________________
૨પર
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
મંત્રી કહેણી થકી રાજાંઈ, પિંડ દાન તિહા દેઈ; શોક નિવારણ કાજિં ભૂપઈ, રાજન પોષ કરેઈ.
• ૧૩૭૦ રાજગૃહીમાં રહઈતાં રાજા, અંગિં આશાતા હોઈ; શ્રેણિક સોય સભાનિ દેખી, કોણી રાજા રોઈ.
. ૧૩૭૧ કહઈ વાસો એક નગરી બીજી, જુઈ ભોમી નર ત્યાંહિં; ચંપક ઉપરિ ચાસ બેઠો, પડઈ ભખ્ય મુખમાંઈ.
૧૩૭૨ સૂત્રધાર સહુ મિલી વિચારઈ, બેઠો ચાસ ભ લેહ; દેસ દેશના રાજા આવી, નૃપનિં આંય નમેહ..
•.. ૧૩૭૩ તવ તિહાં ચંપાનગરી, ગઢ મઠ મંદિર પોલિં; ચોરાસી ચોટાં તિહાં કીધાં, હાટ તણી તિહાં બહુલી. - ૧૩૭૪ રાજ કરઈ તિહાં કોણી રાજા, નહી નૃપ અકર અન્યાય; એણઈ અવસરિ તિહાં જિનવર આવ્યા, નરપતિ વંદનિ જાય.
... ૧૩૭૫ ગજ રથ ઘોડા બહુ સિણગારયા, પાયકનો નહી પાર; ઢોલ દમાંમાં ઘણી ન ફેરી, ભંભા ભેરી સાર.
.. ૧૩૭૬ અભિગમ દસ તિહાં સાચવતો, સચિત વસ્ત છાંડેઈ; ભૂષણ ચીવર નીરમલ રાખઈ, મન એકાંત કરેઈ.
.. ૧૩૭૭ એક સાઢીઉં ઉતરાસણ ઘાલઈ, કર જોડઈ જિન દેખી; ચામર છત્ર ખડગનિ વાણહી, મુંડઈ મુગટ ઉવેખી.
... ૧૩૭૮ ત્રણ્ય પ્રદક્ષણા દેઈનિ વંદઈ, સુણઈ દેસના સાર; ઋષભ કહઈ કોણી રાજા, પૂછઈ એક વિચાર.
... ૧૭૭૯ અર્થ - મંત્રીઓએ તામ્રપત્ર ઉપર લેખ લખીને કોણિકરાજાને આપ્યો. રાજાએ તે લેખ વાંચ્યો. તે લેખમાં લખ્યું હતું કે, “જેના પૂર્વજો દિવંગત થયા છે, તેમના પુત્રો વડીલોને પિતૃ તર્પણ (પિંડદાન) આપે છે. (પુત્રના પિંડાદિક મૃત પિતા મેળવી શકે છે.)'
... ૧૩૬૮ પિતૃતર્પણ આપવાથી તેમની ઈક્કોતેર(૭૧) પેઢીઓનો ઉદ્ધાર (સદ્ગતિ) થાય છે. આ કાર્ય ફક્ત પુત્ર જ પરંપરાથી સાચવે છે. તેમ કરવાથી કુળની યશ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ વધે છે તેમજ તેનો સર્વત્ર જય જયકાર થાય છે.
... ૧૩૬૯ કોણિકરાજાએ મંત્રીઓના કહેવાથી પોતાના પિતાને સંતુષ્ટ કરવા પિંડદાન આપ્યું. પિતાની યાદોને ભૂલવા તેમજ શોકનું નિવારણ કરવા કોણિકરાજાએ રાજધાનીની સ્થાપના બીજી જગ્યાએ કરવાનો વિચાર કર્યો.
...૧૩૭૦ રાજગૃહી નગરીમાં રહેવાથી કોણિકરાજાને સતત પિતાની યાદ આવતી હતી તેથી તેમનું મન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org