________________
શ્રી શ્રેણિકરાસ હસ્તપ્રતનો પરિચય
કાવ્ય એ સાહિત્યની અનેક વિદ્યાઓમાં સહુથી પ્રભાવશાળી અને આકર્ષક વિદ્યા છે. સંક્ષિપ્ત, સારપૂર્ણ, શ્રુતિ મધુર શબ્દો, સંગીતાત્મક તાલ-લય-પૂર્ણ છંદોથી બંધાયેલી લહેરાતી નદી જેવી તરલ અને સરળ વાક્યરચનાને કાવ્ય કહેવાય છે.
મધ્યકાલીન યુગમાં વિવિધ કાવ્ય પ્રકારો ખેડાયાં છે. ઈ.સ.૧૨૫૧ થી ઈ.સ.૧૪૫૧ સુધીનો સમય ‘રાસયુગ', જૈનયુગ' અથવા 'હમયુગ” કહેવાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેન કવિઓએ વિપુલ પ્રમાણમાં રચના કરી છે તેથી શ્રી કેશવરામ શાસ્ત્રી નરસિંહ પૂર્વેના અઢી શતકના કાળને “રાસયુગ' કહે
આ રાસ સાહિત્ય ચાર અનુયોગમાં વિભક્ત છે. દ્રવ્યાનુયોગમાં જૈન દર્શનના સિદ્ધાંતો છે. ગણિતાનુયોગમાં ગણિતના આધારે સિદ્ધાંતોનું નિરૂપણ થયેલું છે. ચરણકરણાનુયોગમાં આચારની પ્રધાનતા છે અને ધર્મકથાનુયોગમાં ધાર્મિક કથાઓનો સંચય છે. જેમાં મહાપુરુષો, તીર્થકરો, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, મહાસતીઓ, શ્રમણ-શ્રમણીઓના વિષયોનું સંકલન થયું છે. ચરણકરણાનુયોગ એ રોગનાશક કેસૂલ સમાન છે જ્યારે કથાનુયોગ સુગર કોટિંગ સમાન છે. બાળજીવો સિદ્ધાંતની તત્ત્વસભર વાતો મધુરતાથી સમજી શકે છે.
મધ્યકાલીન કવિઓએ ધમયકથાનુયોગમાં સારી શક્તિ ખીલવી છે. ટૂંકી, મુદ્દાસર, સરળ અને ભાવવાહી શૈલીમાં તેમણે રોચક કલમ વડે પ્રચલિત રાસ કૃતિઓની રચનાઓ કરી છે. કવિ ઋષભદાસની ધર્મકથાનુયોગની એક કૃતિ “શ્રી શ્રેણિક રાસ'નો અહીં સંક્ષેપમાં પરિચય આપવાનો ઉપક્રમ જાળવ્યો છે. પ્રસ્તુત રાસમાં જૈન પરંપરનાં ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત, અનાથી મુનિ દ્વારા પ્રતિબોધિત મગધ સમ્રાટ શ્રેણિક રાજાનું જીવન ચરિત્ર છે. જેના ઈતિહાસમાં તેમનું નામ વિખ્યાત છે. મહારાણી ચેલણાના પ્રયાસો તથા અનાથીમુનિના સત્સંગથી જૈનધર્મી બન્યા.
અન્ય કૃતિઓઃ મધ્યકાલીન જૈન સાધુ કવિઓ દ્વારા મહારાજા શ્રેણિક વિશે એકથી વધુ રાસકૃતિઓની રચના થઈ છે. સંભવ છે કે જૈન સાધુ કવિઓનો આ પ્રિય વિષય રહ્યો હોવો જોઈએ. આ કથા મધ્યકાલીન ગુજરાતીમાં વિવિધ કવિઓ દ્વારા રાસનો વિષય બની છે. સમરચંદ્રસૂરિ શિષ્ય કૃત શ્રેણિકરાસ (ઈ.?, ગા.૧૨૩૨), સોમવિમલસૂરિ કૃત શ્રેણિકરાસ (સં.૧૬૦૩, ગા.-૬૮૧), ભીમજી કૃત શ્રેણિક રાસ ખંડ-૧ (સં.૧૬૨૧) ખંડ-૨ (સં.૧૬૩૨) ખંડ-૩ (સં.૧૬૩૬), નારાયણ કૃત શ્રેણિકરાસ (સં.૧૬૮૪, ખંડ-૪, કડી-૫૦૫), ભુવનસોમ કૃત શ્રેણિકરાસ (સં.૧૭૮૧), ધર્મવર્ધન કૃત શ્રેણિક ચોપાઈ (સં.૧૭૧૯, કડી૭૩૧), વલ્લભકુશલ કૃત શ્રેણિક ચોપાઈ (સં.૧૭૭૫) તેમજ સ્થાનકવાસી લીંબડી અજરામર સંપ્રદાયના મુનિ શ્રી પ્રકાશચંદ્રજી સ્વામી કૃત શ્રેણિક ચરિત્ર (ઈ.સ.૧૯૮૯, કડી-૧૬૯૨).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org