________________
૩૦૯
.. ૧૬૯૮
અર્થ - ચેડારાજા કાળ ધર્મ પામી દેવલોકમાં ગયા. ચેડારાજા જ્યારે સ્વર્ગમાં ગયા ત્યારે સત્યકી વિદ્યાધર વિશાલાનગરીમાં આવ્યા. તેઓ સુજ્યેષ્ઠના પુત્ર હતા.(માતામહની નગરીને લૂંટાતી જોઈ ન શક્યા ત્યારે નગરીના લોકોને વિદ્યાના બળે ઉપાડી નીલવાન પર્વત ઉપર લઈ ગયા)
... ૧૬૯૭ તેમણે “મહેશ્વર' નામ ધારણ કર્યું. તેમણે તે સ્થળે પ્રજાજનોની ઘણી સેવા રીતે કરી. તેમણે પ્રજાજનોની સુરક્ષા માટે નીલવંત (નીલવાન પર્વત ધર્યો.
ચંપાપતિ કોણિકરાજાએ વિશાલાનગરીમાં પ્રવેશ કર્યો. તેમણે ત્યાં જઈ ઘરો, મહોલ્લાઓ અને દુકાનો તોડી પાડયાં. તેમણે ગધેડા સાથે હળને જોડી (ક્ષેત્રની જેમ) નગરીને ખેડાવીને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી.
... ૧૬૯૯ કોણિક રાજા જ્યારે ચંપાનગરીમાં પાછા ફર્યા ત્યારે (વિજયની વધામણીના આનંદમાં) તેમની રાણીઓ થાળ ભરીને સાચાં મોતી લાવી. તેમણે પોતાના સ્વામીને સાચાં મોતીથી વધાવ્યા. તેમણે મંગળ ગીતોના ગાન સાથે પતિને રાજમહેલમાં પ્રવેશ કરાવ્યો.
... ૧૭૦૦ કોણિકરાજાની રાણીઓએ વધામણી આપતાં કહ્યું, “સ્વામીનાથનો જય હો વિજય હો!" તેમણે રાજમહેલના પ્રવેશ દ્વાર પર વિશેષ પ્રકારના લટકણિયા તોરણો બંધાવી સજાવટ કરી. તેમણે દુર્વા ઉપર કુમ કુમવાળા હાથના છાપાં કર્યા.
... ૧૭૦૧ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત શ્રી મહાવીર ચરિત્રમાં તેમજ બીજા શાસ્ત્રોમાં પણ આ કોણિકરાજાનું ચરિત્ર (અધિકાર) છે.
. ૧૭૦૨ સાતમા ખંડમાં હવે તમે જોશો કે કોણિકરાજાની ખ્યાતિ ઠામઠામ (દેશવિદેશ)માં ચારે તરફ પ્રસરી. કવિ ઋષભદાસ કહે છે કે, કોણિકરાજાની પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ ખૂબ વધી. ... ૧૭૦૩ ખંડ - ૭
દુહા ઃ ૮૯ ચારણના આશીર્વચન ઋધિવૃધિ કોણી ધરિ, દીઈ ભાટ આસીસ; પંકજ સુત પરિ જીવજે, તેરણી પરિ તપેઈશ.
•.. ૧૭૦૪ હાલી નાલી બેલદીઆ, પશુ આલાપી ડાલ; એતાં તુમ રક્ષા કરો, મંકડ બહુ અબલાલ.
••• ૧૭૦૫ કવીતઃ સહીસ લો, કરઈ સાર, દો સહિસલો તુઠી;
અષ્ટલો તુઠત, બારલો તુઝ પૂઠી; ચિંતા કરઈ ચઉંદલો, એકલો જહી અલગો; બાલો કરઈ તુઝ કામ,થાય જસ જગહ વલગી; નીલો તુઠો તુઝનિ, સયલ લો રચ્યો ઇરિ; કવિ ઋષભ કહઈ કોણી સુણો, એતલાં તૃષ્ટ તુઝ ઉપિરિ.
• ૧૭૦૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org