SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” એણઈ અવસરિ ધરણંદ જ આવઈ, ચેડા રાય તણઈ લેઈ જાવઈ; મુકયો ભુવનિ અપણઈ એ. •.. ૧૬૯૫ આદરતો અણસણ તિહાં સારો, શરણ કરયાં જે મોટા ચ્યારો; જીવ રાશિ ખમાવતો એ. ... ૧૬૯૬ અર્થ :- કોણિકરાજાએ અભિમાન પૂર્વક ચેડારાજાને કહ્યું, “જોયું! અમે તમારી વિશાલાનગરી જીતી લીધી. હવે હું તમારું શું પ્રિય કરું?” ... ૧૬૯૨ ત્યારે રવમાની ચેડારાજાને ખૂબ દુઃખ થયું. તેમણે વિચાર કર્યો કે, “હવે હું પ્રજાને શું મોટું બતાવીશ? જ્યાં યશ, પ્રતિષ્ઠા, અને ઈજજત જાય ત્યાં જીવીને શું કરવું?' .. ૧૬૯૩ (ચેડારાજાએ પલટાતી પરિસ્થિતિ જોઈ જીવનને ટૂંકાવી દેવા) દેરાસરની જિન પ્રતિમા ડોકમાં બાંધી અંધારા કૂવામાં મૃત્યુની આશામાં ઝંપલાવ્યું. તેઓ મૃત્યુની વાટ જોવા લાગ્યા. .. ૧૬૯૪ તેવા સમયે તેમના પુણ્યોદયે (સાધાર્મિક જાણીને) ધરણેન્દ્ર દેવ ત્યાં આવ્યા. તેઓ ચેડારાજાને પોતાની સાથે તેમના ભવનમાં લઈ ગયા. ... ૧૬૯૫ ચેડારાજાએ ત્યાં (પાદોપગમન) નિર્ભય બની અનશન વ્રત આદર્યું. તેમણે ચાર શ્રેષ્ઠ શરણ ગ્રહણ કર્યા. તેમણે ૮૪ લાખ જીવાયોનિની સાથે ખમતખામણા કર્યા. ... ૧૬૯૬ અશોકચંદ્ર(કોણિકરાજા)નો વિશાલામાં પ્રવેશ ચેડો રાયતવસરગિ સિધાવઈ, સતકી વિદ્યાધરતવ આવઈ; સુત સુચેષ્ટાનો વલી એ. નામ મહેસર તાસ અપારો, નગર લોકની કરતો સારો; નીલવંત પરબતિ ધરી એ. ... ૧૬૯૮ કોણી આવ્યો નગરીમાંહિં, મંદિર મોહલ હાટ પાડઈ ત્યાંહિં; ગાધેડઈ હલ ઘાલતો એ. ... ૧૬૯૯ જીતી ચંપા મંહિ આવઈ, ભરી થાલ મોતી એ વધાવઈ; ધવલ દીઈ ગુણ ગોરડી એ. ••• ૧૭૦૦. જય જય હોયો કહઈ ઘર નારયો, તલીયા તોરણ બાંધ્યા બારયો; દ્રોહાથા કુકમ તણા એ. વીર ચરીત્ર કહે હેમિં જોય, બીજા શાસ્ત્રમાંહિ પણિ હોય; એ અધિકાર કોણિ તણો. ... ૧૭૦૨ જો જે સાતમા ખંડ મઝારિ, જસ વાપ્યો નૃપ ઠારો ઠારિ; 2ષભ કહઈ ત્રશધિ વાધતી એ. *. ૧૭૦૩ (૧) શ્રી નિરયાવલિકા સૂત્ર (મૂળ અને મૂળ તથા ટીકાના અર્થ સહિત) પૂર્વાચાર્ય, શ્રી જૈન ઘ.ત્ર.સ. ભાવનગર, સં.૧૯૯૦, પૃ. ૧૩, ૧૪. •.. ૧૬૯૭ *. ૧૭૦૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy