SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૯ ••૬૮૭ •••૬૮૮ •••૬૮૯ હીરઈ હીરો વીંધીઈ, મછ મછનેં ખાય; કાષ્ટ કાષ્ટનેં કાપતો, દેઈ કોહાડા ઘાય. કાંટ) કાંટો કાઢીઈ, જાતિ જાતિને ખાઈ; અગનેં અગન વીણાસીઈ, સૂણો અવંતીરાય. અગનનું ઉષધ અગની સહી, લાગઈ અગની જામ; સાતમી અગન લગાડીઈ, અગનિ ઉલાહતા. અગની લાગી જબ તીહાં, સાતમી અગન કરે; અગનિ ઉપદ્રવ વટલ્યો, પૃથવી પતિ હરખેહ. •..૬૯૦ અભયકુમાર માંગો સહી, જે તુમ રીદય મઝારિ; અભયકુમાર કહે માંગચું, હવડાં વર ભંડારિ. ...૬૯૧ અર્થ - પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી અભયકુમારે આ કથા ચંડપ્રદ્યોતનરાજાને વિસ્તારપૂર્વક કહી. ચંડપ્રદ્યોતનરાજાએ એક દિવસ એવો કોઈ વિચાર આવ્યો તેથી તેમણે અભયકુમારને પૂછયું. ...૬૮૪ ઉજ્જયિની નગરીમાં વારંવાર અગ્નિનો ઉપદ્રવ થાય છે. નગરમાં અગ્નિ જ્વાળાઓનો પ્રભાવ ચારે બાજુ ફેલાયો છે. અભયકુમાર!આ અગ્નિ કેવી રીતે શાંત થશે? તેનો કોઈ ઉપાય કહો.”...૬૮૫ ચાર પ્રકારની બુદ્ધિના જ્ઞાતા એવા મહામંત્રી અભયકુમારે કહ્યું, “એક તેતર બીજા તેતરને પકડે છે. એક પાડો બીજા પાડાને પ્રહાર કરે છે. ...૬૮૬ હીરાથી હીરો વીંધાય છે. મોટી માછલી નાની માછલીને ખાય છે. લાકડું કુહાડાના ઘા વડે લાકડાને કાપે છે. ..૬૮૭ શલ્યથી શલ્ય દૂર થાય છે. ઉત્તમ જાતિવાન કનિષ્ઠ જાતિવાનને દબાવે છે. અગ્નિથી અગ્નિ નષ્ટ થાય છે. તે અવંતીરાય !તમે સાંભળો. ...૬૮૮ તેવી જ રીતે અગ્નિને ઠારવાનું ઔષધ પણ અગ્નિ જ છે જ્યારે ભયંકર અગ્નિ લાગે ત્યારે તેની સામે આગ લગાડવી જેથી અગ્નિથી અગ્નિ ઓલવાઈ જશે.” ..૬૮૯ એકવાર નગરમાં જ્યારે અગ્નિ વાળા ભભૂકી ઉઠી ત્યારે તેની સામે બીજી અગ્નિ પ્રજાળવામાં આવી તેથી અગ્નિનો ઉપદ્રવ શાંત થયો.' ત્યારે ચંડપ્રદ્યોતનરાજા ખુશ થયા. ... ૬૯૦ ચંડપ્રદ્યોતનરાજાએ ખુશ થઈ કહ્યું, “અભયકુમાર! તમે કંઈ વરદાન માંગો. તમને જે સંપત્તિ જોઈએ તે માંગો.” અભયકુમારે કહ્યું, “હમણાં વરદાન તમારા ભંડારમાં થાપણે મૂકો.” ...૬૯૧ ચોપાઈ : ૧૪ ચોથું વરદાન - મરકીનો ઉપદ્રવ શાંત વર ભંડારિ મુક્યો જસિં, નગરી માહા મારગી હુઈ તમેં; અભયકુમારને પુછે તેહ, કેહી પરિટલમેં મારગી એહ. ...૬૯૨ (૧) મહાસતી-શિવાદેવીના સ્નાનનું જળ અગ્નિ ઉપર છાંટવામાં આવવું તેથી અગ્નિ શાંત થઈ ગયો (સંસાર સપના કોઈ નહિ અપના : પૃ.૧૧૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy