SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ અર્થ :- “હે રાજન્ ! ભાવી ભાવને કોણ મિથ્યા કરી શક્યું છે. જે થવાનું હોય તે થાય જ છે. નિયતિ એ નિશ્ચય ધર્મ છે. ઉદ્યમ એ વ્યવહાર ધર્મ છે. ગૌતમ સ્વામી દેવશર્માને પ્રતિબોધવા ગયા તેથી પરમાત્મા પ્રત્યેની રાગની ગાંઠ તૂટી. તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જીવન સાર્થક થયું.’’ ... ૧૩૫૪ ભગવાન મહાવીર સ્વામીના જમાઈ જમાલીએ ૧૫૦૦ વ્યક્તિઓ સાથે રાજપાટ આદિ સંસારની ૨૫૦ જંજાળ છોડી પરમાત્મા પાસે દીક્ષા લીધી; પરંતુ હ્રદયમાંથી મિથ્યાત્વની જાંજળ ન છૂટી. ૧૩૫૫ (ભગવાન મહાવીર સ્વામીનો છદ્મસ્થ કાળનો શિષ્ય) ગોશાલક, જેણે ભગવાન મહાવીર સ્વામી ઉપર તેજોલેશ્યા છોડી. ત્યારે બાર પ્રકારની પર્ષદા બેઠી હતી, છતાં કોઈ કાંઈ ન કરી શક્યા. સર્વ શક્તિશાળી દેવો આ દશ્ય જોતા રહ્યા. તેમનું પણ અંશમાત્ર (જોર) ન ચાલ્યું. ૧૩૫૬ ‘ગજસુકુમારના મસ્તકે અંગારા મૂકી સોમિલ બ્રાહ્મણ સ્મશાનની બહાર ચાલ્યો ગયો. ત્યારે તેને રસ્તામાં શ્રી કૃષ્ણ મહારાજ સામે મળ્યા. તેમને જોઈને દંડના ભયથી ગભરાઈ સોમિલ બ્રાહ્મણનું તે સ્થળે જ મૃત્યુ થયું. ૧૩૫૭ કચ્છ અને મહાકચ્છ રાજઓએ ઉત્કૃષ્ઠ ભાવે, દઢતાપૂર્વક ભગવાન ઋષભદેવ સાથે પાંચ મહાવ્રતનો સ્વીકાર કર્યો. અણગાર ધર્મના કષ્ટો સહન ન થવાથી તેઓએ ભગવાન ઋષભદેવનો સાથ છોડી દીધો. ભગવાન ઋષભદેવ સાથે દીક્ષિત થયેલા ૪૦૦૦ શ્રમણો ગચ્છથી છૂટા પડયા. ૧૩૫૮ (દ્વારિકા નગરીના નાશમાં પોતે નિમિત્ત બનશે એવું જાણી) જરાકુમારે વનમાં જઈને વસવાટ કર્યો છતાં શ્રી કૃષ્ણ વાસુદેવની ઘાત કોણે કરી ? અરે ! કર્મસંયોગે તે જ વનમાં શ્રી કૃષ્ણ વાસુદેવ આવ્યા. તેઓ ભ્રાતા જરાકુમારના બાણથી વિંધાયા. (ભાઈથી ભાઈનું મૃત્યુ થયું.) ૧૩૫૯ દ્વારકા નગરી મદિરાના વ્યસનથી બળશે; એવું તીર્થંકર પરમાત્મા નેમનાથના મુખેથી સાંભળીને મદિરાને નગરની બહાર ખાઈમાં નંખાવી. (આટલા ઉપાયો કરવા છતાં)અંતે દ્વારકા નગરીનું દહન કોઈ ન ટાળી શક્યું. નિયતિમાં અવશ્ય એવું જ હતું. ૧૩૬૦ Jain Education International ... (૧) દેવશર્મા : ભગવાન મહાવીર પ્રત્યે ગૌતમ સ્વામીને અત્યધિક રાગ હતો. પોતાનાથી લઘુ-શ્રમણોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે જોઈને તેમણે ભગવાનને પૂછ્યું, “બંન્ને! મને કેવળજ્ઞાન કેમ ન થયું?'' ભગવાને કેવળજ્ઞાનની અનુપલબ્ધિનું કારણ દર્શાવતાં કહ્યું,‘ગૌતમ! ચિરકાળથી તું મારા સ્નેહમાં બંધાયેલો છે. અનેક દેવ અને મનુષ્યનાં ભવમાં આપણે સાથે રહેતા હતા. અહીંનું આયુષ્ય પૂર્ણ કરી આપણે બંને એક જ સ્થાને જઈશું.'' પ્રભુનું સમાધાન મેળવી ગૌતમ સ્વામી આહ્લાદિત થયા. પરિનિર્વાણ પૂર્વે ભગવાને તેમને પાસેના ગામમાં દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ આપવા મોકલ્યા. સંધ્યા થવાથી તેઓ ત્યાં જ રોકયા. જ રાત્રે ભગવાન નિર્વાણ પધાર્યા. ગૌતમ સ્વામી મોહનો ત્યાગ કરી શુક્લધ્યાનની સીડીએ ચડ્યા. તેમણે ઘાતી કર્મના પડળો ચીરી નાખ્યા. કારતક અમાવાસ્યાની મધ્ય રાત્રિએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ તેથી તે દિવસને ગૌતમ પ્રતિપદા (પડવો) અથવા નૂતન વર્ષ કહેવાય છે. (શ્રી કલ્પસૂત્ર, પૃ. ૨૨૧, ૨૨૨) (૨) જમાલી મુનિ : ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ-૮, પૃ.૧૩૯) (૩) ગોશાલક : ભવભાવના પ્રક૨ણ : ભાગ – ૨, પૃ. ૨૨૨ થી ૨૨૫. (૪) ગજસુકુમાર : ભરહેસરની કથાઓ, પૃ. ૬૭, ૬૮. (૫) ત્રિ.શ.પુ.ચ. પર્વ-૮, સર્ગ-૧૧, પૃ. ૪૧૧. For Personal & Private Use Only ... www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy