________________
૨૪
કરતાં કહ્યું, ‘‘શ્રેણિક ! તું ભિખારી (ગમાર) છે. તું કૂતરાઓ સાથે જમ્યો ? તારા ૯૯ ભાઈઓ તારા કરતાં ઘણાં સમજદાર અને સંસ્કારી છે. તેઓ શ્વાનની બીકે તેમની સાથે ન જમ્યા, તે સમજદારીનું કાર્ય કર્યું.''.. ૫૧ રાજાએ ફરી એકવાર પરીક્ષા કરવા મહેલમાં આગ લગાડી. તેમણે કુમારોને કહ્યું, ‘જેટલી વસ્તુઓ મહેલમાંથી લઈ જવાય તેટલી વસ્તુઓ લઈ જાવ તેને તે વસ્તુઓ હું ભેટ આપીશ.
પર
બધા રાજકુમારો બળતા ઘરમાં પ્રવેશ્યા. કોઈએ હાથીની અંબાડી લીધી, તો કોઈએ જાતિવાન અશ્વો, બળદ, રથ અને પાલખી લીધાં. કોઈએ વળી મણિરત્ન, સુવર્ણહાર અને સુવર્ણમુદ્રાઓ લીધી...પ૩ (રાજકુમાર શ્રેણિકે ગોદડીને પાણીથી ભીની કરી ઓઢી લીધી ત્યાર પછી બળતા ઘરમાં પ્રવેશ્યા.) રાજકુમાર શ્રેણિકે ભંભા નામનું વાજિંત્ર(છત્ર-ચામર) અને ભેરી લીધી. આ વાજિંત્રના નાદથી છ માસનો જૂનો રોગ નષ્ટ થાય છે તેમજ છ માસ સુધીમાં નવો રોગ ઉત્પન્ન થતો નથી.
...૫૪
મહારાજા પ્રસેનજિતે ફરી પોતાના પુત્રોને રાજ દરબારમાં બોલાવ્યા. બધા પુત્રો રાજસભામાં આવ્યા. પિતાજીએ પુત્રોને શું શું લઈને આવ્યા તે વિશે પૂછ્યું. જેણે જે વસ્તુ ઘરમાંથી લીધી હતી તે કહી. કોઈએ ઘોડા, હાથી, પાલખી આદિ વિશે કહ્યું. જ્યારે રાજકુમાર શ્રેણિકને પિતાજીએ પૂછ્યું કે, ‘તું શું લાવ્યો છે ?’ ત્યારે શ્રેણિકે કહ્યું, ‘ભંભા’.
૫૫
મહારાજા પ્રસેનજિતે ફરી રાજકુમાર શ્રેણિકના આ કાર્યને ખૂબ વગોવ્યું. “ઘરે ઘરે અને ગલીએ ગલીએ તું વાજિંત્રો વગાડતો રહેજે. તું ગોવાળિયા બનજે. વનમાં ગાયો ચરાવતો ભંભા વગાડતો ફરજે. તારા નવ્વાણુ ભાઈઓએ સંપત્તિ લીધી તેથી તેઓ હોંશિયાર છે, જ્યારે તું મૂર્ખ છે''. કવિ ઋષભદાસ કહે છે કે તેઓ ઘરમાં સુખી થશે.
. ૫૬
દુહા : ૩ પુત્રનું અપમાન સુત શ્રેણિક વખોડિઉઇ, નાઠી તાહરી સાન; હવડાં ભંભા કરિ ગ્રહી, પહિલીં દીધું ધાન પુત્ર નવાનું નીરમલા, દીધિ સ્વાન નઈ ખીર; ભંભા છાંડી ધન ગ્રહિઉં, તે પણિ તાહરા વીર
Jain Education International
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’
બુધિ શરીર્િં ઉપજઈ, દીધિ કિંમિ ન હોય; જલ મધે કછવ વસઈ, તરી ન જાણઈ સોય
For Personal & Private Use Only
૫૭
... ૫૮
:
(૧) કુશાગ્રનગરમાં અગ્નિનો ઉપદ્રવ થવા લાગ્યો. રાજાએ ઉદ્ઘોષણા કરી કે, ‘જેના ઘરમાં અગ્નિ લાગશે તેને નગરની બહાર મૂકવામાં આવશે.’ એક દિવસ રસોઈયાના પ્રમાદથી રાજાના મહેલમાં આગ લાગી. રાજાએ કુમારોને કહ્યું, ‘‘મારા મહેલમાંથી જે વસ્તુ જે કુમાર લઈ જશે, તેને તે સ્વાધીન છે.’’ રાજ આજ્ઞાથી રાજકુમાર શ્રેણિકે રાજચિન્હ એવું ભંભાવાઘ લીધું. જે રાજાઓને દિવિજયમાં મંગળકારી છે. ત્યારથી મહારાજા પ્રસેનજિતે રાજકુમાર શ્રેણિકનું નામ ‘ભંભાસાર’ પાડયું. મહારાજા પ્રસેનજિત પ્રતિજ્ઞા અનુસાર કુશાગ્રનગર છોડી એક કોશ દૂર પરિવાર સહિત આવી રહ્યા. લોકો પણ ત્યાં ગયા. લોકોએ કહ્યું, “અમે રાજાના ઘરે જઈએ છીએ.'' તે ઉપરથી રાજાએ ત્યાં રાજગૃહ નામનું નગર વસાવ્યું. (શ્રી અંતગઢ દશાંગસૂત્ર પૃ.૨૧૫-૨૧૬.)
૫૯
www.jainelibrary.org