________________
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
.. ૭૩
રત્ન ના ગુણ રનિં લખેહ, રન ઉપરા ઉપરિ તેહ તેમની પૂજા તુંહ કરેહ, મહારું નામ રદય ધરેહ તારહી દ્રિષ્ટિ પથ ઉપરિ જાય, તિવારઈ પાહણ વિકવર થાય; વીસ વરસ રતન મહિમાય, ત્યારિ કિર્તિ બહુ પરભાવ લહી સુપન જાગ્યો નરસાર, ગણ્યા ત્રણિ સઈ નવકાર; ઉઠી ચાલ્યો તેણી વાર, સો કોસ ગયો નિરધાર દીઠો સ્વેત વર્ણ પાષાણ, દેખઈ તરુઅરનું અહિધાણ;
પડિ પથર લેત સુજાણ, દેવ વચન થયું પરમાણ, કવિ ઋષભ કરઈ જ વખાણ... ૮૫ અર્થ :- રાજકુમાર શ્રેણિકના હાથમાં તલવાર શોભતી હતી. તે જંગલમાં કિનારે કિનારે ચાલતાં ચાલતાં રોહણાચલ પર્વત પાસે આવ્યા. રાજકુમાર શ્રેણિકના પુણ્યનો ઉદય થયો.
તેઓ વજકર પર્વતની ગુફામાં સૂઈ ગયા. અષ્ટમીની પાછલી રાત્રિએ તેમને એક સુંદર સ્વખા આવ્યું. તેમને સ્વપ્નમાં ગુફાના અધિષ્ઠાયક દેવે ઝડપથી આવી દર્શન આપ્યાં. પુણ્યશાળી આત્મા ઉપર દેવે પ્રસન્ન થઈ કહ્યું, “વત્સ! (અહીંથી દક્ષિણ દિશામાં સો કોસ દૂર) એક નદી છે. તેના કિનારે રત્ન રહેલાં છે. તું જલ્દીથી ઉઠ, ત્યાં જઈ તું ઝડપથી રત્નો પ્રાપ્ત કર.
..૭૪ આ નદીના કિનારે બે સુંદર વૃક્ષો છે. પલાશ (કેસૂડા)નાં વૃક્ષો જોડાજોડ રહેલા છે. આ વૃક્ષોની વચમાં એક સફેદ મોટી શિલા છે. ત્યાં કલ્યાણકારી રત્નો ભર્યા છે.
... ૭૫ આ શિલાની નીચે અઢાર મંગળપ્રદ રત્નો છે. પ્રથમ વિષહર રત્નથી ગમે તેવું ઝેર ઉતરી જશે. બીજા રત્નના પ્રભાવથી અન્ન અને પાણીની સુલભતા મળશે. ત્રીજા રત્નથી સહેજ પણ આનાકાની કર્યા વિના તમારા સર્વ કાર્યો પૂર્ણ થશે.
ચોથા રત્નથી સ્વરૂપવાન પુત્ર પ્રાપ્તિ થશે. તે પુત્રના રૂપ અને ગુણ અપાર હશે. તે શૂરવીર, પંડિત અને દાનવીર હશે. તે તારા કુળનો ઉદ્ધાર કરશે.
.. ૭૭ પાંચમા રત્નની ચકાસણી કરવાથી વિના અભ્યાસે, ગુરુ વિના પણ વિદ્યાનું સ્મરણ થશે. છઠ્ઠા રત્નથી રોગોનો નાશ થશે. સાતમા રત્નથી ઉચિત ભોગ્ય વસ્તુઓ (દિવ્ય સુખો) પ્રાપ્ત થશે. ... ૭૮
આઠમા રત્નથી રૂપ પરિવર્તન થાય. નવમા રત્નથી ચિંતા-ઉપદ્રવ દૂર થાય. દસમા રત્નથી વસ્તુની સત્યાસત્ય પરીક્ષા કરી શકાય. અગિયારમાં રનથી વિવેકમાં વૃદ્ધિ થાય.
બારમા રત્નથી (અગ્નિમાં શરીર નબળે) અગ્નિ શાંત થઈ જાય. તેરમા રત્નથી સિંહ જેવા હિંસક પશુઓનો સામનો જ ન કરવો પડે! ચૌદમા રત્નથી શરીર પર કોઈ પણ પ્રકારનો શસ્ત્રનો પ્રહાર ન થાય. પંદરમા રનથી રાજા, મંત્રી, શ્રેષ્ઠીજનો તરફથી માન સન્માન મળે.
...૮૦ સોળમા રત્નથી શત્રુ રાજા પણ શરણે આવી જાય. સત્તરમા રત્નથી વનિતા વશ થાય. અઢારમા રનથી લોચન (જન્માંધ વ્યક્તિને દૃષ્ટિ) પ્રાપ્ત થાય છે.
•••૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org