________________
૪૫૮
ચઢતાં તેમણે કેવળજ્ઞાન થયું.
...૬૭૬
કેવળજ્ઞાનના પ્રકાશમાં તેમણે એક ભયંકર કાળોતરો નાગ જે પોતાના ગુરુણીના હાથ પાસેથી જતો જોયો. તેમણે ગુરુણીનો હાથ બાજુએ કર્યો. ત્યાં ચંદનબાળા આર્યાજી જાગી ગયા.તેમણે પ્રશ્ન પૂછયો ત્યારે મૃગાવતી આર્યાજીએ કહ્યું, ‘‘પ્રમાદથી પ્રાણઘાત થાત.’’
...૬૭૭
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’
ચંદનબાળા આર્યાજીએ પૂછયું, ‘‘તમે ગુરુણીનો હાથ શા માટે હલાવ્યો ?’' મૃગાવતી આર્યાજીએ કહ્યું, ‘મેં એક સર્પ જોયો’' ચંદનબાળા આર્યાજીએ કહ્યું, ‘‘આવા ગાઢ અંધકારમાં તમે કાળો સર્પ કઈ રીતે જોઈ શક્યા ? શું તમારી પાસે કોઈ અતીશય છે.’’
...૬૭૮
મૃગાવતી આર્યાજી બોલ્યા, “ગુરુણી તમારી કૃપાથી હું કેવળજ્ઞાન પામી છું.'' ચંદનબાળા આર્યાજીએ આ સાંભળી ખૂબ પશ્ચાતાપ કર્યો. તેમણે પોતાની શિષ્યાના ચરણોમાં નમસ્કાર કર્યા.... ૬૭૯ હે ભવ્યજીવો! મૃગાવતી આયાર્જીના ગુણોનું સ્મરણ કરો. તેમણે શ્રેષ્ઠ ઉપશમ ભાવથી મનને ભાવિત કર્યું. 'કુરગડુ મુનિ ઉપશમ ભાવથી કેવળજ્ઞાની બન્યા. પ્રશમ ભાવ સર્વત્ર પ્રશંસનીય છે !... ૬૮૦ મુનિ મેતાર્ય, મુનિ અર્જુનમાળી, મુનિ ઢંઢપ્રહારી, મુનિ બંધક ઈત્યાદિ મુનિવરો ઉપશમ ભાવધારી હતા. તેઓ સર્વે ઉપશમ રસમાં ઝીલીને મુક્તિરૂપી સ્ત્રીને પરણ્યા.
...૬૮૧
સાધ્વી મૃગાવતીજી ધન્ય છે ! તેઓ ઉપશમ ભાવના ધારક હતા. જેમણે સ્વદોષ દર્શન કર્યા. ચંદનબાળા આર્યાજી પણ શુભધ્યાનની શ્રેણીએ ચઢયા. તેમણે કેવળજ્ઞાન મેળવ્યું. તેમણે પણ સ્વદોષ દર્શન કરી પ્રશમ ભાવ પ્રગટ કર્યો.
૬૮૨
...૬૮૩
અનુક્રમે સંયમનું પાલન કરતા તેઓ મુક્તિપુરીમાં પ્રવેશ્યા. આ મૃગાવતી સાધ્વીજીનું ચરિત્ર છે. કવિ ઋષભદાસ કહે છે કે ઉદાયનરાજાનું ચરિત્ર મેં તમને સવિસ્તાર માંડીને પૂર્વે કહ્યું છે. દુહા : ૩૪ ત્રીજું વરદાન – અગ્નિનો ઉપદ્રવ ઉપશાંત એહ કથા વિવરી કહઈ, પૂણ્યવંત અભયકુમાર; ચંદપ્રદ્યોતન પૂછતો, એક દિન અસ્યો વિચાર.
વાર વાર અગની તણો, પુરમાહાં પ્રભવ જ હોય; અભયકુમાર કહો કિમ ટલે, ભાખો વચન સોય. ચ્યારે બુધિ તણો ધણી, બોલ્યો અભયકુમાર; તીતર તીતરનેં ધરઈ, મહીમેં મહીષ પ્રહાર.
Jain Education International
...
For Personal & Private Use Only
૬૮૪
...૬૮૬
(૧) કુરગડુ મુનિ : ધર્મઘોષ આચાર્ય પાસે ધનદત્ત શેઠના નાના પુત્ર કુરઘટે(કુરગડુ) દીક્ષા લીધી. ક્ષમા તેમનો મુખ્ય ગુણ હતો. આચાર્ય મહારાજ શ્રીપુર નગરે પહોંચ્યા. તેઓ નિત્ય આચાર્ય મહારાજની ગોચરી લાવી વૈયાવચ્ચ કરતા હતા. તેઓ સ્વયં તપશ્ચર્યા કરી શકતા ન હતા. એક દિવસ તેઓ ભીક્ષા લાવી વાપરવા બેઠા. તેવામાં માસક્ષમણના તપસ્વી મુનિએ તેમને કહ્યું, મેં તારી પાસે થૂકવાનું વાસણ માગ્યું. તું તે આપ્યા વિના જ ભોજન ક૨વા બેસી ગયો ? તું ક્ષમાવંત શેનો ? તારા ભોજનમાં જ હું બળખો નાખું છું. હવે હું જોઉં છું કે તું કેવી રીતે ખાય છે?'' તપસ્વી મુનિ ભોજનમાં થૂક્યા. કુરગડુ મુનિએ કહ્યું, “મહાત્મન્ ! હું બાળક છું. મારી ભૂલ થઈ ગઈ. મારા ધનભાગ્ય કે તમારા જેવા તપસ્વીનો બળખો મારા ભોજનમાં '' પોતાના દોષોની નિંદા કરતાં બળખાવાળો આહાર વાપરતાં તેઓ કેવળી બન્યા. (ભરહેસરની કથાઓ, પૃ. ૧૨૦.)
પડ્યા.
...૬૮૫
www.jainelibrary.org