંત દંડની સજા કરવામાં આવશે.) વંતરે આ ઉદ્ઘોષણા જાણી. પુત્રોએ પણ પડહ સાંભળ્યો. તેમણે પોતાના વ્યંતર પિતાને કહ્યું, “રાજાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy