________________
••. ૩૧૬
... ૩૧૭
••• ૩૮
•
૩૧૯
કઈ વનિ વાયડૂ ખાધો એહ, કઈ પરમંદિર પેટ ભરે; ભૂખ તરસ કિમ ખમતો હસઈ, ગયો ક્યાંહિ મ્યું પરગટ થઈ .. ૩૧૫ તવ નાયક બોલ્યો નિરધાર, તુમ બેટઈ કીધો વ્યાપાર; ગુણ કિધો તેણિ અમ ઘણો, પાર નહી તેહની બુધિ તણો મિં ભાખિઉં જવ તેનું નામ, તું શ્રેણિક રાજગ્રહી ઠાંમ; એણઈ વચની તે ખીજ્યો તામ, કાં ન રાખી મહારી મામ મુઝ વારયો મિં ખાધી નીમ, હું બોલ્યો તે લાજી સીમ; બેનાટિમાં તો નિરધાર, ખુસી કરઈ તિહાં રાજ કુમાર એહમાં જો કાંઈ જુદું હોય, બાલહત્યાદિક પાતિક જોય; નૃપ કહઈ કોહનિ કેહસ્ય મ વાત, વાંચી સમસ્યા આવસઈ જાત શુદ્ધ વાત જાણી તિહાં સહુ, વધામણી તસ આપી બહુ સંગણ સુત કહઈ લખતો રાય, કિમ શ્રેણિલ લાગઈ નૃપ પાય અડલ આદિ અક્ષર વિણ માલવલધો, મધ્ય અક્ષર વિણ જગ સહિં ખધો; અંતિ અક્ષર વિણ પંથ પ્રસિધો, ચિહુ દસયાલિ વાય બધો
.૩૨૧ અર્થ:- “આ રાજ્યના ઉત્તરાધિકારી કોને બનાવું? આ રાજ્યનો ભાર કોને સો? શ્રેણિક કુમાર કયા દેશમાં ગયો હશે?' આવા વિચારોથી મહારાજા પ્રસેનજિતનું દિલ ખૂબ ચિંતાતુર રહેતું હતું. ... ૩૦૮
મારા ભલે બીજા નવાણુ પુત્ર હોય પરંતુ તેઓ અવિનીત હોવાથી (પ્રજાનું પુત્રની જેમ) પાલનપોષણ યોગ્ય રીતે નહીં કરી શકે.” રાજા સતત આવા વિચારોથી ગહેરી ચિંતામાં ડૂબેલા હતા. તે સમયે શ્રુક સંબોધન સાર્થવાહદેશ-વિદેશમાં ફરતો ફરતો રાજગૃહી નગરીમાં આવ્યો.
... ૩૦૯ સાર્થવાહ રાજાને મળવા રાજદરબારમાં આવ્યો. તેણે રાજાને કિંમતી વસ્તુઓનું નજરાણું ભેટ ધર્યું. તેણે રાજાની કુશળતા પૂછી. (સાર્થવાહે જોયું કે રાજાના નવાણુ પુત્રો ઝઘડી રહ્યાં હતાં.) ચતુર સાર્થવાહે તરત જ પુછયું, “રાજન ! આપના સો પુત્રોમાંથી નવાણુ પુત્રો જ કેમ દેખાય છે?”
. ૩૧૦ ત્યારે મહારાજા પ્રસેનજિત તરત જ બોલ્યા, “રત્ન જેવો મારો પુત્ર દુર્ભાગ્યથી મારા મહેલે ક્યાંથી રહે? મારી જ અવળી મતિ અને ભારે પડી. મારા કટુવચનોએ તેનું હૃદય વીંધી નાખ્યું તેથી સૌને પ્રિય અને મનમોહક એવો વિનયી પુત્ર નગર છોડી પરદેશ ચાલ્યો ગયો.
... ૩૧૧ મેં અનેક રીતે તેની બુદ્ધિની પરીક્ષાઓ કરી. તે પરીક્ષામાં નિપુણ ઉતર્યો. તે સદા મારી આજ્ઞા માનનારો આજ્ઞાંકિત પુત્ર હતો. મારા કુવચનોથી તે રાજ્ય છોડીને ગયો તે ગયો ત્યાર પછી આજ દિવસ સુધી પાછો નથી આવ્યો.”
.. ૩૧ર મહારાજા પ્રસેનજિતની પુત્રવિરહની વ્યથા સાંભળી સાર્થવાહે તરત જ કહ્યું, “રાજનું! મેં આપના પુત્ર શ્રેણિક કુમારને જોયો છે. તે બેનાતટ નગરમાં ધનાવાહ શેઠને ત્યાં રહે છે. આપનો પુત્ર ધનાવાહ શેઠની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org