________________
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ”
(ચો.૧૬) કાલાદિક દસ પુત્રોના મૃત્યુથી માતાઓ ધરતી પર ઢળી પડી. પુત્ર વિરહથી વ્યાકુળ બની જે ઉદ્ગારો કરે છે તેમાં કરુણતા કાવ્ય બનીને વહે છે.
આગિં મરણ ગયો ભરતાર, પુત્ર જતાં અમકુણ આધાર. કરઈ વિલાપનિરોતી માય, કિમ સહયાં સુત લોહના ઘાય; સોવન સેજ તણો સુનાર, પડયા ભોમિકુણ કરતા સાર. જે શરિ સખરાં ધરતા ફૂલ, તે મસ્તગ નવિ પામઈ મૂલ; બાજુબંધ તું કરિ ધરતા જેહ, પડયા ભોમિ ચંપાઈ તેહ. પગે વાણહી જસ નવ લખી, લોહધાર લાગઈ હુઆ દુખી;
જાતાં દીઠા વળતાં નવિ વલ્યા, ગયા પુત્ર માતા નવિ મલ્યા.”
આ ઉપરાંત શતાનીક રાજાના મૃત્યુથી ગુરણા કરતી મૃગાવતી રાણી, મહારાજા શ્રેણિકના અચાનક મૃત્યુથી દુઃખી થતા કોણિક રાજા, બત્રીસ યુવાન પુત્રોના અકાળ મૃત્યુથી બેબાકળી બનેલી સુલસાનો વલોપાત કાળજાને હચમચાવી મૂકે છે. વીરરસ કવિ ઋષભદાસની આ રાસકૃતિ વીરરસની દ્યોતક છે. વીરરસની સાથે સાથે રૌદ્રરસની છાંટ પણ જોવા મળે છે. દિવ્યહાર અને હાથી માટે થયેલા યુદ્ધમાં કવિએ (ઢા.૬૪) વીરરસનું નિરૂપણ કર્યું છે.
ક્ષત્રીપાલા અતિ વિકરાલા, કોનવિ જાય ભાગી; કોણી રાય રણિ ચેડો ઝૂઝઈ, લોહકડાકડી લાગી. પાલઈ પાલા ઝૂઝ સુફલા, અબ્ધિ અશ્વ અનેકો; નાગિં નાગ રથિં રથ લડતા, અપતિ યુધ નહી એકો. હય ગય પુરૂષ પડયા રણમાંહિ, લોહીઈ ચાલ્યા પૂરો;
ઋષભ કહઈ એ પાતિગ દેખી, વદન છૂપાવઈ સૂરો.'
આ ઉપરાંત (ઢાળ ઃ ૬૯ અને ૭૨) રથમુશળ યુદ્ધનું વર્ણન છે. યુદ્ધવર્ણનો રૂઢિગત હોવા છતાં કવિની ચિત્રાત્મક આલેખન શક્તિના કારણે જુદાં તરી આવે છે. શાંત રસ કવિ કર્મના ફળ અને સંસારની વિચિત્રતા દર્શાવી વૈરાગ્યના શાંત રસ તરફ આપણું ચિત્ત વાળે છે. પિતૃઘાતક કોણિકરાજાના દ્રષ્ટાંત દ્વારા સંસારના સંબંધોની સ્વાર્થવૃત્તિ દર્શાવી મોહતોડાવે છે. બીભત્સ રસઃ મમ્મણ શ્રેષ્ઠીનું વર્ણન કરતાં કવિ (ચો.૧૩) ભીષણ ચિત્ર ખડું કરે છે.
કાલો ઊંચો જાણે કાલ, દોરડી બાંધ્યો મહુઆલ;
એક લંગોટો ઘાલ્યો હેઠિ, ખાંધિ કોહાડો કીધો સેઠિ.' રથમુસલ અને શિલાકંટક આ બે દિવસના યુદ્ધમાં એક કરોડ એસી લાખ મનુષ્યોનો ખુવાર થયો એ કવિએ (ઢા.૭૩) દર્શાવ્યું છે. જેમાં કવિ ભયાનક રસ પ્રસ્તુત કરે છે.
આણી ચોવીસીઈ એ વલી રે, મોટો સંગ્રામ જ થાયરે; છ7 લાખ માનવ મુરે, હય ગય ઊંટ અનેક રે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org