________________
તોલઈ મુઝ સુખડીનાદામ.” જિમહરી રાધા કેવો પ્રેમો, મણિરથ નઈ મણિરેહા જેમો; નારી સુનંદાણ્યું બહુનેહો, જિમ રાઘવનિ સીત સનેહો.' “તું પિથાણ જસ્યો સહી, તુજથી ચાલઈ સૂત્રો રે; પુત્રોરે, તેણેિ આવે ઉતાવલોએ.” સુપરખ ભોગ છાંડઈ સહી, જિમ કંચૂઉ સાપરે;
મુરીખ મસખી પરિખુચીયા, સંસાર ચૂક માંગ્યા કરે.” કવિ ઋષભદાસની ભાષામાં વ્યંજના શક્તિનું ઉદાહરણ જોવા મળે છે. કવિને સંસ્કૃત ભાષા ઉપરનો કાબૂ અભૂતપૂર્વ છે. તેમણે લોકિક સંસ્કૃતનો વિનિયોગ કર્યો છે.
“વયોધર ધાતયો વરધ, જેષ્ટ વરધીચ;
બહુશ્રુતા સરોપી ધનો વરધ, ધારે દ્રવૃત કિંકર.'
આમ કરવા પાછળ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યવહારભાષા અને ઉપદેશભાષાનું અંતર ઓછું થાય, જનસમુદાયને સમજવું સરળ પડે તેમજ ભાષાનો ઊંચો મોભો પણ જળવાઈ રહે.
રસનિરૂપણ કાવ્યનું પ્રાણ તત્ત્વ રસ પ્રવાહ છે. કવિ ઋષભદાસે મુખ્યત્વે વીરરસનું આલેખન કર્યું છે, છતાં તેમાં હાસ્ય, કરૂણ, ભયાનક, બીભત્સ, શૃંગાર અને અદ્ભત રાસની છાંટ પણ જોવા મળે છે.
કરૂણરસ સુનંદારાણીએ પતિની યાદ આવતાં ડૂસકાં ભરતાં વિરહ વ્યથા કહી તે પ્રસંગ કવિએ (ઢા.૨૨) ઉપમા આપી કરુણ રસ રસિક રીતે વર્ણવ્યો છે.
જલનિ મન મૂઈ દૂબનાવઈ, મિનીક્ષણિનખમાય રે કંતા; એ નહી ઉત્તમ રીતિ, રાખો ચકવા પ્રીતિ રે કંતા; રામ હરીની નિત્ય રે કતા, કઠિણ ન કીજઈ ચીત્તરે કંતા; તુઝ વિણ સુનિ સેજ રે;
દિવસ ગમાડું વાત કરતાં, પણિરયણી ન જાય.” ચેલણાથી વિખૂટી પડેલ તેની બહેન સુયેષ્ઠાનું કલ્પાંત કવિએ (ઢા.ર૬) કરુણઘેરું આલેખ્યું છે.
“રુદન કરતી પડતી લવતી પ્રેમદારે, જપઈ ચિલણાનું નામ; મુઝ ઉવેખી બહિન તું મ્યું ગઈ રે, એન ઘટઈ તુઝ કામ; વલવંતી મુકી દવદંતી નલ ગયોરે, બીજો અમરકુમાર; મુઝનિ મુકી ચિલણા તું ગઈ રે, નહી તુઝ પ્રેમ લગાર; પ્રીતિ પ્રેમ મોહમુક્યો ક્ષિણમાં બહેનડીરે, બિગ પિગ કારિમો નેહ, મુઝ મુકીનઈ ગઈ તું એકલી રે, ન જાણ્યો દેતી એમ છે.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org