________________
પેટ ભરો શ્રેણિક સહી, મોટું તાહરૂં પેટ; તું થાઈશ ગોવાલીઉં, રાખે ઢોરા નેટિ મનિ ચિંતઈ એ નૃપ થસઈ, બીજા સકલ ઉકંઠ; રખે હણઈ શ્રેણિક નઈ, મુરિખ માની કંઠ અસિઉ વિમાસી ખીજીઉં, શ્રેણિક ઉપરિ તામ; ચું ઊભો તું જાય રે, તેડું જવ મુંઝ કામ શ્રેણિક તામ વિવારતો, પગે હણી રજ જેહ; માન ધરી મસ્તકિ ચડઈ, વદની પસઈ તેહ પુરુષ પંચારયો જે રહે, ધૂલિ થકી તે હીણ; કાપ્યો તરૂઅર ઉગતાં, તે થોહર અકલી એ કાપ્યો અંબ ન ઉગતો, જે જાતિ સહકાર; પતિ ખોઈ પાણી ગયું, નિંદા ન રહઈ નર સાર કાગ કમાણસ કૂતિ રો, ચોથો ઠગ નર નામ; જો કઠેરી કાઢીઈ, તોહિ ન મુંકઈ ઠામ સીહ પચારયો નવિ ખમઈ, ગજ ઉપમાન્યો જાય; કુટક વચન કાને સુણી, ચાલ્યો શ્રેણિક રાય જાતાં નૃપ છાનું કહઈ, હોસઈ સુત પરદેસ; બંધવ લાગો તુઝ વલી, હવડાં ભલ પરદેસ
... ૬૮ અર્થ - મહારાજા પ્રસેનજિતે રાજકુમાર શ્રેણિકને કટુ વચનોથી અપમાનિત કર્યો. તેમણે કહ્યું, “તારી બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ છે. તું હમણાં ભંભા હાથમાંથી લઈ ઘરમાંથી બહાર આવ્યો, પૂર્વે તે મીઠાઈને ચૂરો કરી ખાધી. (ધાનને ધૂળ કરી ખાધી.)
તારાં કરતાં તો તારા નવાણુ ભાઈઓ હોંશિયાર છે. તેમણે કૂતરાઓને ખીર ખવડાવી દીધી પણ પોતે કૂતરાઓ જોડે ન જમ્યા. હવે તે ધન છોડી ભંભા ગ્રહણ કરી, જ્યારે તારા ભાઈઓ ધન લઈને આવ્યા. તેઓ કેવા સમજદાર છે તે પણ તારા જ ભાઈઓ છે.(અર્થાત્ તું આવો મૂર્ખ શિરોમણી કેમ?). ...૫૮
મતિ બુદ્ધિ પ્રત્યેકના દેહમાં ઉપજે છે. તે કોઈને વેચાતી આપી શકાતી નથી. પાણીમાં રહેલા કાચબાને તરતા શીખવવું પડતું નથી.
... ૫૯ હે શ્રેણિક! તું તો પેટૂ છે. અર્થાત્ તું એકલપેટો, સ્વાર્થી છે. મોટું પેટ રાખી એકલા ખાવું યોગ્ય ન કહેવાય. તું ઢોરો ચરાવનારો ગોવાળિયો જ થઈશ.”
... ૬૦ (મહારાજા પ્રસેનજિત દ્વારા લેવાયેલી પરીક્ષામાં રાજકુમાર શ્રેણિક દરેક વખતે અવલ નંબરે પાસ થયા.) રાજાએ મનમાં વિચાર્યું કે, “ભવિષ્યમાં મગધનો સાચો વારસદાર રાજકુમાર શ્રેણિક જ બનશે. મારાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org