SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ ચિંતાતુર રહેતું હતું. મહારાજા શ્રેણિકની રાજસભા જોઈ પિતૃશોકથી સંતપ્ત તેમનું દિલ રડી પડતું... ૧૩૭૧ કડવી વાતોને ભૂલવા માટે કોણિકરાજાએ મંત્રીઓને કહ્યું, “એક સુંદર જગ્યા જોઈને બીજી નગરી વસાવો.” મંત્રીઓએ(વાસ્તુવેત્તાઓની મદદથી) ઉત્તમ ભૂમિ શોધી કાઢી. તેમણે એક સ્થાને અદ્ભુત રમણીય વિશાળ પત્ર લતાવાળું ખીલેલું સુગંધી ચંપક પુખ જોયું. તેના ઉપર ચાસ પક્ષી બેઠું હતું. તેના મુખમાં ભક્ષ્ય સામેથી આવીને પડતું હતું. ...૧૩૭ર આ જોઈને સૂત્રધારે વિચાર્યું, ‘આ ચાસ પક્ષી અહીં બેઠો બેઠો નિરાંતે ખાય છે તેવી જ રીતે દેશપરદેશના રાજાઓ પણ અહીં આવી કોણિકરાજાને નમન કરી તેમની આજ્ઞામાં રહેશે.) આ રાજા પણ બેઠાં બેઠાં સંપત્તિ મેળવશે. ચંપક વૃક્ષના નામથી ચંપાપુરી નગરી કહેવાઈ. ...૧૩૭૩ કોણિકરાજાએ રાજગૃહી નગરી છોડી ચંપાનગરીમાં વસવાટ કર્યો. તેમણે ચંપાનગરીને રાજધાની બનાવી. ચંપાનગરીને ફરતો કોટ (ગઢ) હતો. આ નગરીમાં સાધુઓને રહેવાના તથા વિદ્યાના સ્થાનો તરીકે મઠ હતા. આ નગરીમાં ઘણાં મંદિરો અને પોળો હતી. ત્યાં ચોર્યાસી (૮૪) જેટલી બજારો અને બહુલ સંખ્યામાં દુકાનો-હાટો હતી. ... ૧૩૭૪ આવી વૈભવશાળી નગરીમાં કોણિકરાજા રાજ્ય કરતા હતા. તેમના રાજ્યમાં કરવેરો ન હતો. વળી કોઈને દંડના પ્રહાર જેવી શિક્ષા પણ ન અપાતી. એકવાર ભગવાન મહાવીર સ્વામી ચંપાનગરીમાં પધાર્યા. ચંપાપતિ કોણિકરાજા તેમના અંતઃપુર સાથે મહાવીર પ્રભુને વંદન કરવા ગયા. ... ૧૩૭૫ તેમની સાથે શણગારેલા ઘણા ગજ, રથ અને અશ્વો તેમજ અપાર પાયદળ હતું. તેઓ ઢોલના ગડગડાટ, નોબતના સૂર, ભંભા તેમજ ભેરી જેવા મુખવાદ્યોના સૂર સાથે ચતુરંગી સેના સહિત પ્રભુનાં દર્શન કરવા ગયા. ... ૧૩૭૬ રાજાએ પ્રભુને વંદન કરવા જતાં દસ અભિગમ (શ્રાવકના શિષ્ટાચાર) સાચવ્યા. ૧) સચેત વસ્તુનો ત્યાગ કર્યો. ૨-૩) વસ્ત્ર- આભૂષણ શુદ્ધ અને નિર્મળ રાખ્યા. ૪) મનની એકાગ્રતા કરી. ...૧૩૭૭ ૫) ખભે ઉત્તરાસન રાખ્યું (જેથી મુખ પર રાખી તીર્થંકર પરમાત્મા સાથે વાર્તાલાપ કરી શકાય.) ૬) તીર્થંકર પરમાત્માને જોઈને તેમણે બે હાથ જોડી વંદન કર્યા. ૭-૮) છત્ર, ચામર, તલવાર, પગરખાં અને મુગટ એ પાંચ રાજચિહનો ત્યાગ કર્યો. ... ૧૩૭૮ ૯) જિનેશ્વર દેવને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કર્યા. ૧૦) એકાગ્ર ચિત્તે પ્રભુની દેશના શ્રવણ કરી. કવિ ઋષભદાસ કહે છે કે કોણિકરાજાએ પોતાના સંશયનું નિવારણ કરવા ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂગ્યો. ... ૧૩૭૯ દુહા ઃ ૭૦ પૂછઈ પ્રેમિં વીરનિં, શ્રેણિકનો અવદાત; પિતા સનેહ મુઝ ઉપરિ, મિં કિમ દૂહવ્યો તાત. (૧) દસ અભિગમ : શ્રી ઉવવાઈ સૂત્ર, વિભાગ - ૧, પૃ. ૧૦૧. ૧૩૮૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy