SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વરત વિનાનરતે મુઆરે, ક્રોધિ નાઠા વિવેકરે; એક કોડી અસી લખ્ય નરારે, કઈ સંગ્રામિં સંહાર રે; એક અમર બીજો માનવીરે, મીન હુઆ દસ હજાર રે. શૃંગાર રસ : (ઢા.૪) રાજકુમાર શ્રેણિકનું અનુપમ રૂપ જોઈ કામવિકારને સંતોષવા ઝંખતી ભીલકન્યાના વર્ણનમાં શૃંગાર રાસનાં દર્શન થાય છે. જો રે ભીલડી વનિ વસઈ, મૃગનયણી કટિ ઝીણીજી; ઉરિથની અધુર પણિ રાતી, નાસિકા અતિ તસતીનીજી. પગિ નેપૂર કંચનનાં કંકણ, ગલઈ ગુંજાનો હારો જી; મોર પીછનો ચરનો પેહરયો, કરતી રાગ મલ્હારો છે.” આ ઉપરાંત (ઢાળ: ર૯) ચેલણારાણીના દેહ સોંદર્યના વર્ણનમાં શૃંગારના ચમકારા જોવા મળે છે. મૃગ નયણીનિ મોહનગારી, તે પામઈ સસી વદની નારી; મુખિ મીઠી નિંદરીસણી ગોરી, ચિલણા મન લઈ નરનું ચોરી.” રાજકુમાર શ્રેણિક અને સુનંદા વચ્ચે દૃષ્ટોદષ્ટ મળવાથી ઉપજેલ અનુરાગ કવિ (ચો.૩) રોમાંચિત રીતે કહે છે. શ્રેણિંકિ નરખી સુંદરી, જોતાં નયણાં ઊંચા કરી; નેત્રિનેત્ર મલ્યાં નરનારિ, પ્રીતિ પ્રેમ હુઈ તેણિવાર.' (ચો.૧૨) શાલિભદ્રનું શબ્દચિત્ર આલેખતાં તેમજ (ઢા.૩૬) સેચનક હસ્તિનો શણગાર વર્ણવતાં કવિ શૃંગાર રસ પીરસે છે. હાસ્ય રસ : કવિની આ કૃતિમાં જવલ્લે જ હાસ્ય રસ જોવા મળે છે. (ઢા.૧૯) શ્રેણિક કુમાર પુનઃ રાજગૃહી નગરીમાં આવ્યા ત્યારે પિતા પુત્રના મિલનથી હરખાયા. તાત હરખ્યો તિહાં અતિ ઘણું, મલ્યો વલભ પ્રાણ રે; રાય રૂદય ચાંપી રહ્યો, હું તો કિહાંઅ સુજાણ રે.” (ઢા.૧૬) સુલોચનાને દૃષ્ટિ મળતાં સૌ પ્રસન્ન થયા. ત્યાં હાસ્ય રસની છાંટ જોવા મળે છે. લેઈ સેઠ તિહાં નીર રે, લોચન છાંટતો; હોય નયણ બે નિરમાં એ; હરખઈ નરપતિ તામરે.” અદ્ભુત રસ કવિ ઋષભદાસની રચનામાં લોકોત્તર બાબતોના આલેખનમાં અદ્ભુત રસનો પ્રયોગ થયો છે. (ઢા.૩) રાજકુમાર શ્રેણિકને વનમાં જોયેલા અઢાર રનો પ્રત્યક્ષ પ્રાપ્ત થયા. દીઠો વેત વર્ણ પાષાણ, દેખઈ તરુઅરનું અહિ ધાણ; પતિ પથર લેત સુજાણ, દેવ વચન થયું પરમાણ.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy