________________
૨૭૩
હતી.
અર્થ:- દૂતના વચનો સાંભળી કોણિક રાજા ખીજાયા. તેમણે યુદ્ધના પ્રયાણ માટે ભંભા વગડાવી. તેમણે શુભ મુહૂર્તે યુદ્ધ માટે પ્રયાણ કર્યું. (હાર અને હાથી મેળવવાની અભિલાષાથી) તેમના હૈયે હરખ સમાતો ન હતો.
... ૧૪૮૪ તેમની પાસે વિશાળ સૈન્ય હતું. વિશાળ લશ્કરના ચાલવાથી ધૂળની ડમરીઓ આકાશમાં ઉડવા લાગી, તેથી ડુંગરો પણ દેખાતાં અદશ્ય થયાં. વિશાળ સૈન્યનો આજે ભાર ધરતી પણ સહન કરી શકતી ન
... ૧૪૮૫ કોણિક રાજા પાસે અંજનગિરિ પર્વતથી પણ અધિક કાળા અને મહાકાય ૩૩,૦૦૦ હાથીઓનું દળ હતું. તેમના મૂશળથી પણ જાડા અને વિશાળ દંતશૂળ હતા. પ્રત્યેક હાથી અંબાડી સહિત શોભતો હતો.
... ૧૪૮૬ કોણિકરાજાના લશ્કરમાં ૩૩,૦૦૦ રથો જોડેલાં હતાં. જેમાં ઘોડાઓને ચંદી ખવડાવવાની ચામડાની કોથળીઓ અને તીર-બાણ ભર્યા હતા. અનેક શૂરવીર યોદ્ધાઓ તોપ, હવાઈ ગોળા, ગોફણ, જેવાં શસ્ત્રો લઈ શત્રુઓને સામનો કરવા તૈયાર થયા હતા.
... ૧૪૮૭ સેચમાં નીલા, પીળા, લાલ, સફેદ અને કાળા રંગના તેત્રીસ લાખ અશ્વો હતા તેમજ તેઓ વેગિલી ગતિથી ચાલતાં હતાં. તેના ઉપર બેઠેલા સૈનિકો ભયંકરડરામણા લાગતાં હતાં. .. ૧૪૮૮
તેઓ જાંબુના ફળ જેવા કાળા રંગના અને વિકરાળ હતા. આફ્રીકાના આદિવાસી, હબસી જેવા કાળા રંગના ભયાનક સૈનિકો પણ સાથે ચાલતાં હતાં. તેઓ રાતી કેશવાળી, ભુગલ અને ભેરી સહિત હાથમાં ધનુષ્ય લઈ સજ્જ હતાં.
... ૧૪૮૯ કોણિકરાજાના કેટલાક મોટા વજીરો શિરસ્ત્રાણ પહેરી યુદ્ધ કરવા આતુર થયાં હતાં. કોઈ પણ સુભટો યુદ્ધના હથિયાર વિનાના સાદા ન હતાં. તેઓ યુદ્ધ કરવા માટે પ્રથમ હરોળમાં દોડીને આગળ ઊભા હતા.
... ૧૪૯૦ સાગરમાં જેમ નીર દૂર દૂર સુધી પ્રસરેલું હોય છે તેમ રણમોનમાં દૂર દૂર સુધી કોણિકરાજાનું સેન્ચ ગોઠવાયેલું હતું. કોણિકરાજાનું લશ્કર વિશાળ હતું. આ લશ્કર વિશાલા નગરી પાસે આવીને ઊભું રહ્યું. વિશાલા નરેશ ચેડારાજાને સમાચાર મળતાં તેઓ પણ યુદ્ધ કરવા સાવધાન-હોંશિયાર બન્યા.... ૧૪૯૧
ચેડારાજાએ અઢાર દેશના મુખ્ય (નવમલ્લી અને નવ લિચ્છવી જાતિના)રાજાઓને દૂત દ્વારા સંદેશ મોકલાવી તેડાવ્યા. (અઢાર દેશના રાજાઓ પોતાના સૈન્ય સાથે ત્યાં આવ્યા.) હલ-વિહલ કુમાર સૈન્યની મોખરે રહ્યા. તેમનું પણ અપાર સૈન્ય હતું.
... ૧૪૯૨ હલ-વિહલ કુમાર, ચેડારાજા અને અઢાર દેશના રાજાઓનું સૈન્ય યુદ્ધ ભૂમિ પર આવ્યું. ત્યાં ૫૭,૦૦૦ ઉત્તમ ગજેન્દ્રો ગર્જતા હતા તેમજ ચેડારાજાના સર્વ સુભટો યુદ્ધ કરવા થનગનતા હતા.. ૧૪૯૩
યુદ્ધના મેદાનમાં ૫૭,૦૦૦ ચમકતા રથો હતા. જેમાં શૂરવીર યોદ્ધાઓ પોતાના ઉત્તમ સાથીઓ સહિત આરુઢ થયા હતા. આ રથની ધ્વજા ભયંકર વાયુના ફૂંકાવાથી લહેરાતી હતી. આ રથો જાણે સૂર્યનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org