________________
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ”
...૬૧.
બીજા પુત્રો ઈર્ષાળુ છે, રખે! તેઓ રાજકુમાર શ્રેણિકને ઈર્ષાથી મારી નાખે તે હેતુથી મહારાજાએ બીજા પુત્રોની સમક્ષ તેની પ્રશંસા ન કરતાં તેને મૂર્ખ માની તેની અવહેલના કરી.
આવું વિચારી મહારાજા પ્રસેનજિતે રાજકુમાર શ્રેણિક ઉપર કૃત્રિમ ગુસ્સો કરતાં કહ્યું, “આટલું અપમાન થવા છતાં શું અહીં નિર્લજ્જની જેમ ઊભો છે? જ્યારે તારું કામ પડશે ત્યારે તને બોલાવીશ, અત્યારે તું ચાલ્યો જા.'
...૬૨ (મહારાજા પ્રસેનજિતે રાજકુમાર શ્રેણિકને જાકારો આપ્યો. શ્રેણિકે વિચાર્યું, પિતાજી તરફથી પુરસ્કાર મળશે, પરંતુ દરેક વખતે અપમાન જ મળ્યું.) તેમણે પિતાની ચરણરજ લઈ માન પૂર્વક મસ્તકે ચડાવી. તેમના મુખ પર ખિન્નતા હતી.
અપમાનિત થવા છતાં તે સ્થાનને ન છોડનાર વ્યક્તિ પૃથ્વીની ધૂળ-રજથી પણ હલકો (તુચ્છ) છે. થોહર નામની કાંટાળી વનસ્પતિ કાપવા છતાં ફરી ફરી ઉગે છે.
આંબાનું વૃક્ષ કાપ્યા પછી કદી ઉગતું નથી કારણકે આંબો ઉત્તમ જાતિનો છે. જે ઉત્તમ સ્ત્રીએ પોતાના પતિને ગુમાવ્યો છે, જેની આબરૂ ગઈ છે, તેવી જગ્યાએ ઉત્તમ વ્યક્તિઓ કદી રહેતાં નથી...૬૫
કાગડા, કૂતરા, દુર્જન વ્યક્તિઓ અને ઠગો એ ચાર હલકી કક્ષાના હોવાથી હડધૂત, તાડન કે અપમાનિત થવા છતાં તે સ્થાન છોડતા નથી.
સિંહ કદી પોતાનું અપમાન સહન કરતો નથી. હાથી અપમાનિત થતાં તે સ્થાન છોડી દે છે, તેમ પિતાજીનાં કડવાં વચનો સાંભળી અપમાનિત થયેલ શ્રેણિક કુમાર ત્યાંથી ચાલી નીકળ્યા. ૬૭
મહારાજા પ્રસેનજિત પોતાના પુત્રને જતાં જોઈ રહ્યા. તેમણે છાનાં આશીર્વાદ આપતાં કહ્યું, “વત્સ! પરદેશમાં તારી ખૂબ પ્રગતિ થશે. તારા ભાઈઓ તારું અનિષ્ટ કરે તે કરતાં તું હમણાં પરદેશમાં જાય તે જ તારા માટે વધુ શ્રેયકારક છે.”
...૬૮ પરદેશગમનથી લાભ ઢાળ : ૨ સુરસુંદરી કહઈ સિરનામી એ દેશી. રાગઃ પરજીઉં. નૃપ ચાલ્યો ચિંતઈ, તેહફરી જોરૂં પ્રથવી જેહ ફરતાં વિદ્યાહ મલેહ, હોય મંત્રી સાથે નેહ. ચિંતઈ રાયજી રે ... ૬૯ આધન ભાખા જેહ કલાય, નર નવ નવ વેસ દેખાય;
હોય કર્મ તણી પરિક્ષાય, એમ ચિંતી ચાલ્યો રાય રાજકુમાર શ્રેણિકે વિચાર્યું કે, “ભાગ્યમાં હશે તો આ ધરતીનાં ફરીથી દર્શન થશે. પરદેશમાં જવાથી ઘણી વિદ્યાઓ શીખવા મળશે તેમજ અનેક લોકો સાથે મૈત્રી સંબંધ પણ થશે. ...૬૯
પરદેશમાં જવાથી અધ્યયનો (શાસ્ત્રો)માં કહેલી નવી નવી કલાઓ શીખવા મળશે. દેશ-પરદેશમાં વસતા લોકોની વિવિધ વેશભૂષાની જાણકારી થશે, તેમજ મારી બુદ્ધિની કસોટી થશે અર્થાત્ ચતુર થવાશે.” એવું વિચારી રાજકુમાર શ્રેણિક મહેલ છોડી પરદેશ જવા નીકળ્યા.
મ
... ૭૦
... ૭૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org