________________
મુની મેતારજ અરજનમાલી, મુનીવર દઢપ્રહારી; ખંધક મુનીવર ઉપસમધારી, પરણ્યો મુગતિ જ નારી. મૃગાવતી ધન ઉપસમધારી, જેહો નીજ અવગુણ જાણ્યો; શુભ ધ્યાંનિં ચંદના લહે કેવલ, તેણીઈ ઉપસમ આણ્યો. અનુક્રમેં દોએ મુગતિ સિધાવે, મૃગાવતી એ ચરિત્ર; ઉદયન ચરિત્ર કહ્યોં મઈ માંડી, કહેતા રીષભ પવીત્ર હો. . . . ૬૮૩ હો ૦ અર્થ :- સુવર્ણસમાન ઉજ્જવલ દેહકાંતિ વાળા જિનેશ્વર પ્રભુ મહાવીર સ્વામીને તેમણે કૌશાંબી નગરીમાં જોયા. દશાર્ણભદ્ર રાજાની જેમ સૂર્ય અને ચંદ્ર બન્ને દેવો પોતાના મૂળ વિમાનમાં બેસી પ્રભુને વંદન કરવા ત્યાં આવ્યા. (તેમના વિમાનના તેજથી ચારે તરફ ઉદ્યોત જોઈ) લોકોએ કહ્યું, “આજે સુંદર (ભાગ્યશાળી) દિવસ ઉગ્યો છે.’’(આ એક આશ્ચર્ય હતું.)
..
...૬૭૦
ચોસઠ ઇન્દ્રો પરમાત્મા મહાવીર સ્વામી સમક્ષ એકઠાં થયાં. તેઓ દેવોના બેસવાના ગઢમાં બેઠા. પરમાત્મા મહાવીરસ્વામી ત્રિગડા ગઢમાં સિંહાસન પર બેઠા. (માનવો, તિર્યંચો, દેવો અને શ્રમણશ્રમણીઓએ) બે હાથ જોડી તેમને વંદન કર્યા. . ૬૭૧
મૃગાવતી સાધ્વીજી પરમાત્માની દેશના શ્રવણ કરી પાછા ફર્યા ત્યારે સૂર્યાસ્ત થવાથી અંધકાર થયો. ચંદનબાળા આદિ પ્રમુખ આર્યાઓ સૂર્યાસ્ત થવાથી તે પૂર્વે ઉપાશ્રયમાં પાછા ફર્યાં.
...૬૭૨
મૃગાવતી આર્યાજીએ જાણ્યું કે રાત પડી ગઈ છે. કાળાતિક્રમના ભયથી ચકિત થઈ તેઓ જલ્દી જલ્દી પોતાના સ્થાને પહોંચ્યા. મૃગાવતી આર્યાજીને સૂર્યના ઉદ્યોતના તેજ વડે દિવસ ભ્રમથી સમયનું ભાન ન રહ્યુ તેથી સમવસરણમાં બેસી રહ્યા.સૂર્ય-ચંદ્ર ચાલ્યા ગયા, ત્યાં અંધકાર થયો.
....૬૭૩
ચંદનબાળા આર્યાજીએ નિત્યક્રમ પ્રમાણે પ્રતિક્રમણ કર્યું. ત્યાર પછી તેમણે વિધિપૂર્વક સંથારો કર્યો. મૃગાવતી આર્યાજીએ ઉપાશ્રયમાં આવી પોતાના ગુરુણીને પગે લાગી વારંવાર ખમાવ્યા. ચંદનબાળા આર્યાજી જાગી ગયા. તેમણે પોતાની શિષ્યાને મીઠો ઠપકો આપતાં કહ્યું.
...૬૭૪
‘મૃગાવતી આર્યાજી ! તમે તો સતી શિરોમણિ સાધ્વીજી છો. તમને રાત્રિના સમયે ઉપાશ્રયની બહાર ફરવું ન શોભે !'' ચંદનબાળા આર્યાજી સારી રીતે પોતાની શિષ્યાને શિખામણ આપતા હતા. મૃગાવતી આર્યાજીએ પોતાના મનમાં અંશ માત્ર કલુષિતતા ન રાખી.
...૬૭૫
મૃગાવતી આર્યાજીએ મનની શુદ્ધિપૂર્વક પોતાના ગુરુણીને ખમાવ્યા. તેમણે જાણ્યું કે, ‘મેં જિનાજ્ઞાનો ભંગ કરી મહાપરાધ કર્યો છે.' તેમને પોતાના દોષોથી નિંદા કરી. શુભ ધ્યાનની વર્ધમાન શ્રેણીએ
Jain Education International
૪૫૭
. . . ૬૮૧હો
For Personal & Private Use Only
(૧) દશાર્ણભદ્ર રાજા – જુઓ પરિશિષ્ટ વિભાગ.
(૨) નોંધ : આ અવસરર્પિણી કાળમાં દશ આશ્ચર્યો થયા છે. (૧) અરિહંતને કેવળજ્ઞાન પછી ઉપસર્ગ (૨) ગર્ભનું સાહરણ (૩) સૂર્ય-ચંદ્રના વિમાનનું અવતરણ (૪) ચરમટેંન્દ્રનો ઉત્પાત (૫) અભવી પરિષદ, (૬) એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ (૭) ધાતકીખંડની અપરકંકા નગરીમાં કૃષ્ણનું ગમન (૮) અસંયમીની પૂજા (૯) સ્ત્રી તીર્થક૨ (૧૦) હરિવંશ કુળની ઉત્પત્તિ
... ૬૮૨ હો૦
www.jainelibrary.org