SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ આદ્રકુમાર અને નંદીષેણ બંને રાજકુમારો પુષ્કળ સંપત્તિ અને વિષયભોગોની સુવિધાઓ મળવા છતાં તેને સ્વેચ્છાએ છોડી સંયમ રવીકાર્યો હતો. તેઓ અલ્પ વિષય ભોગોમાં આસક્ત બની સંયમને હારી ગયા. ખરેખર!નિકાચિત કર્મ રોગથી મુક્ત થવું દુર્લભ છે. ... ૧૩૬૧ રામના પરમભક્ત હનુમાનજી સીતાજીને શોધવા માટે લંકામાં ગયા હતા, છતાં આશ્ચર્ય એ છે કે સીતાજી તેમને ન મળ્યા અને રાવણ સાથે યુદ્ધ થયું. એમાં ઘણો અનર્થ થયો પરંતુ જે થવાનું હોય તે થાય છે. (અર્થાત્ રામ અને રાવણનું સીતાજી માટે યુદ્ધ થવાનું હતું તે નિયત હતું.) ... ૧૩૬૨ નહીં તો પરમાત્મા વીર પ્રભુ ઉદાયનને દીક્ષા દેવા વિતિભય પાટણ નગરીમાં શા માટે ગયાં? માર્ગમાં ચૌદ મુનિઓ કાળધર્મ પામ્યાં. નિશ્ચયથી નિયતિમાં તેમજ નિર્ધારિત હતું. ... ૧૩૬૩ ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થતાં તેમણે દેશના આપી. તેમની પ્રથમ દેશનામાં એક પણ જીવ બોધ ન પામ્યા. (તીર્થકરની દેશના કદી ખાલી ન જાય) નિયતિને કોણ બદલી શકે છે? અરિહંત પરમાત્મા પણ શું કરે? (નિયતિને બદલવા અરિહંત પરમાત્મા પણ સમર્થ નથી.) ... ૧૩૬૪ કોણિક રાજા પોતાના પિતાને બંધનમાંથી મુક્તિ અપાવવા ગયા. તેમને થયું હું મારા પિતાનું રાજ્ય પાછું સોંપી દઉં પરંતુ ભાગ્ય વિના નિશ્ચયથી સુખ પણ ક્યાંથી મળે? તેથી હે રાજનું! તમે હવે મહારાજા શ્રેણિકનો શોક છોડી, સ્વસ્થ બનો." ... ૧૩૬૫ કોણિકરાજાને તેમના ભાઈઓ અને મંત્રીઓએ ઘણા સમજાવ્યા પરંતુ કોણિકરાજાનો શોક કોઈ રીતે ઓછો ન થયો. (અત્યંત શોકથી રાજાનું મૃત્યુ થશે એવી આશંકાથી) રાજા પુનઃ રવસ્થ બને તે હેતુથી મંત્રીઓએ એક યુક્તિ કરી. કવિ ત્રષભદાસ તેનો ભેદ તમને કહે છે. ... ૧૩૬૬ દુહા ઃ ૬૯ શોગનિવારણ કારર્ણિ, મંત્રી બુધિ કરંત; ત્રાંબા પત્ર અણાવતાં, અક્ષર લેખ લખત. ... ૧૩૬૭ અર્થ - કોણિકરાજાનો વિષાદ દૂર કરવા માટે મંત્રીઓએ એક ઉપાય શોધ્યો. તેમણે જીર્ણ તામ્રપત્ર મંગાવ્યું. આ તામ્રપત્ર ઉપર અક્ષરો કોતરાવી લેખ લખાવ્યો ૧૩૬૭ ઢાળ ઃ ૬૦ ચંપાપુરીમાં વસાહત સાસો કીધો સામલિઈ એ દેશી. લખી લેખ આપ્યો રાજાનિ, વાંચ્યો ભૂપતિ તેહ; પિતા દિવંગત હોઈ જેહનો, પિંડિ દાન સુત દેહ; ૧૩૬૮ એકોતર સો પરીઆ કેરો, હોઈ ઈમ ઉધાર; એ મારગ બેટાઈ સાચવવો, જિમ હોય જય જય કાર. ... ૧૩૬૯ (૧) ચંપાનગરી અંગ દેશની રાજધાની હતી. અત્યારે ભાગલપુરથી ત્રણ માઈલ દૂર પશ્ચિમમાં છે. ચંપાનગરીના પૂર્ણભદ્ર ઉદ્યાનમાં ભગવાન મહાવીર સ્વામી ઘણીવાર પધાર્યા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy