SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' વિમાન ન હોય તેવાં ચમકતાં હતાં! ... ૧૪૯૪ લશ્કરમાં પ૭ લાખ ઘોડેસવારો હતાં. પ્રત્યેક અશ્વના કંઠમાં સુવર્ણના હાર અને પીઠ પર સુવર્ણની ઝૂલો ઝૂલતી હતી. ૫૭ ક્રોડ પાયદળ તેમની પાછળ પાછળ ચાલતું હતું. તે સૈનિકોના હાથમાં ઉત્તમ પ્રકારના શસ્ત્રો હતા. ... ૧૪૯૫ સુભટોએ નાન કરી યુદ્ધનો પોશાક પહેર્યો હતો. ત્યારે ક્ષત્રિયાણીઓએ તેમના કપાળે કંકુનું તિલક કર્યું. ત્યાર પછી સુભટોએ પોતાના શસ્ત્રોની પૂજા કરી. કવિ ઋષભદાસ કહે છે કે, ત્યારપછી આજનો સૂર્યોદય પણ જાણે રણસંગ્રામ જોવા જ ઉગ્યો હતો. ... ૧૪૯૬ દુહા ઃ ૭૫ - રવિ સંગ્રામ જુઈ તહી, વાગાં તિરણ તૂર; બે સેન મલી એગઠી, જિઉં નઈ સાયર પૂર. ... ૧૪૯૭ કટક ચેડાનું ઉતરયું, શકટ તણાઈ આકાર; કોણી કટક તે ઉતરયું, ગુરૂડ તણી પરિ ધારિ. ... ૧૪૯૮ અર્થ:- સૂર્યદેવ આજે આ શૂરવીર યોદ્ધાઓની લડાઈ જોવા રણસંગ્રામમાં આવ્યા હતા. (રવિનો ઉદય થતાં પોરસ ચડાવવા) ત્યાં શંખાદિ વાજિંત્રો વગાડવામાં આવ્યા. જેમ નદી અને સાગરના પાણીનું મિલન થાય તેમ, બને પક્ષની શત્રુ સેનાઓનું સમરાંગણમાં મિલન થયું. ... ૧૪૯૭ ( વિશાલા નરેશ ચેડારાજાનું સૈન્ય યુદ્ધ ભૂમિમાં શકદાકારે(આગળ થોડું પાછળ ઘણું સૈન્ય હોય તેવી ગોઠવણી)ગોઠવાઈ ગયું. ચંપાનરેશ કોણિકરાજાએ ગરુડાકારે સૈન્યની ભૂહરચના કરી. ... ૧૪૯૮ ઢાળઃ ૬૪ કાલાદિ દસ યોદ્ધાઓનું વર્ણન વેલીની એ દેશી. રાગ ઃ અશાવરી બેહુ કટક મલીયાં તિહાં ભેલાં, શબ્દ ઘોર તિહાં હોય; જાણું ડુંગરા વજિંત્ર ચૂરઈ, જાણું સાયર વેલ્યો. ••• ૧૪૯૯ પરભઈ કાલિ મેહ ગાજી વરસઈ, તસ્યા શબદ રણિ થાય; સોવન સહુ ગજ ગાજી પેહરઈ, મોઢઈ મોગરા સાહય. ... ૧૫૦૦ ગાડાં શસ્ત્ર ભરી ત્યાહાં રાખિ, રાખ્યા રથ બહુ આણી; હઈગઈ ઠાલા પાસઈ રાખ્યા, રાખ્યા ભિંસા પાણી. .. ૧૫૦૧ સંરોહિણી ઉષધી પણિ રાખી, આંગાં ટોપ સમારઈ; વઢવા રર્ણિ કાઢિ તરૂઆરયો, બહુ ગમ ભાટ વિકારઈ. .. ૧૫૦૨ કોણી ઇદેવ પૂજા માંડી, કરઈ આરતી ધૂપો; સોવન સનાહ તિહાં પેહરી, ટોપ ધરઈ સિંહા ભૂપો. ... ૧૫૦૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy