SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ સર્વ રાજકુમારો મીઠાઈના કરંડિયાને પાદ પ્રહાર કરવા લાગ્યા તેમજ ખૂબ હલબલાવવા માંડયા. મીઠાઈનો ભૂક્કો થતાં તે વાસના કરંડિયાના છિદ્રમાંથી બહાર આવ્યો. રાજકુમારોએ પેટ ભરીને સુખડી ખાધી પરંતુ હવે પાણી શી રીતે પીવું? ... ૪૨ (રાજકુમાર શ્રેણિકે બતાવેલા ઉપાય અનુસાર) રાજકુમારોએ પોતાના ખભે રહેલી મલમલની પછેડી (દુપટ્ટો કે ખેસ) પાણીના ઘડાને ફરતી વીંટી દીધી. (નવા કોરા ઘડામાંથી પાણી ઝમતા) પાતળું કપડું ભીનું થયું, તેને મુખમાં નિચોવી રાજકુમારોએ પાણી પીધું. ... ૪૩ પિતાજીએ થોડા સમય પછી ઓરડો ખોલ્યો. તેમણે પૂછયું, “વત્સો !ખાઈ-પીને તમે તૃપ્ત થયા કે નહીં?'' પુત્રોએ પિતાને રાજકુમાર શ્રેણિકની હોંશિયારી અને ચતુરાઈની વાત કરી. તેના કારણે અમારી સુધા અને તૃષા શાંત થઈ. અમે સુખેથી ખાધું અને ઠંડુ પાણી પીધું. .. ૪૪ મહારાજા પ્રસેનજિતે (મોઢું મચકોળતાં) બળપૂર્વક રાજકુમાર શ્રેણિકની આ યુક્તિને વખોડી નાંખી. તેમણે ઠપકો આપતાં કહ્યું, “તેં ચતુર બનીને ચૂરો કરીને(ખંખેરીને) ખાધું અને ગંદુ પાણી પીધું? તારા ભાઈઓ કદી મારી આજ્ઞાનું ઉથાપન કરતા નથી. તેઓ મારા હૃદયને કદીઠેસ પહોંચાડતા નથી.... ૪૫ એક દિવસ ફરી બધા રાજકુમારોને એકત્રિત કરી પ્રસેનજિત રાજાએ ભોજન કરવા બેસાડયા. સોનાની થાળીમાં સ્વાદિષ્ટ અને ખુબુદાર ઘી અને ખાંડ નાખી બનાવેલી ખીર પીરસાઈ. ...૪૬ જેવા રાજકુમારો જમવા બેઠા ખીરનો એકાદ ઘૂંટડો પીધો જ હતો ત્યાં તો ઈરાદાપૂર્વક પ્રસેનજિત રાજાએ છોડેલા શિકારી કૂતરાઓ આવીને ઝપટયા. અચાનક કૂતરાઓના ધસી આવવાથી અને ભસવાના અવાજથી ડરીને રાજકુમારો થાળી ત્યાં જ મૂકી ભાગ્યા. બુદ્ધિશાળી રાજકુમાર શ્રેણિક ત્યાં જ રહ્યા. તેમણે વિકરાળ કૂતરાઓને જોયા. જેવા શિકારી કૂતરાઓ નજીક આવ્યા તેવા જ રાજકુમાર શ્રેણિકે આજુબાજુની ખીરની થાળીઓ કૂતરાઓની સામે ધરી દીધી. કૂતરાઓ ખાવામાં મસ્ત હતા. બીજી બાજુ રાજકુમાર શ્રેણિકે પોતાની થાળીમાંથી આનંદપૂર્વક શાંતિથી ખીર ખાધી. ... ૪૮ જેવા શિકારી કૂતરાઓ નજીક આવતા તેવા જ રાજકુમાર શ્રેણિક તેમને તરત જ બીજી થાળી ધરી દેતા, જેથી સર્વ શ્વાનને થાળીને વળગી રહ્યા. તેઓ રાજકુમાર શ્રેણિકની થાળી સુધી ન પહોંચ્યા. ... ૪૯ રાજકુમાર શ્રેણિક સ્વયં એક એક કવલ પોતાની થાળીમાંથી લઈ ખાતા જતા અને પછી કૂતરાઓને અન્ય રાજકુમારોની થાળીઓ ધરતા જતા. મહારાજા પ્રસેનજિતે જાણ્યું કે, “રાજકુમાર શ્રેણિક જ રાજગૃહીનો ઉત્તરાધિકારી થઈ શકે તેવી તેનામાં યોગ્યાતા છે.” ...૫૦ મહારાજા પ્રસેનજિતે આ પ્રસંગે પણ રાજકુમાર શ્રેણિકની પ્રશંસા ન કરી. તેમણે ખોટો ગુસ્સો (૧) દિવસો પછી મહારાજાએ ફરી રાજકુમારોને બોલાવી હેમકુંભમાં જળ ભરી લાવી પોતાના ચરણોનું પ્રક્ષાલન કરવાનું કહ્યું. નવાણું રાજકુમારોએ મજૂરની જેમ ખભા પર કળશ લાવી રાજાના ચરણોનું પ્રક્ષાલન કર્યું. રાજકુમાર શ્રેણિકે મંત્રી પુત્રના ખભા ઉપર કળશ ઉપડાવી પોતાના પિતા પાસે આવી ચરણોનું પ્રક્ષાલન કર્યું. (ત્રિ.શે.પુ.ચ. ૫.-૧૦, સ.-૬, પૃ.૧૦૩-૧૦૪ અને કથાભારતી પૃ. ૨૩). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy