SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' પુત્રીનો મોહ મનિ ધરઈ, રૂઈ તાત નઈ માત રે; કિહાં મિલવું હવઈ તુમ તણઈ, વિસારી મમ જાત રે ... ૪૩૪ પૂ. રથ બેસી બેઉ સંચરયાં, સહુ જાય રે; કુમર પુત્રી માગઈ, લાગઈ સજનનિ પાય રે » ૪૩૫ પૂ. રાજગૃહી ઉદ્યાનમાં, મુંકી આપણી માય રે; સાથ શકુન જોઈ સંચરઈ, વલઈ બાપ નઈ માય રે ... ૪૩૬ પૂ. કેતઈ સુત માંડલી, નગર ટૂંકડાં થાય રે; કુમર કહઈ જોઉં જઈ નગરમાં, અહાં કુણી છઈ રાય રે ...૪૩૭ પૂ. જનની કહઈ એ નગરમાં, બાંહ ધરત ધૂતાર રે; હું વનમાં તું તો નાહનડો, કરઈ કુણ મુઝ સાર રે ... ૪૩૮ પૂ. પૂત્ર કહઈ મમ બીહ તું, અહી હસઈ રંગ રોલ રે; આપણ નઈ અહી આવતાં, મલઈ પાન તંબોલ રે • ૪૩૯ પૂ. અસ્યુઅ કહી સુત સંચરયો, પોહતો નગરની પોલિ રે; તવ કુમરીએ શ્રીફલ ગ્રહી, આવિ કંકુ ઘોલિ રે .. ૪૪૦ પૂ. એક અવ્વાણું કરિ કરી, માંહિ ફોકલ દ્રોઅ રે; આવિ રે આવિ ઉતાવલો, જિમ વંછિત હોઈ રે . ૪૪૧ પૂ. એમ ભણંતિ તિહાં કામિની, સુણી નગરમાં જાય રે; પાંચસઈ એક ઊણા નૃપિં, પરધાન મેલાય રે ... ૪૪૨ પૂ. અર્થ:- માતાએ પુત્રને કહ્યું, “(હે પુત્ર!તારા મિત્રોનું માઠું લગાડ) તારા પિતાજી પરદેશથી એક દિવસ અહીં આવ્યા હતા. તેમણે મારી સાથે લગ્ન કર્યા.(તેઓ બે વર્ષ અહીં રોકાયા) પરદેશ જતાં પહેલાં તેમણે મને એક ચિઠ્ઠી આપી છે. આચિઠ્ઠી તેમણે તારા માટે લખી છે.” ..૪૩૧ (માતાએ પત્ર અભયકુમારના હાથમાં આપ્યો.) અભયકુમારે પત્ર વાંચ્યો. પોતાની બુદ્ધિથી એક ક્ષણમાં તે બધું સમજી ગયા. તેણે માતા સમક્ષ(ચપટી વગાડતાં) કહ્યું, “મા! મારા પિતાજી ક્યાં છે? તેની મને ખબર છે. ચાલો! આપણે પિતાજી પાસે જઈએ. મારા પિતા રાજગૃહી નગરીના રાજા છે.” માતા અને પુત્ર બંને મહારાજા શ્રેણિક પાસે જવા તૈયાર થઈ ગયા. ...૪૩૨ સુનંદા અને અભયકુમારે ધનાવાહ શેઠ અને શેઠાણીને પ્રણામ કર્યા. બંનેએ મહારાજા શ્રેણિકને મળવા જવાની પરવાનગી માંગી. પુત્રીની વિદાયથી માતાનો કંઠ ભરાઈ જતાં ગળગળાં બન્યા....૪૩૩ પુત્રી અને દોહિત્રના વિદાયથી ધનાવાહ શેઠ મોહવશ આંસુ સારવા લાગ્યા. શેઠ અને શેઠાણીએ (૧) શ્રેણિકે પત્ર ન લખતાં ચિત્રશાળાની દિવાલ પર લખ્યું કે, “રાજગૃહી ગામ, ગોપાલ નામ, ધવલ ટોડે ઘર' (રાજકુમાર શ્રેણિક (હિન્દી), પૃ.-૭૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy