SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ દુહા : ૪ એક દેસનઈ સેવતો, શાસ્ત્ર સભા એક નારિ; ઋષભ કહઈ નર તે ભલંઈ, ચતુરાઈ તેભઈ ઠારિ પંડિત મિત્ર પ્રથવી ભમઈ, સુણતાં ચતુર જ થાય; એમ ચિંતિ નૃપ ચાલીઉ, ખડગ ગ્રહઈ કરિ રાય ૭૨ અર્થ : કવિ ઋષભદાસ કહે છે કે, એક જ વતન દેશ (મુલકમાં રહેનારો), એક શાસ્ત્ર, એક સભા (સમાજ, પરિષદ) અને એક નારીને સેવનારો ઉત્તમ નર કહેવાય છે પરંતુ ચતુરાઈ ત્યાં નથી. ... ૭૧ પંડિતો અને મિત્રો જે દેશ વિદેશમાં પર્યટન કરીને વિવિધ ભાષાઓ, કળાઓનું જ્ઞાન મેળવે છે. તેમની પાસે ચતુરાઈ હોય છે. અનુભવથી મેળવેલું જ્ઞાન વ્યક્તિને હોંશિયાર બનાવે છે. એવું વિચારી શ્રેણિક કુમાર હાથમાં તલવાર લઈ પરદેશ ચાલ્યા. ... ૭૨ Jain Education International ઢાળ : ૩ અવનવા અનુભવો – રત્ન પ્રાપ્તિ સુરસુંદરી કહઈ સિરનામી એ દેશી. રાગઃ પરજીઉ. ખડગ મુઠિ રાજા સોહઈ, વિરાગર કાંઠઈ જાય; રોહણાચલ આવ્યો રાય, પુણ્ય પરગર તિહાં પણિ થાય અષ્ટમી નર દેવતા જેહ, વેગિં દઈ સુપનાંતર તેહ; નદી તીરુિં રત્ન જ એહ, ઉઠિં વેગિં વેહલો લેહ તિહાં વૃક્ષ ભલા છઈ દોય, સમી વૃક્ષ પલાક્ષ જ હોય; વિચ ધોલો પાહણ જ જોય, શ્રુભ રનિં ભરીઉં સોય માંહિં રત્ન ભલાં જ અઢાર, એકિં ઉતરતો વિષ ભાર; બીજું અપાઈ જલનઈ આહાર, ત્રીજઈ કરતવ્ય નોહઈ લગાર ચોથું આપઈ પુત્ર સુસાર, ગુણ રૂપ તણો નહી પાર; સૂરવીર પંડિત દાતાર, કરઈ નિજ કુલનો ઉધાર રત્ન પાંચમું પરખી જોય, મલ્યા પાખિં વિદ્યા હોય; છઠઈ નહી રોગ જ કોય, સાતમું ભોગ સઘલા સોય રૂપ આઠમઈ સહી પલટાય, નોમઈ તસ્યો ઉદધિ જાય; વસ્ત દસમઈ સહી પરખાય, વિવેક અગીયારમઈ થાય બારમઈ અગનિં ઉહલાય, તેરમઈ સિંહાદિક જાય; ધાર ચઉદમઈ તે બંદાય, સહુ લાગઈ પનરમઈ પાય સોલમંઈ રીઝઈ સજાય, સ્ત્રીનિં સતરમઈ રંગ ધાય; આંધલું છઈ લોચન પાય, અઢારમું એ મહિમાય For Personal & Private Use Only ... ૭૧ ... ૭૩ ... ૭૪ ... ૭૫ ૭૬ 66 ... ૭૮ ... ૭૯ ...૮૦ ... ૮૧ www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy